ETV Bharat / state

મોરબીમાં કોણ કોની અર્થી ઉઠાવે ? સિરામિક - ટ્રાન્સપોર્ટ એસોસિએશન બજાર બંધ

author img

By

Published : Oct 31, 2022, 2:48 PM IST

Updated : Nov 16, 2022, 1:11 PM IST

મોરબીમાં કોણ કોની અર્થી ઉઠાવે ? સિરામિક - ટ્રાન્સપોર્ટ એસોસિએશન બજાર બંધ
મોરબીમાં કોણ કોની અર્થી ઉઠાવે ? સિરામિક - ટ્રાન્સપોર્ટ એસોસિએશન બજાર બંધ

મૃતદેહોના ઢગલા જોઇને મોરબી પંથક આખું (julto pul collapse in morbi) હિબકે ચડ્યું છે. એકસાથે અનેક લોકોની અર્થી ઉઠતા કોણ કોને સહારો આપે તેવા દ્રશ્યો સર્જાયા છે. ત્યારે આ ઘટનાને લઈને મોરબીનો સિરામિક ઉદ્યોગ તેમજ ટ્રાન્સપોર્ટ એસો એક દિવસ બંધ પાળશે તેવી માહિતી સામે આવી રહી છે. (morbi ceramic association Close)

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાને પગલે સમગ્ર મોરબી પંથકમાં શોકનું (morbi bridge collapse) મોજું ફરી વળ્યું છે, ત્યારે રવિવારે દુર્ઘટના બાદ સોમવારે મોરબીની મુખ્ય બજારો બંધ રહી હતી. તો મોરબીનો સિરામિક ઉદ્યોગ તેમજ ટ્રાન્સપોર્ટ એસો મંગળવારે (morbi ceramic association Close) એક દિવસ બંધ પાળશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. (machhu river rescue operation)

ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યું મોરબી મોરબીમાં સર્જાયેલી પુલ હોનારતથી સમગ્ર (death in morbi bridge) મોરબી હતપ્રત બન્યું છે, રવિવારે સાંજથી સોમવારે સવાર સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યા બાદ સતત મૃત્યુ આંક વધતો રહ્યો છે અને મૃતદેહોના ઢગલા જોઇને મોરબી પંથક આખું હિબકે ચડ્યું હતું. જેને લઈને આજે સોમવારે અનેક સ્થળોએ એકસાથે પરિવારના અનેક સભ્યોની અર્થી ઉઠતા કોણ કોને સહારો આપે અને કોને આશ્વાસન આપે તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાને લઈને આખું મોરબી આજે ફરી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યું હતું. (morbi news)

અંદાજે 15 જેટલા મૃતકોની અંતિમવિધી આ ઘટનાને લઈને ન માત્ર મોરબી પરતું સમગ્ર ગુજરાતમાં (hanging bridge video) મૃત્યુના આંકડાને લઈને ભય ફેલાયો છે. ત્યારે હુજ પણ મૃત્યુ આંક વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જોકે, આ ધટના સમયે NDRF, આર્મી અને નૌકાદળ સહિતની ટીમ દ્વારા અધતન સાધનોની મદદથી રેસ્ક્યૂ કામગીરી હજુ પણ શરૂ જ છે. પરતું મૃત્યુ આક વધતા લોકોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે. ત્યારે મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં અંદાજે 15 જેટલા મૃતકોની અંતિમવિધિ કરાઈ છે. (machhu river rescue operation)

બજાર બંધનું એલાન આ દુર્ઘટનાને પગલે મોરબી સિરામિક એસો દ્વારા આવતીકાલે બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના સિરામિક એકમો મંગળવારે એક દિવસ ડીસ્પેચ અને લોડીંગ કામગીરી બંધ રાખશે, જ્યારે મોરબી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પણ બંધમાં જોડાશે અને મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરશે.(Julto pul breaking death)

Last Updated :Nov 16, 2022, 1:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.