ETV Bharat / state

Morbi Crime : મોરબી કોર્ટ પરિસરમાં હથિયાર લઈ જનાર શખ્સ કોણ ?

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 2, 2024, 5:22 PM IST

તાજેતરમાં મોરબી કોર્ટ પરિસરમાં એક શખ્સ હથિયાર સાથે પ્રવેશ્યો હતો. જોકે પોલીસે તાત્કાલિક આ વ્યક્તિની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી. હાલ આ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ વ્યક્તિની ઓળખ થઈ છે, જે નામ ચોંકાવનારું છે.

Morbi Crime
Morbi Crime

મોરબી : તાજેતરમાં મોરબીની કોર્ટ પરિસરમાં એક આધેડ પોતાની સાથે પરવાનાવાળું હથિયાર સાથે લાવ્યા હતા. આ શખ્સે લોકોમાં ભય ઉત્પન્ન થાય તે માટે આશયથી હથિયાર જોઈ શકાય તેવી રીતે પોતાની કમરમાં બાંધી કોર્ટ કમ્પાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. હાલ આ શખ્સ વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે. જોકે આરોપી વાંકાનેર યાર્ડના ચેરમેન હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

શું હતો મામલો ? આ અંગે મળતી માહિતી અનુસાર મોરબી સીટી બી ડીવીઝનમાં ફરજ બજાવતા હિતેષભાઈ મુળજીભાઈ મકવાણાએ આરોપી ગુલામ અમીભાઈ પરાસરા વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે મોરબી કોર્ટ પરિસરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. ત્યારે 1 જાન્યુઆરીના રોજ સવારે 11:40 કલાકે એક ઇસમ જોઈ શકાય તેવી રીતે પોતાની કમર પર હથિયાર (પિસ્ટલ) બાંધીને કોર્ટ કમ્પાઉન્ડમાં નીકળ્યો હતો.

કોર્ટમાં હથિયાર લઈ જવાનો હેતુ : પોલીસે શખ્સને રોકીને નામઠામ પૂછતાં 58 વર્ષીય ગુલામ અમીભાઈ પરાસરા વાંકાનેર તાલુકાના સિંધાવદરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આ શખ્સને હથિયાર અંગે પૂછતા હથિયાર પોતાના પરવાનાવાળું હોવાનું જણાવ્યું હતું. તેના પરવાના નંબર અંગે પણ માહિતી આપી હતી. આ ઈસમ એક કેસમાં પોતે આરોપી હોવાથી મોરબી કોર્ટમાં હાજરી આપવા આવ્યો હતો. કોર્ટ કમ્પાઉન્ડ ફાયરઆર્મ્સ ફ્રી ઝોન છે, તથા કોર્ટમાં ઘણા બધા ફરિયાદી, સાહેબ, પંચો, જુબાની આપવા માટે આવતા હોય છે.

પોલીસ કાર્યવાહી : આ શખ્સે લોકોમાં ભય ઉત્પન્ન થાય તે માટે આશયથી હથિયાર જોઈ શકાય તેવી રીતે પોતાની કમરમાં બાંધી કોર્ટ કમ્પાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. આ આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી બી ડિવિઝન પોલીસે વધુ તપાસ ચલાવી છે. આર્મ્સ એક્ટ હેઠળ જેના વિરુદ્ધ ગુનો નોંધાયો છે, તે આરોપી વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

  1. Fake Toll Plaza Updates: નકલી ટોલનાકા કૌભાંડમાં 25 દિવસ બાદ 2 આરોપી ઝડપાયા, જો કે હજૂ 3 આરોપી પોલીસની પહોંચથી દૂર
  2. હળવદ કોર્ટ પાસે 2 યુવાનો પર જીવલેણ હુમલો, પહેલા કાર ટકરાવી ત્યારબાદ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.