ETV Bharat / state

મોરબી અને વાંકાનેર બસ સ્ટેન્ડનું મુખ્યપ્રધાન રુપાણીએ કર્યું લોકાર્પણ

author img

By

Published : Jun 4, 2021, 2:21 PM IST

મોરબી અને વાંકાનેર બસ સ્ટેન્ડનું મુખ્યપ્રધાન રુપાણીએ કર્યું લોકાર્પણ
મોરબી અને વાંકાનેર બસ સ્ટેન્ડનું મુખ્યપ્રધાન રુપાણીએ કર્યું લોકાર્પણ

મુખ્યપ્રધાન વિજય રુપાણીએે ગાંધીનગરમાં ઇ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત સમારોહમાં ભાગ લીધો હતો. મોરબી ખાતે બસ સ્ટેશનના ખાતમૂહુર્ત પ્રસંગે પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલ તેમજ વાકાંનેર ખાતે પશુપાલન અને પાણી પુરવઠાપ્રધાન કુંવરજીભાઇ બાવળીયા ઉપસ્થિત રહ્યાં હતાં.ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા અને પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

  • બસ સ્ટેશન ઇ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત સમારોહ યોજાયો
  • મુખ્યપ્રધાન રુપાણીએ ઓનલાઈન ભાગ લીધો
  • મોરબી અને વાંકાનેરના આધુનિક બસ સ્ટેશન કર્યાં ખાતમૂહુર્ત
  • આધુનિક સુવિધાથી સજ્જ થશે બંને બસ સ્ટેન્ડ

ગાંધીનગરઃ રાજકોટ એસ.ટી. વિભાગ હેઠળના મોરબીના નવા બસ સ્ટેન્ડ અદ્યતન બાંધકામ માટે રૂ. 543.56 લાખની ફાળવણી કરવામાં આવી છે જ્યારે વાંકાનેર ખાતે રૂ. 422.76 લાખના ખર્ચે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત બસ સ્ટેશન બનાવવામાં આવશે નવા બસસ્ટેશનમાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેને વેઇટીંગ હોલ, સ્ટુડ્ન્ટ પાસ, રીઝર્વેશન રૂમ, ડેપો મેનેજર રૂમ, કંટ્રોલ રૂમ, સ્ટેન્ડ ઇન્ચાર્જ રૂમ, એડમીન ઓફિસ, વી.આઇ.પી. વેઇટીંગ લોંજ, કેન્ટીન, વોટર રૂમ, સ્ટોલ કમ શોપ, ઇલેક્ટ્રીક રૂમ, પાર્સલ રૂમ, લેડીજ રેસ્ટ રૂમ, બેબી ફિડીંગ રૂમ, મુસાફર જનતા માટે શૌચાલયની ગ્રાઉન્ડ ફ્લોર પર સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જ્યારે પ્રથમ માળે કેશ રૂમ, બુકીંગ રૂમ, ટ્રે રૂમ, નાઇટ ક્રુ, રેસ્ટ રૂમ, સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

મોરબી બસ સ્ટેશન માટે 543.56 લાખ અને વાંકાનેર બસ સ્ટેશન માટે 422.76 લાખનો ખર્ચ થશે
આ પણ વાંચોઃ Solar eclipse 2021: 10 જૂને થશે વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ, નહીં લાગે સૂતક કાળ

2600 વીજ કર્મચારીઓને નોકરી માટે ઓર્ડર આપ્યાં

લોકાર્પણ પ્રંસગે ઉપસ્થિત રહેલા સૌરભ પટેલે મોરબીથી જાહેરાત કરી હતી કે પીજીવીસીએલ, ડીજીવીસીએલ અને એમજીવીસીએલ સહિતની વીજ કંપનીના કર્મચારીઓની ભરતી માટે પરિક્ષા લેવામાં આવી હતી અને 2 માસ અગાઉ પરિણામ જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં આજે 2600 લોકોને ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. તો વાવાઝોડા સમયે વીજ જોડાણોને મોટું નુકસાન થયું હતું. જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ગામડાઓમાં વીજ પુરવઠો બંધ થયો હતો જેમાં 75 ગામો સિવાયના ગામોમાં વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે આગામી 15 તારીખ સુધીમાં તમામ વીજ પુરવઠો કાર્યરત થઇ જશે.

આ પણ વાંચોઃ COVID-19: NHRCએ બાળકોના અધિકારોની રક્ષાને લઈ ગાઈડલાઈન કરી જાહેર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.