મોરબી નગરપાલિકા દ્વારા સ્વચ્છ સંસ્થાઓને રેટિંગ આપી પ્રમાણપત્ર અર્પણ કરાયા

author img

By

Published : Dec 11, 2020, 10:15 AM IST

મોરબી નગરપાલિકા દ્વારા રેટિંગ આપી પ્રમાણપત્ર અર્પણ કરાયા

નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2021ની તૈયારીઓ પુરજોશમાં આરંભાય છે. એક તરફ પાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારમાં સફાઈ અભિયાન તેજ કરી દેવાયા છે. નગરપાલિકા દ્વારા સ્વચ્છ સંસ્થાઓને આપી પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા.

  • મોરબી નગરપાલિકા દ્વારા રેટિંગ આપી પ્રમાણપત્ર અર્પણ કરાયા
  • પાલિકા દ્વારા અલગ અગલ વિસ્તારમાં સફાઈ અભિયાન કર્યું તેજ
  • ડોર ટુ ડોર કચરા કલેક્શન અને તેનો યોગ્ય નિકાલ
  • સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત એવોર્ડ એનાયત કરવામાં આવ્યા

મોરબીઃ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2021ની તૈયારીઓ પુરજોશમાં આરંભાય છે. એક તરફ પાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારમાં સફાઈ અભિયાન તેજ કરી દેવાયા છે. જેમાં શહેરી વિસ્તારોમાં સઘન સફાઈ, જાહેર શૌચાલયની સફાઈ, ડોર ટુ ડોર કચરા કલેક્શન અને તેનો યોગ્ય નિકાલ, ખાતર ઉત્પાદન સહિતની કામગીરી ચાલી રહી છે. તો બીજી તરફ ડોક્યુમેશન કામગીરી વિવિધ કામગીરી પણ ચાલી રહી છે.

મોરબી નગરપાલિકા દ્વારા રેટિંગ આપી પ્રમાણપત્ર અર્પણ કરાયામોરબી નગરપાલિકા દ્વારા રેટિંગ આપી પ્રમાણપત્ર અર્પણ કરાયા

સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત એવોર્ડ એનાયત કરવામાં આવ્યા

જે અંતર્ગત મોરબી શહેરી વિસ્તારમાં આવેલી વિવિધ સરકારી કચેરીઓ હોસ્પિટલ, શાળા-કોલેજો, સોસાયટી અને હોટેલની સ્વચ્છતા અંગેની સ્પર્ધાઓનું આયોજન કરી સ્વચ્છ સંસ્થાઓને રેટિંગ આપવામાં આવ્યા હતા અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી સંસ્થાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ રેટીંગ કેટેગરી મુજબ જોઈએ તો સરકારી કચેરીઓમાં જિલ્લા પોલીસ વડા કચેરી, મોરબી એ.પી.એમ.સી યાર્ડ સૌથી વધુ સ્વચ્છ જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત, હોસ્પિટલમાં ક્રિષ્ના મલ્ટી સ્પેશ્યલ હોસ્પિટલ, સોસાયટી કેટેગરીમાં કૃષ્ણ નગર સોસાયટી સંસ્થાઓને સ્વચ્છતા રેટીંગ આપી સન્માનિત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.