ETV Bharat / state

મોરબીમાં કોરોનાનો કહેર અટકાવવા શહેરના 13 વોર્ડમાં ડોર ટુ ડોર સર્વે કરાશે

author img

By

Published : Sep 7, 2020, 8:01 PM IST

મોરબીમાં કોરોના કહેર અટકાવવા શહેરના 13 વોર્ડમાં ઘેરઘેર સર્વે કરાશે
મોરબીમાં કોરોના કહેર અટકાવવા શહેરના 13 વોર્ડમાં ઘેરઘેર સર્વે કરાશે

મોરબી જિલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે ત્યારે કોરોના કહેરને રોકવા માટે મોરબીમાં આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા સંયુક્ત ટીમોની રચના કરવામાં આવી છે અને ઘેરઘેર સર્વે કામગીરી શરુ કરવામાં આવી છે.

મોરબીઃ મોરબી શહેર અને તાલુકામાં અત્યાર સુધીમાં 1,000 થી વધુ કેસો નોંધાઈ ચૂક્યાં છે અને દિનપ્રતિદિન કોરોના કહેર વધી રહ્યો છે. જેને ધ્યાને લઈને હવે તંત્રએ કમર કસી છે. મોરબીનું આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને ઘેરઘેર સર્વે માટે ટીમો તૈયાર કરી સર્વે કામગીરી શરુ કરવામાં આવી છે જે અંગે પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું.

મોરબીમાં કોરોનાનો કહેર અટકાવવા શહેરના 13 વોર્ડમાં ડોર ટુ ડોર સર્વે કરાશે
મોરબીમાં કોરોનાનો કહેર અટકાવવા શહેરના 13 વોર્ડમાં ડોર ટુ ડોર સર્વે કરાશે

સરૈયાએ જણાવ્યું હતું કે એક્ટિવ સર્વેલન્સ ટીમોની રચના કરાઈ છે, જે મોરબી શહેરના 1 થી 13 વોર્ડમાં ઘેરઘેર જઈને સર્વે કામ કરશે. જેમાં એક ટીમને 150થી 200 ઘરોમાં સર્વે કરવાની કામગીરી સોપવામાં આવી છે. જે ટીમ ઘેરઘેર જઈને સર્વે કરશે.જે કોઇને કોરોના લક્ષણ દેખાય તેવા વ્યક્તિને શોધીને તાત્કાલિક સારવાર મળે તેવી વ્યવસ્થા કરાશે અને કોરોના કહેર અટકાવવા માટે મોરબી શહેરના 13 વોર્ડ માટે કુલ 270 ટીમોની રચના કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

મોરબીમાં કોરોનાનો કહેર અટકાવવા શહેરના 13 વોર્ડમાં ડોર ટુ ડોર સર્વે કરાશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.