ETV Bharat / state

જૂની પ્રભાત હોસ્પિટલમાં 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

author img

By

Published : Apr 22, 2021, 2:53 PM IST

વર્તમાન સમયમાં કોરોનાના કેસ વધવાના કારણે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. કેટલીક હોસ્પિટલમાં તો દર્દીને દાખલ કરવાની પણ જગ્યા નથી. આવી જ સ્થિતિ મોરબીમાં જોવા મળી રહી છે. મોરબીમાં આવેલી જૂની પ્રભાત હોસ્પિટલમાં નગરપાલિકાએ ઓક્સિજન બેડ સાથે કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે.

  • જૂની પ્રભાત હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ
  • કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજન બેડની કરાઈ વ્યવસ્થા
  • 30 બેડ ઓક્સિજનવાળા રાખવામાં આવ્યા

મોરબીઃ કોરોનાની પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે. હોસ્પિટલમાં બેડની સખ્યા ઓછી હોવાથી કોરાનાના દર્દીઓને પડતી મુશ્કેલીનું નિવારણ લાવવા અને કોરોનાના દર્દીઓને સારવાર આપવા માટે મોરબી નગરપાલિકાએ પણ એક પ્રયાસ કર્યો છે. મોરબી નગરપાલિકાએ વાત્સલ્ય એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી શહેરના જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલી જૂની પ્રભાત હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં 60 બેડનું આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું


50 બેડ સાથે કોવિડ કેર સેન્ટર ઉભુ કરાયું

મોરબી જિલ્લામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે કોવિડ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા પણ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં મોરબી નગરપાલિકા દ્વારા વાત્સલ્ય એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલી જૂની પ્રભાત હોસ્પિટલમાં 50 બેડ સાથે કોવિડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. આમાંથી 30 જેટલા ઓકિસજન બેડ સાથેનું કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ વડતાલ સ્વામિનારાયણ મંદિર હોસ્પિટલમાં 100 બેડનું કોવિડ કેર સેન્ટર તૈયાર કરાયું

20 બેડ સામાન્ય આઈસોલેશન માટે ઉપલબ્ધ કરાયા

અહીં, 20 બેડ સામાન્ય આઈસોલેશન માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેમાં હેલ્પલાઈન નંબર +91 87329 18183 પર દર્દીઓ સંપર્ક કરી શકાશે તો આયોજકો પાસેથી મળતી વિગત મુજબ હાલ સેન્ટરમાં ઘણા દર્દીઓ દાખલ પણ થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.