ETV Bharat / state

ઉત્તરાખંડમાં ભારે તારાજી મોરબીના 46 શ્રદ્ધાળુઓ ફસાયા, તમામા સલામત હોવાનો દાવો

author img

By

Published : Oct 19, 2021, 5:50 PM IST

ઉત્તરાખંડમાં ભારે તારાજી મોરબીના 46 શ્રદ્ધાળુઓ ફસાયા, તમામા સલામત હોવાનો દાવો
ઉત્તરાખંડમાં ભારે તારાજી મોરબીના 46 શ્રદ્ધાળુઓ ફસાયા, તમામા સલામત હોવાનો દાવો

ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે મોરબીના 46 શ્રદ્ધાળુઓ ફસાયા છે. જે અંગેની જાણ થતા રાજ્યપ્રધાન અને મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ તાકીદે રાજ્ય સરકારના ડીઝાસ્ટર મેનેજમેન્ટ કમિશ્નર સાથે ટેલીફોનીક સંપર્ક કરીને તમામ મદદ પહોંચાડવા માટે તાકીદ કરી છે. અને રાજ્ય સરકાર ફસાયેલા શ્રધ્ધાળુઓને તમામ મદદ પહોંચાડશે તેમ બ્રીજેશ મેરજાએ જણાવ્યું હતું.

  • ઉત્તરાખંડના ચમોલીમાં ભારે વરસાદ
  • ભારે વરસાદને પગલે શ્રદ્ધાળુઓ ફસાયા
  • ઉત્તરાખંડ પુર મોરબીના 46 શ્રદ્ધાળુઓ ફસાયા

મોરબીઃ મોરબી તાલુકાના 42 અને ટંકારા તાલુકાના મીતાણા ગામના 4 સહિત 46 શ્રદ્ધાળુઓ તેમજ એક બસના ડ્રાઈવર સહિતના કુલ 47 લોકો ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે જોશી મઢ નજીક પાગલ નાળા પાસે ફસાયા છે. મોરબી જિલ્લાના 46 જેટલા શ્રદ્ધાળુઓ ફસાયા છે. બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડના ચમોલીમાં ભારે વરસાદને પગલે શ્રદ્ધાળુઓ ફસાયા છે. જેમાં મોરબી જિલ્લાના 47 યાત્રાળુઓનો સમાવેશ થાય છે. ત્યારે મોરબીના યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્રને તાકીદ કરી છે. તેમજ બ્રિજેશભાઈ મેરજાએ ફસાયેલા શ્રદ્ધાળુઓ પૈકી વિવેક મનસુખભાઈ પરમાર સાથે વાતચીત કરી યાત્રાળુઓ સલામત હોવાની ખાતરી કરી છે.

તમામ શ્રદ્ધાળુઓ હેમખેમ
મોરબી જિલ્લાના યાત્રાળુઓ મીતાણાની ટ્રાવેલ્સમાં ઉત્તરાખંડ ગયા હોવાનું જાણવા મળ્યું છે. જેઓ ઉત્તરાખંડ ભારે વરસાદના કારણે ફસાયા છે, જોકે તમામ શ્રદ્ધાળુઓ હેમખેમ છે, જેથી મોરબીના વહીવટી તંત્ર અને બ્રિજેશ મેરજાએ રાહતનો શ્વાસ લીધો છે, તો ફસાયેલા યાત્રાળુઓને રહેવા અને જમવાની વ્યવસ્થા મળી રહે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
મંત્રી મેરજાએ વહીવટી સાથે સંકલન સાધી દિશા નિર્દેશ આપ્યા

વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને દિશા નિર્દેશ

મોરબીથી ગયેલા યાત્રાળુઓમાં 5 બાળકો, 15મહિલાઓ અને 5 વયોવૃદ્ધ વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે. જે શ્રધ્ધાળુઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે બ્રિજેશ મેરજા વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને દિશા નિર્દેશ આપી રહ્યા છે.

આ પણ વાંચોઃ ઑક્ટોબરમાં કેમ પડી રહ્યો છે આટલો વરસાદ? શું ભારતમાં હવામાન ચક્ર બદલાઈ રહ્યું છે?

આ પણ વાંચોઃ હલ્દાનીનો લાઈફ લાઈન તરીકે ઓળખાતો ગૌલાપુલ તૂટી જતા, લોકો બન્યા સંપર્ક વિહોણા...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.