ETV Bharat / state

કડીમાં તસ્કરીને અંજામ આપનારા શખ્સની SOG ટીમે ધરપકડ કરી

author img

By

Published : Jan 2, 2021, 8:19 AM IST

સમગ્ર રાજ્ય સહિત મહેસાણામાં ચોરી, લૂંટના ગુનાઓમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે આ વચ્ચે મહેસાણા પોલીસે કડીમાં તસ્કરીને અંજામ આપતા એક શખ્સની ધરપકડ કરી છે.

Mehsana News
કડીમાં તસ્કરીને અંજામ આપનારા શખ્સની SOG ટીમે ધરપકડ કરી

  • કડીમાં તસ્કરીને અંજામ આપનારો શખ્સ SOG ટીમના હાથે ઝડપાયો
  • એક LED TV, ગેસ સિલિન્ડર, બે મોબાઈલ ફોન, 33 હજાર રોકડ સાથે શખ્સ ઝડપાયો
  • આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવી

મહેસાણાઃ જિલ્લાના કડીમાં ચોરી લૂંટ સહિતના ગુનાઓ વધી રહ્યા હતા, જેને અટકાવવા અને ગુનાનું પગેરું શોધવા મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા SOG સહિતની ટીમોને કડી વિસ્તારમાં તૈનાત કરવામાં આવી હતી, ત્યારે મહેસાણા SOGની ટીમને બાતમી મળતા કડી પીરોજપુરા કેનાલ પર LED TV સાથે એક શકમંદ શખ્સ મળી આવ્યો હતો. જે પોતે પોતાની પાસે રહેલી ચીજ વસ્તુઓ માટે યોગ્ય જવાબ ન આપતા પોલીસે તેની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

શખ્સ પાસે રહેલો મુદ્દામાલ ચોરી કે ઠગાઈનો હોવાની પોલીસને આશંકા..!

મહેસાણા જિલ્લામાં કડી વિસ્તારમાં અનેક ચોરીની ઘટના બની છે. તેની તપાસ વચ્ચે એક વ્યક્તિ કેટલીક ચીજ વસ્તુઓ સાથે શંકાસ્પદ રીતે મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે તો ઝડપાયેલા આ શખ્સ પાસે રહેલી વસ્તુઓના કોઈ આધાર પુરાવા મળ્યા નથી. જેને પગલે પોલીસે આ શખ્શ દ્વારા ચોરી કે ઠગાઈ કરી ગુનાહિત કૃત્ય આચર્યું હોવાની આશંકા રાખી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

LED TV, સ્માર્ટ ફોન, ગેસ સિલિન્ડર અને રોકડ સહિતનો મુદ્દામાલ મળ્યો

SOG ની ટીમ દ્વારા ઝડપાયેલા શખ્સની પૂછપરછ અને તપાસ કરતા તેની પાસેથી એક LED TV, એક સ્માર્ટ ફોન, એક સાદો ફોન, ગેસ સિલિન્ડર અને 33 હજાર રૂપિયા રોકડ મળી આવ્યા છે તો પોલીસ દ્વારા આ વ્યક્તિ વિરુદ્ધ કડી પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.