ખેતીબેન્કની ચૂંટણીમાં હરીફ અને બિનહરીફ બેઠકોની યાદી જાહેર, મહેસાણામાં ભાજપના જ બે ઉમેદવારો વચ્ચે જામશે ટક્કર

author img

By

Published : Jul 27, 2021, 4:00 PM IST

Khetibank election

રાજ્યમાં ખેતીબેન્કની બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. ખેતીબેન્ક (khetibank) ની જિલ્લા મુજબની વિવિધ બેઠકો માટે ઉમેદવારી પાત્રો ભરાયા હતા. 26 જુલાઈએ હરીફ અને બિન હરીફ બેઠકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ 18 બેઠકો પૈકી 11 બેઠકો બિનહરીફ અને 7 બેઠકો પર હરીફ ઉમેદવારો હોવાથી તે તમામ 7 બેઠકો પર નિયમોનુસાર ચૂંટણી (election) યોજાશે.

  • ખેતીબેન્કની ચૂંટણીમાં હરીફ અને બિનહરીફ બેઠકો કરાઈ જાહેર
  • મહેસાણામાં ભાજપના જ બે ઉમેદવારો વચ્ચે જામશે ટક્કર
  • મહેસાણા ખેતીબેન્કની ચૂંટણીમાં ધીરેન ચૌધરી અને રામજી ચૌધરી વચ્ચે જંગ

મહેસાણા : રાજ્યમાં ખેતીબેન્ક (Khetibank) ની બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. ખેતીબેન્ક (Khetibank) ની જિલ્લા મુજબની વિવિધ બેઠકો માટે ઉમેદવારી પાત્રો ભરાયા હતા. જેમાં ગત 26 જુલાઈ ફોર્મ પરત ખેંચાવની છેલ્લી તારીખના અંતે હરીફ અને બિન હરીફ બેઠકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ 18 બેઠકો પૈકી 11 બેઠકો બિનહરીફ અને 7 બેઠકો પર હરીફ ઉમેદવારો હોવાથી તે તમામ 7 બેઠકો પર નિયમોનુસાર ચૂંટણી (election) યોજાશે.

ખેતીબેન્કની ચૂંટણીમાં હરીફ અને બિનહરીફ બેઠકોની યાદી જાહેર
ખેતીબેન્કની ચૂંટણીમાં હરીફ અને બિનહરીફ બેઠકોની યાદી જાહેર

આ પણ વાંચો: ક્ષેત્ર પંચાયતની મુખ્ય ચૂંટણીમાં ભાજપે 625થી વધુ બેઠકો પર મેળવ્યો વિજય

કોણ બાજી મારશે તેના પર સૌ કોઈની નજર

ખેતીબેન્ક એક સહકારી સંસ્થા (Cooperative Society) હોવાથી અનેક ખેડૂતો સાથે સહકારી સંસ્થા (Cooperative Society) નો વ્યવહાર અને લાભ જોડાયેલો રહે છે, ત્યારે આવી પ્રતિભાશાળી સંસ્થાની ગાદી પર બિરાજમાન થવા ઉમેદવારો પોતાનું કિસ્મત અજમાવતા હોય છે. આ વખતેની ખેતીબેન્કની કુલ 18 બેઠકો માટે ચૂંટણી જાહેર થતા ઉમેદવારી પત્રો ભરાયા હતા. જોકે ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની કાર્યવાહી બાદ મંગળવારે 18 બેઠકો પર કઈ બેઠક પર ચૂંટણી થશે અને કઈ બિનહરીફ થઈ છે તેની યાદી જાહેર કરાઈ છે. જેમાં 18 પૈકી 11 બેઠકો બિનહરીફ થતા 7 બેઠકો પર ચૂંટણી યોજાશે.

ખેતીબેન્કની ચૂંટણીમાં હરીફ અને બિનહરીફ બેઠકોની યાદી જાહેર
ખેતીબેન્કની ચૂંટણીમાં હરીફ અને બિનહરીફ બેઠકોની યાદી જાહેર

બિનહરીફ બેઠકો :-
કચ્છ, સાબરકાંઠા, વાડોદર, પંચમહાલ, ભરૂચ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, જામનગર, વલસાડ અને GSC બેન્ક

હરીફ બેઠકો :-

સુરેન્દ્રનગર, રાજકોટ, મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ, ખેડા, સુરત

મહેસાણા ભાજપના બે જૂથ પણ આ હરીફ ઉમેદવારોની વ્યક્તિગત તરફેણ કરતા હોવાના અહેવાલ સામે આવ્યા

મહેસાણા ખેતી બેન્ક પર તાજેતરમાં ધીરેન્દ્ર ચૌધરીનું રાજ અત્યાર ચાલ્યું હતું અને ધીરેન્દ્ર ચૌધરી નીતિન પટેલના અંગત માનવામાં આવે છે. ખેતીબેન્કની મહેસાણા બેઠક માટે પોતે ઉમેદવારી (candidacy) નોંધાવી જીતનો વિશ્વાસ દાખવ્યો છે. જોકે આ વખતે ધીરેન્દ્ર ચૌધરી સામે ભાજપના જ કહેવાતા રામજી ચૌધરીએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે, ત્યારે એક જ પક્ષના બે વ્યક્તિઓ મંગળવારે ખેતીબેન્કની મહેસાણા બેઠક પર હરીફ ઉમેદવાર તરીકે ઉભા છે. જેને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે. તો મહેસાણા ભાજપના બે જૂથ પણ આ હરીફ ઉમેદવારોની વ્યક્તિગત તરફેણ કરતા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આગામી સમયમાં યોજાનારી ખેતીબેન્કની ચૂંટણી (election of Khetibank) માં મહેસાણા બેઠક કોને ફાળે જાય છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે.

આ પણ વાંચો: પાલનપુર માર્કેટયાર્ડમાં ચૂંટણી પહેલા સર્જાયો વિવાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.