ETV Bharat / state

મહેસાણામાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારો આરોપી એક વર્ષે ઝડપાયો

author img

By

Published : Jan 21, 2021, 6:55 PM IST

મહેસાણા જિલ્લામાં અપહરણ અને દુષ્કર્મની ઘટનાઓ ભૂતકાળમાં અનેક વાર બની છે, ત્યારે આવી જ એક ઘટના એક વર્ષ અગાઉ જિલ્લામાં બની હતી. જેમાં હિતેન્દ્ર વાઘેલા નામના શખ્સે એક સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. જેને પોલીસે ઝડપી પાડ્યો છે.

મહેસાણામાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારો આરોપી એક વર્ષે ઝડપાયો
મહેસાણામાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારો આરોપી એક વર્ષે ઝડપાયો

  • સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારો આરોપી ઝડપાયો
  • SOG અને AHTUની ટીમે એક વર્ષ બાદ આરોપીને ઝડપ્યો
  • પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

મહેસાણાઃ જિલ્લામાં અપહરણ અને દુષ્કર્મની ઘટનાઓ ભૂતકાળમાં અનેક વાર બની છે, ત્યારે આવી જ એક ઘટના એક વર્ષ અગાઉ જિલ્લામાં બની હતી. જેમાં હિતેન્દ્ર વાઘેલા નામના શખ્સે એક સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. જે ઘટનામાં પોલીસ ફરિયાદ બાદ આરોપી ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો.

આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ

જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ફરાર આરોપીને શોધવા ટીમો કામે લાગી હતી. ત્યારે એક સર્વેલન્સ આધારે આ ફરાર આરોપી મહેસાણાથી જ ઘટનાના એક વર્ષ બાદ SOG અને AHTUના હાથે લાગ્યો હતો. જેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. તો ભોગબનનાર મહિલાને પણ પોલીસે આરોપીથી છુટકારો અપાવ્યો છે.

આરોપીને લાંગણજ પોલીસને સોપાયો

મહેસાણા SOG અને AHTU ની ટીમે બતમીદારો અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી પોકસો અને અપહરણના ગુનાના આરોપીને પકડી ભોગબનનાર મહિલાને મુક્ત કરાવી છે. સાથે જ જડપાયેલા આરોપીને લાંગણજ પોલીસને સોંપી ગુનાની વધુ વિગતો મેળવવા પ્રયત્ન કરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.