ETV Bharat / state

ચાલુ સારવારે દર્દી પર છતનાં પોપડા પડયા, સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ

author img

By

Published : Jul 10, 2019, 11:07 AM IST

દર્દીની ચાલુ સારવારે છત પરથી પોપડા પડયા,સદનસીબે જાનહાનિ ટળી

મહેસાણાઃ ખેરાલુ સિવિલ હોસ્પિટલ જર્જરિત હાલતમાં હાલમાં જોવા મળી રહી છે. રીપેરીંગ માટે 70 લાખ ફાળવ્યા હોવા છતાં રીપેરીંગના નામે મીંડુ જોવા મળી રહ્યુ છે. છત પરથી પોપડા ખરી રહ્યા છે, બિલ્ડીંગનો કયો ભાગ ક્યારે ધરાશાયી થશે તે કહેવું મુશકેલ છે. 2 દિવસ પહેલા જ ઇમરજન્સી વિભાગની છત ધરાશયી થવાની ઘટના બનતા દર્દીઓને ખુલ્લી જગ્યામાં કે સ્ટાફ ક્વાર્ટરમાં સારવાર આપવામાં આવી રહી છે.

જર્જરિત ખેરાલુ સિવિલ હોસ્પિટલને પગલે દર્દીઓને હાલાકી તબીબોએ દર્દીઓની પરેશાની જોતા કવાર્ટરમાં OPD સેવા શરૂ કરી કવાર્ટરના બીજા માળે OPD શરૂ કરાયું છે.છેલ્લા 2 દિવસથી દર્દીઓ હોસ્પિટલની ખુલ્લી જગ્યામાં અને કવાર્ટરમાં સારવાર લેવા મજબુર બન્યા છે.ખેરાલુ સિવિલ આવતા તમામ ઇમરજન્સી કેસને વડનગર રીફર કરવામાં આવે છે.હોસ્પિટલને રીનોવેટ કરવા 70 લાખની ફાળવણી છતાં કામ કરવામાં આવ્યુ નથી. વહેલી તકે ખેરાલુ સિવિલમાં પ્રાણ પુરાય તેવી સ્થાનિકોએ માંગ કરી છે.

સ્વાસ્થ્યની બીમારી હોય તો દર્દીઓ દવાખાને જાય છે, પરંતુ દવાખાનું જ બીમાર હાલતમાં હોય તો..? વાત છે આરોગ્ય પ્રધાન નીતિન પટેલના જિલ્લામાં મહેસાણા સિવિલ હોસ્પિટલ બાદ ખેરાલુ સિવિલ હોસ્પિટલે પોતે જર્જરિત હોવાની પોલ ખોલી છે. ત્યારે છેલ્લા 2 દિવસથી સિવિલ હોસ્પિટલની દુર્દશાએ સારવાર માટે આવતા દર્દીઓની માટે આરોગ્ય વિભાગે હાથ અધ્ધર કરી દીધા છે.

દર્દીની ચાલુ સારવારે છત પરથી પોપડા પડયા,સદનસીબે જાનહાનિ ટળી
મહેસાણા જિલ્લાના આગેવાનોને સામાન્ય રીતે સરકારમાં સ્થાન પ્રાપ્ત થયુ છે અને જિલ્લાને વિકસિત દર્શાવાઇ રહ્યો છે. ત્યારે આ જ જિલ્લામાંથી આવતા રાજ્યના આરોગ્ય પ્રધાન એવા ના.મુખ્યપ્રધાન નીતિન પટેલની આબરૂ ખાટી કરતો કિસ્સો જિલ્લાની આરોગ્ય સેવાની કથળેલી સ્થિતિ પરથી સામે આવ્યો હતો. જેમાં જિલ્લાના મુખ્ય મથક મહેસાણા સિવિલ હોસ્પિટલ બાદ હવે ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં છત પરથી પોપડા જમીન પર પડી રહ્યા છે, તો બિલ્ડીંગનો કયો ભાગ ક્યારે ધરાશયી થાય તેનો પણ ભય અહીં આવતા દર્દીઓને છેલ્લા 2 વર્ષથી સતાવી રહ્યો છે. જોકે 2 દિવસ પહેલા બનેલી ઇમરજન્સી વિભાગની છત ધરાશાયી થવાની ઘટનાને પગલે તાલુકાના 45 ગામોના લોકોને સ્થાનિક કક્ષાએ આરોગ્ય સેવાથી વંચિત રહેવુ પડી રહ્યું છે.અહીં મહત્વનુ છે કે, વિકાસીલ ગુજરાતની વાતો કરતી સરકારમાં ખેરાલુ સરકારી હોસ્પિટલે વિકાસની પોલ ખુલ્લી પાડી છે. જેમાં વર્ષો જુના આ દવાખાના માટે માત્ર 70 લાખનો ખર્ચ રીપેરીંગ માટે ફાળવ્યો છે. પરંતુ રીપેરીંગ કામના નામે અહીં મીંડુ જોવા મળી રહ્યું છે, તો છત ધરાશયી થયા બાદ અહીં આવતા દર્દીઓને ખુલ્લી જગ્યામાં કે સ્ટાફ ક્વાર્ટરના 2જા માળે માત્ર OPDની સુવિધા આપવામાં આવી છે. જ્યાં શરમની વાત તો એ છે કે ખેરાલુ પંથકના કોઈ ઇમરજન્સી કેસ કે સગર્ભાની સારવાર માટે દર્દીઓને દૂર દૂરના શહેરોમાં રીફર કરવાનો વખત આવ્યો છે. ત્યારે સ્થાનિકોના કહેવા પ્રમાણે ખુદ આરોગ્ય પ્રધાનનો અને વડાપ્રધાનનો જિલ્લો હોવા છતાં ખેરાલુની સિવિલ હોસ્પિટલ માટે સરકારનું ઓરમાયુ વર્તન રહ્યુ છે, જેને પગલે આજે અહીં આવતા દર્દીઓને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વખત આવ્યો છે.સામાન્ય રીતે વિદેશોમાં આરોગ્ય સેવાને પહેલું પ્રધાન્ય આપવામાં આવતું હોય છે. ત્યાં ગુજરાતમાં ખુદ આરોગ્ય પ્રધાન નીતિન પટેલના જિલ્લાની જ સરકારી હોસ્પિટલો બીમારીમાં સપડાઈ છે. ત્યારે ખેરાલુની આ હોસ્પિટલને સારવાર આપી ક્યારે સ્વસ્થ કરવામાં આવે છે તે તો જોવું જ રહ્યું.....
Intro:મહેસાણા
ખેરાલુ સિવિલ હોસ્પિટલમાંની હાલત કફોડી બની
દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલ પોતે જ બીમારીમાં સપડાઈ
દર્દીની ચાલુ સારવારે છત પર થી પોપડા પડ્યા હતા
સદનસીબે જાનહાનિ ટળી હતી
તબીબોએ આરોગ્ય વિભાગના આદેશ થી ઇમરજન્સી સારવાર સહિતની સેવાઓ બંધ કરી
જર્જરિત ખેરાલુ સિવિલ હોસ્પિટલને પગલે દર્દીઓને હાલાકી
તબીબોએ દર્દીઓની પરેશાની જોતા કવોટરમાં OPD સેવા શરૂ કરી
કવોટરના બીજા માળે OPD શરૂ કરાયું
છેલ્લા બે દિવસ થી દર્દીઓ હોસ્પિટલની ખુલ્લી જગ્યામાં અને કવોટરમાં સારવાર લેવા મજબુર
ખેરાલુ સિવિલ આવતા તમામ ઇમરજન્સી કેશો વડનગર રીફર કરાય છે
હોસ્પિટલને રીનોવેટ કરવા 70 લાખની ફાળવણી છતાં કામ નથી કરાયું
વહેલી તકે ખેરાલુ સિવિલમાં પ્રાણ પુરાય તેવી સ્થાનિકોની માંગ
Body:

સ્વાસ્થ્ય ની બીમારી હોય તો દર્દીઓ દવાખાને જાય છે પરંતુ દવાખાનું જ બીમાર હાલતમાં હોય તો..? વાત છે આરોગ્ય મંત્રી નીતિન પટેલના જિલ્લામાં મહેસાણા સિવિલ હોસ્પિટલ બાદ ખેરાલુ સિવિલ હોસ્પિટલે પોતે જર્જરિત હોવાનું પોથ પાથર્યું છે ત્યારે છેલ્લા બે દિવસ થી સિવિલ હોસ્પિટલની દુર્દશા એ સારવાર માટે આવતા દર્દીઓની માટે આરોગ્ય વિભાગે હાથ અધ્ધર કરી દીધા છે

મહેસાણા જિલ્લાના આગેવાનોને સામાન્ય રીતે સરકારમાં સ્થાનું પ્રાપ્ત થયેલું છે અને જિલ્લાને વિકસિત દર્શાવાઇ રહ્યો છે ત્યારે આ જ જિલ્લા માંથી આવતા રાજ્યના આરોગ્ય પ્રધાન એવા ના.મુખ્ય મંત્રી નીતિન પટેલની આબરૂ ખાટી કરતો કિસ્સો જિલ્લાની આરોગ્ય સેવાની કથળેલી સ્થિતિ પર થી સામે આવ્યો છે જેમાં જિલ્લાના મુખ્ય મથક મહેસાણા સિવિલ હોસ્પિટલ બાદ હવે ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં છત પર થી પોપડા જમીન પર પડી રહ્યા છે તો બિલ્ડીંગનો કયો ભાગ ક્યારે ધરાશયી થાય તેનો પણ ભય અહીં આવતા દર્દીઓને છેલ્લા 2 વર્ષ થી સતાવી રહ્યો છે જોકે બે દિવસ પહેલા બનેલી ઇમરજન્સી વિભાગની છત ધરાશયી થવાની ઘટનાને પગલે તાલુકાના 45 ગામોના લોકોને સ્થાનિક કક્ષાએ આરોગ્ય સેવા થી વંચિત રહેવું પડી રહ્યું છે

બાઈટ 01 : વિજય દેસાઈ, સ્થાનિક

બાઈટ 02 : આરજૂ, સ્થાનિક

મહત્વનું છે કે વિકાસીલ ગુજરાતની વાતો કરતી સરકારમાં ખેરાલુ સરકારી હોસ્પિટલે વિકાસની પોળ ખુલ્લી પાડી છે જેમાં વર્ષો જુના આ દવાખાના માટે માત્ર 70 લાખનો ખર્ચ રીપેરીંગ માટે ફાળવ્યો છે પરંતુ રીપેરીંગ કામના નામે અહીં મીંડું જોવા મળી રહ્યું છે તો છત ધરાશયી થયા બાદ અહીં આવતા દર્દીઓને ખુલ્લી જગ્યામાં કે સ્ટાફ ક્વાર્ટરના બીજા માળે માત્ર OPDની સુવિધા આપવામાં આવી છે જ્યાં શરમની વાત તો એ છે કે ખેરાલુ પંથકના કોઈ ઇમરજન્સી કેશ કે સગર્ભાની સારવાર માટે દર્દીઓને દૂર દૂરના શહેરોમાં રીફર કરવાનો વારો આવ્યો છે ત્યારે સ્થાનિકોનું કહેવા પ્રમાણે ખુદ આરોગ્ય મંત્રી નો અને વડાપ્રધાન નો જિલ્લો હોવા છતાં ખેરાલુની સિવિલ હોસ્પિટલ માટે સરકારનું ઓરમાયું વર્તન રહ્યું છે જેને પગલે આજે અહીં આવતા દર્દીઓને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે

બાઈટ 03 : હિમા પટેલ, તબીબ, ખેરાલુ સિવિલ

Conclusion:વોક થ્રુ : રોનક

સામાન્ય રીતે વિદેશોમાં આરોગ્ય સેવાને પહેલું પ્રધાન્ય આપવામાં આવતું હોય છે ત્યાં ગુજરાતમાં ખુદ આરોગ્ય પ્રધાન નીતિન પટેલ ના જિલ્લાની જ સરકારી હોસ્પિટલો બીમારીમાં સપડાઈ છે ત્યારે ખેરાલુની આ હોસ્પિટલને સારવાર આપી ક્યારે સ્વસ્થ કરવામાં આવે છે તે તો જોવું જ રહ્યું.....

રોનક પંચાલ , ઇટીવી ભારત , મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.