ETV Bharat / state

દર્શનાર્થીનાં સ્વાંગમાં મંદિરોમાં ચોરી કરતા છારા ગેંગના સાગરીતો મહેસાણાથી ઝડપાયા

author img

By

Published : Jun 28, 2020, 12:38 PM IST

દર્શનાર્થીનાં સ્વાંગમાં મંદિરોમાં ચોરી કરતા છારા ગેંગના સાગરીતો મહેસાણાથી ઝડપાયા છે. LCBએ બે મહિલા અને તેના પતિ સહિત ચાર લોકોની ચોરી કરેલા આભૂષણો સહિત 1.84 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

etv bharat
etv bharat

મહેસાણા: વિજાપુરમાં કણજ અને અમદાવાદ ગ્રામ્ય સહિત 25 થી વધુ ચોરીની આરોપીઓએ કબૂલાત કરી છે. છારા ગેંગના સાગરીતો ગુજરાત બહારના રાજ્યોમાં પણ ચોરીનો આતંક મચાવી ચુક્યા છે.

મહેસાણા શહેર નજીક બાયપાસ હાઇવે પર ચાણસ્મા તરફ થી આવતી એક શંકાસ્પદ કાર મહેસાણા LCBની ટીમે રોકી હતી.કારની તપાસ કરતા કારમાં સવાર બે મહિલા અને તેમના પતિ મળી કુલ ચાર લોકો ચોરીનો સામાન વેચવા અમદાવાદ જતા હોવાની માહિતી સામે આવી હતી.જેને પગલે પોલીસે સ્થળ પરથી કાર અને ચોરીના મુદ્દામાલ સાથે ચારેય આરોપીઓને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મંદિરોમાં ચોરી કરતી છારા ગેંગના સાગરીતો મહેસાણા થી ઝડપાયા
મંદિરોમાં ચોરી કરતી છારા ગેંગના સાગરીતો મહેસાણા થી ઝડપાયા

પોલીસે ઝડપેલાં ચારેય આરોપીઓની તપાસ પૂછપરછ કરતા ઝડપાયેલા છારા ગેંગના ચાર સભ્યો ચંદ્રકાંત ઉર્ફે મુન્નો વિનોદ પરમાર અને તેની પત્ની ગિરા ચંદ્રકાન્ત પરમાર સાથે કમલેશ થાવરભાઈ રંગવાણી અને તેની પત્ની પૂનમ રંગવાણીએ મહેસાણા, વિજાપુર, કણજ અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારો સહિતના મંદિરોમાં 25 થી વધુ તસ્કરી કરી તરખાટ મચાવ્યો હોવાની કબૂલાત કરી છે.

આરોપીઓ મંદિરોમાં દર્શનાર્થીઓ સ્વાંગમાં પ્રવેશ કરી મંદિરમાં રહેલી સોના ચાંદી સહિતની કિંમતી ધાતુઓની બનેલી ચીજ વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ જતી હતી.આ ચોર ગેંગ છેલ્લા 20 વર્ષથી ટોળકી બનાવી અન્ય રાજ્યોમાં પણ પોતાની કરતુતોને અંજામ આપતા હતા.

છારા ગેંગના સાગરીતો મહેસાણાથી ઝડપાયા
છારા ગેંગના સાગરીતો મહેસાણાથી ઝડપાયા

પંજાબ, ચંડીગઢ, જયપુર, બિકાનેર, ભીલવાડા, આંધ્રપ્રદેશ, દિલ્લી, મહારાષ્ટ્ર જેવા શહેરોમાં તેમજ જેવલર્સની દુકાનોમાં નજર ચૂકવી ઘરેણાં ચોરી, બેન્ક માંથી પૈસાની ચિલઝડપ,નજર ચૂકવી ચોરી કરવી સહિતના 25 થી વધુ ગુનાહિત કૃત્યો આચરેલ હોવાનો ઇતિહાસ સામે આવ્યો છે.

મહેસાણા LCB પોલીસે છારા ગેંગના બે મહિલા સહિત ચારેય આરોપીઓને એક કાર અને 1.84 લાખના ચોરીના મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.