ETV Bharat / state

મહેસાણા SOGની ટીમે 14.8 કિલો ગાંજા સાથે 1ની ધરપકડ કરી

author img

By

Published : Jun 26, 2019, 9:53 AM IST

મહેસાણા SOGની ટીમે 14.8 કિલો ગાંજો સાથે 1ની ધરપકડ

મહેસાણાઃ જિલ્લાના વિસનગરમાંથી ગાંજો પકડાયો છે. પોલીસે મળેલી બાતમીના આધારે દરોડા પાડ્યા હતો. જેમાં એક વ્યક્તિ 14.8 કિલોના ગાંજા સાથે ઝડપાયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ઘરી છે.

વિસનગર તાલુકામાં આવેલ તરભ ગામની સીમમાં આવેલ ગોકળપરા વિસ્તારમાં ગાંજો પકડાયો છે. આ વિસ્તારમાંથી નશીલા પદાર્થનું સ્મગલિંગ કરાતું હોવાની બાતમીના આધારે મહેસાણા SOGની ટીમે દરોડા પાડ્યા હતા. જ્યાં સ્થળ પર થી 14.8 કિલો ગ્રામ નશીલા ગાંજાના જથ્થા સાથે વિહાજી ઠાકોર નામના સ્મગલરની અટકાયત કરાઇ હતી. ત્યારે તેની પાસેથી 1.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આ આરોપી ગાંજો ક્યાંથી લાવતો?અને ક્યા વેચતો? સહિત નશીલા વેપારની વધુ તપાસ હાથ ધરી હતી. આરોપી સામે વિસનગર તાલુકા પોલીસ મથકે NDPS એક્ટની કલમ 8સી,20બી 29 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા SOGની ટીમે 14.8 કિલો ગાંજો સાથે 1ની ધરપકડ
મહેસાણા જિલ્લા SOGની ટીમે 14.8 કિલો ગાંજો સાથે એક સ્મગલરની અટકાયત કરતા જિલ્લામાં સ્મગલિંગના કાળા કારોબારની ડામવાનો સફળ પ્રયાસ કર્યો છે

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલ તરભ ગામની સિમમાં આવેલ ગોકળપરા વિસ્તારમાં ગાંજા જેવા નશીલા પદાર્થનું સ્મગલિંગ કરાતું હોવાની બાતમી આધારે મહેસાણા SOGની ટીમે દરોડા પાડ્યા હતા જ્યાં સ્થળ પર થી 14.8 કિલો ગ્રામ નશીલા ગાંજાના જથ્થા સાથે વિહાજી ઠાકોર નામના સ્મગલરની અટકાયત કરી 1.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે આ આરોપી ગાંજો ક્યાં થી લાવતો અને ક્યા વેચતો સહિત ની આ નશીલા વેપારની વધુ તપાસ હાથ ધરતા આરોપી સામે વિસનગર તાલુકા પોલીસ મથકે NDPS એક્ટની કલમ  8સી,20બી 29 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે 

બાઈટ 01 : મંજીતા વણઝારા , dysp ,મહેસાણા

રોનક પંચાલ , ઇટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.