ETV Bharat / state

મહેસાણા નગરપાલિકામાં જીતનો અડ્ડો જમાવનારા ઉમેદવારોએ કેટલા કામો કર્યા અને કેટલા બાકી રહ્યાં?

author img

By

Published : Feb 28, 2021, 10:47 PM IST

mehsana
mehsana

મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં સતત બે ટર્મથી ચૂંટાઈ આવીને ઉમેદવારી કરનારા ઉમેદવારોની ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત થતા તેમના છેલ્લા 10 વર્ષના લેખાજોખા સામે આવ્યા છે.

  • મહેસાણા વોર્ડ નંબર 9માં જનક બ્રહ્મભટ્ટ સતત બે વાર કોર્પોરેટર રહ્યાં
  • વોર્ડ 9માં 5થી 6 કરોડના રોડ બનાવ્યા છે
  • 1.5 કરોડનું સ્વીકસેન્ટર બનાવ્યું
  • 60 લાખના ખરચે એક નવીન બાગ બનાવ્યો છે
  • છેલ્લા 10 વર્ષમાં 12થી 13 કરોડની ગ્રાન્ટ આ વોર્ડમાં વપરાઈ છે
  • ફિજીયોથેરાપી સેન્ટર અને બી ડિવિઝન પોલીસ મથક બનાવવાનું બાકી છે
  • 8 કરોડનું હેલ્થ સેન્ટર બનવવાનું બાકી છે
  • મહેસાણા વોર્ડ નંબર 11માં કનુ પટેલ (ઘડિયાળી) સતત 2 ટર્મથી કોર્પોરેટર બન્યા છે
  • સલ્મ વિસ્તારમાં 60 કરોડનો પાણીનો સંપ બનાવ્યો
  • 9.5 કરોડના ખર્ચે ખારી નદી પર પુલ બનાવ્યો
  • 10 વર્ષમાં 90 કરોડના કામો કર્યા થયા છે
  • આંગણવાડી અને પોલીસ મથક બનાવવાનું બાકી છે
  • પાણીની સમસ્યા વાળા વિસ્તારમાં યોગ્ય નિરાકરણ લાવવાનું બાકી છે
  • મહેસાણાના છેલ્લા બે વર્ષથી નગરસેવક બનનારાના લેખાજોખા

મહેસાણા: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં સતત બે ટર્મથી ચૂંટાઈ આવીને ઉમેદવારી કરનારા ઉમેદવારોની ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત થતા તેમના છેલ્લા 10 વર્ષના લેખાજોખા સામે આવ્યા છે. જેમાં કરોડોની ગ્રાન્ટની વપરાશ થતા ક્યાંક સેવાથી સુખાકારી બની રહી છે તો ક્યાંક હજુ સમસ્યાનો નિકાલ કે વિકાસ પ્રગતિની રાહ જોઈ રહ્યાં છે.

મહેસાણા નગરપાલિકા

વોર્ડ નંબર 9માંથી 10 વર્ષ નગરસેવક બનનારા જનકભાઈના શાસનના શું છે લેખાજોખા?

મહેસાણા નગરપાલિકામાં આવેલા વોર્ડ નંબર 9ને ભાજપનો ગઢ માનવામાં આવે છે, જ્યાં છેલ્લા 10 વર્ષથી જનક બ્રહ્મભટ્ટ ચૂંટાઈ આવતા અહીં વિકાસના અનેક કામો માટે તેમના શિરે જસ ખાટવામાં આવ્યો છે. અહીં તેમના અને તેમની પેનલના પ્રયત્નોથી 1.5 કરોડના ખર્ચે સ્વીકસેન્ટર નિર્માણ પામ્યું છે તો અહીં 60 લાખના ખર્ચે એક નવીન બાગ પણ બનવવામાં આવ્યો છે. આમ વિવિધ વિકાસના કામો થકી છેલ્લા 10 વર્ષમાં 12થી 13 કરોડની ગ્રાન્ટ આ વોર્ડમાં વપરાઈ છે તો આજે પણ આ વોર્ડમાં ફિજીયોથેરાપી સેન્ટર અને બી ડિવિઝન પોલીસ મથક બનાવવાનું કામ બાકી રહ્યું છે. જેને આગામી દિવસોમાં પૂર્ણ થાવની આશા રહેલી છે સાથે જ 8 કરોડનું હેલ્થ સેન્ટર બનવવાનું કામ અહીં બાકી રહ્યું છે.

વોર્ડ નંબર 9માંથી 10 વર્ષ નગરસેવક બનનારા કનુભાઈના શાસનના શું છે લેખાજોખા?

મહેસાણા શહેરમાં સૌથી વધુ વિકાસની દ્રષ્ટિએ સરકારની સહાય મેળવતા વિસ્તારમાંનો એક વિસ્તાર વોર્ડ નંબર 11 છે. જેમાં કનુ પટેલ (ઘડિયાળી) સતત 2 ટર્મથી કોર્પોરેટર બન્યા છે. આ વોર્ડમાં આવેલા સલ્મ વિસ્તારમાં 60 કરોડના ખર્ચે પાણીનો સંપ બનાવવામાં આવ્યો છે. જેનો લાભ ભવિષ્યમાં પણ આ વિસ્તારના લોકોને મળનાર છે તો આ વિસ્તરમાં 9.5 કરોડના ખર્ચે ખારી નદી પર પુલ બનાવવામાં આવ્યો છે સાથે જ ગાંધીનગર લિંક રોડ પર સિંગલપુલને ડબલ કરવામાં આવ્યો છે. આમ આ 10 વર્ષમાં 90 કરોડના કામો કરવામાં આવ્યા છે. છતાં આજે પણ આ વિસ્તરમાં આંગણવાડી અને પોલીસ મથક બનાવવાનું કામ બાકી રહ્યું છે સાથે જ પાણીની સમસ્યા વાળા વિસ્તારમાં યોગ્ય નિરાકરણ લાવવાનું કાર્ય બાકી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.