ETV Bharat / state

વિસનગરમાં બનાવાયા હર્બલ માસ્ક, દાદીમાંનું વૈદુ કોરોના સામે આપશે લડત

author img

By

Published : May 18, 2020, 4:31 PM IST

Herbal masks made in Visnagar
વિસનગરમાં બનાવાયા હર્બલ માસ્ક

હાલમાં સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના વાયરસનો કહેર વ્યાપેલો છે. ત્યારે સલામતીના અનેક પ્રયાસ સાથે વિસનગરમાં ખાનગી સંસ્થા દ્વારા ઔષધીઓ થકી સ્વાસ્થયના રક્ષણ માટે આયુર્વેદિક માસ્કનું નિર્માણ કરાયું છે.

મહેસાણા : વિશ્વિક મહામારી કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે મહેસાણા જિલ્લામાં પણ ગણા ખરા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જો કે, કોરોનાથી બચવા સામાન્ય રીતે લોકો માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ માસ્કના માત્ર માસ્ક રહે પરંતુ તે ખરા અર્થમાં રોગપ્રતિકારક સાબિત થાય માટે વિસનગરની એક ખાનગી સંસ્થા દ્વારા દાદીમાનું વૈદુ પદ્ધતિથી જેમ બાળકોને તાવ, શરદી, ઉધરસ સહિતની બીમારીથી રક્ષતિ કરવા ઔષધિઓ ભરેલી પોટલી ગળામાં લટકાવતી હતી. તેમ આયુર્વેદિક માસ્કનું નિર્માણ કર્યું છે.

વિસનગરમાં બનાવાયા હર્બલ માસ્ક, દાદીમાંનું વૈદુ કોરોના સામે આપશે લડત

જેમાં માસ્કની બિલકુલ મધ્યમાં એક નાનું પોકેટ બનાવી તેમાં લવિંગ, એલચી, અજમો, તજ અને કપૂર જેવી ઘરગથ્થુ ઉપચાર કરતી ઔષધીઓને શ્વાસોશ્વાસમાં તેની સુગંધ પ્રસરે તે રીતે ભરી અનોખું આયુર્વેદિક માસ્ક તૈયાર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આ સંસ્થા દ્વારા આ માસ્ક પણ બજારમાં મળતા સામાન્ય માસ્કની જેમ નજીવા ખર્ચે જ લોકોને પરવડે તે રીતે વિતરણ કરવામાં આવનાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.