ETV Bharat / state

ધૂળેટીમાં વિસનગરના ખાસડા યુદ્ધની અનોખી પરંપરા

author img

By

Published : Mar 10, 2020, 3:17 PM IST

Updated : Mar 10, 2020, 4:11 PM IST

dhulet
ધૂળેટી

વિસનગરમાં ચાલી આવતી વર્ષો જૂની પરંપરા આજે પણ અહીં જોવા મળી રહી છે. એક યુધ્ધના સ્વરૂપમાં જ્યાં ખેલાય છે, જૂતા મારવાનો જંગ અને મનાવાય છે ધૂળેટીનો અનોખો રંગોનો પર્વ ખાસડાયુદ્ધથી...


મહેસાણા : હોળી ધૂળેટી રંગોનો પર્વ જે નાત જાત અને ધર્મના ભેદભાવ ભુલાવી ઉજવાય છે. ગુજરાતમાં ત્યારે વિવિધતામાં એકતાનો સમન્વય જોવા મળી રહ્યો છે. વિસનગરમાં યોજાતી અંદાજે 200 વર્ષો જૂની પરંપરામાં

ધૂળેટીમાં વિસનગરના ખાસડાયુદ્ધની અનોખી પરંપરા

અહીં નાના બાળકોથી લઇ યુવાનો અને કેટલાક વડીલો પણ પોતાની મસ્તીમાં આવી આજે ધુળેટીના પર્વ પર ઉજવાતા ખાસડાયુધ્ધમાં ભાગ લે છે. વિસનગરના મંડી બજારની ગલીઓમાં જોવા મળતા આ યુવાનોને જોઈ તમને લાગશે કે, જાણે અહી કોઈ મોટી બબાલ સર્જાઈ છે. પણ ના આ છે અહીના લોકોની મસ્તી ભરી ખુશાલીની પરંપરા... ધૂળેટી આવતા જ અહી ચબુતરા પાસે ભેગા કરાય છે. જુના જૂત્તા અને સડેલા શાકભાજી પછી બે જૂથ બનાવી લોકો પરંપરાગત રીતે સામ સામે જૂત્તા કે સડેલા બગડેલા શાકભાજી ફેંકી એક બીજાના ટોળાને માર મારતા સામે પક્ષને પાછો પાડવા દોડે છે. જયારે કોઈને વાગે છે જૂતું તો તેનું આખું વર્ષ સારું જાય છે. એવી છે અહીની અનોખી લોકમાન્યતા.

જો કે, સામ સામે છુટ્ટી મારામારીની આ રમત અને પરંપરામાં લોકોની એકતાની અખંડતાને આજ દિન સુધી જાળવી રાખવામાં આવી છે. અહી ક્યારેય આ રમતને લઇ કોઈ વાદ વિવાદ કે ઝધડા થયા નથી. અહી વડીલોની આ પરંપરાની ગાથા અને લોક માન્યતાને અનુસરી યુવાનો પણ આ રમતને પ્રોત્સાહન આપી પોતે ખરેખર જૂત્તા ખાવા દોડી આવે છે. અહી આ ટોળામાં દેખાતા અનેક યુવાનો પોતાનું વિશેષ વ્યક્તિત્વ ધરાવતા હોવા છતા આજે એક મસ્તીના પર્વની મજા માણી લે છે.

ખાસડાયુદ્ધની આ રમતને જોવા લોકો અહી દુર દુરથી આવે છે. જેમાં બાળકો મહિલાઓ દેખાતા આ જોખમ વચ્ચે પણ ભય મુક્ત રહી આ પરંપરાને નિહાળે છે. મહિલાઓ બાળકોને આ ટોળા દ્વારા કોઈ પણ પ્રકારેનું નુકસાન નથી પહોંચાડતું તો જાણે અજાણે કઈ છુટ્ટું વાગી જાય તો એનો પણ દર્શકો આનંદ લઇ ખુશી અનુભવે છે. આમ અનોખી પરંપરાની વિસનગરમાં વર્ષો થી કરાય છે યુધ્ધના સ્વરૂપે ઉજવણી.

Last Updated :Mar 10, 2020, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.