ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત

author img

By

Published : Mar 3, 2021, 3:31 PM IST

ચૂંટણીમાં ભાજપની જીત
ચૂંટણીમાં ભાજપની જીત

2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે જિલ્લાની મુખ્ય એવી સરકારી સંસ્થા જિલ્લા પંચાયત પર પોતાના 38 ઉમેદવારો વિજેતા બનતા બહુમતી સાથે શાસન પર આવવાના સંજોગો બનાવી લીધા છે. ત્યારે PMના વતનમાં આમ આદમી પાર્ટીનો પગ પેસારો થયો છે તેમજ ઊંઝાનું રાજકારણ ભાજપ સામે મજબૂત વિપક્ષ લાવ્યું છે.

  • વડાપ્રધાન મોદીના વતનમાં આમ આદમી પાર્ટીનો પગ પેસારો
  • તાલુકા પંચાયતની મળી કુલ બે બેઠકો આપના હાથમાં ગઈ
  • ઊંઝાનું રાજકારણ ભાજપ સામે મજબૂત વિપક્ષ લાવ્યું

મહેસાણા: 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે જિલ્લાની મુખ્ય એવી સરકારી સંસ્થા જિલ્લા પંચાયત પર પોતાના 38 ઉમેદવારો વિજેતા બનતા બહુમતી સાથે શાસન પર આવવાના સંજોગો બનાવી લીધા છે. મતગણતરી થતા મહેસાણા જિલ્લા પંચાયતમાં 42 પૈકી કોંગ્રેસની માંડ 04 બેઠકો આવી છે તો ભાજપે 38 બેઠકો પર કબ્જો જમાવ્યો છે, ત્યારે આગામી દિવસમાં જિલ્લા પંચાયતમાં ભાજપપક્ષના ઉમેદવાર રહેલા નાની કડી , કૈયલ અને કાંસા એન.એ. બેઠક પરના વિજેતાના માથે પ્રમુખનો તાજ શોભાયમાન કરવામાં આવશે. ત્યારે હવે પ્રજાને વિકાસની વાતો કરતી મહેસાણા જિલ્લા પંચાયત ભાજપના બહુમતી વાળા શાસનમાં જિલ્લાનો કેટલો વિકાસ કરે છે તે જોવું રહેશે..!

જિલ્લા પંચાયત બેઠકોનું પરિણામ નીચે મુજબ

  • કુલ બેઠકો : 42
  • ચૂંટણી : 41
  • ભાજપ : 38 ( 1 બિનહરીફ)
  • કોંગ્રેસ : 4
  • અપક્ષ : 00

જિલ્લામાં 4 નગરપાલિકાની 152 પૈકી 122 બેઠકો ભાજપના ફાળે ગઈ

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહેસાણા, ઊંઝા, વિસનગર અને કડી નગરપાલિકા માટે પણ મતદાન વાળ મતગણતરી કરવામાં આવી હતી ત્યારે પરિણામ જાહેર થતા હવે મહેસાણા જિલ્લામાં આવેલ વિસનગર, મહેસાણા, કડી અને ઊંઝા નગરપાલિકા પર ભગવો લહેરાશે જોકે કડી નગરપાલિકા તો ચૂંટણી મતદાન પહેલા જ 36 પૈકી 26 બેઠકો બિનહરીફ વિજેતા બનતા ગુજરાતની આ વખતેની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની પહેલી નગરપાલિકા નક્કી થઈ હતી. આમ કુલ 35 ભાજપ અને 1 બેઠક કોંગ્રેસને મળતા બહુમતી ભાજપની જોવા મળી છે, તો નગરપાલિકાની ચૂંટણી નો ખરો રંગ તો ઊંઝા નગરપાલિકામાં જોવા મળ્યો હતો.

ઊંઝા નગરપાલિકા પર ભાજપ રાજ

  • કુલ બેઠક : 34
  • ચૂંટણી : 34
  • ભાજપ : 19 (2 બિનહરીફ)
  • અપક્ષ : 17 (કામદાર પેનલ)
  • કોંગ્રેસ : 00

વિસનગર નગરપાલિકા પર ભાજપ રાજ

  • કુલ બેઠક : 36
  • ચૂંટણી : 36
  • ભાજપ : 31
  • કોંગ્રેસ : 05
  • અપક્ષ : 00

કડી નગરપાલિકા પર ભાજપનો ભગવો

  • કુલ બેઠક : 36
  • ભાજપ : 35 (26 બિનહરીફ)
  • કોંગ્રેસ : 01
  • અપક્ષ : 00

મહેસાણા નગરપાલિકા પર ભાજપ રાજ

  • કુલ બેઠક : 44
  • ભાજપ : 37
  • કોંગ્રેસ : 07
  • અપક્ષ : 00

મહેસાણા જિલ્લાની 10 તાલુકા પંચાયતોના પરિણામ જાહેર થતા કુલ 216 બેઠકો પૈકી 09 બેઠકો બિનહરીફ થતા 206 બેઠકો માટે મતદાનનું આયોજન કરાયું હતું. જોકે મતદાનના દિવસે.ખેરાલુ તાલુકા પંચાયતની ડાલીસણા બેઠક પર એક મતદારો નારાજ હોઈ એક વ્યક્તિએ મતદાન ન કરતા ત્યાં મતદાન નહોતું નોંધાયું, માટે મતગણતરી દરમિયાન 205 બેઠકો પર પરિણામ જાહેર કરાયુ છે. જેમાં ભાજપના ફાળે કુલ 145 (8 બિનહરીફ) તો કોંગ્રેસને કુલ 64 (1બિનહરીફ) બેઠકો મળી છે, જ્યારે અપક્ષને 04 બેઠકો મળી છે સાથે જ અન્ય એટલે કે આમ આદમી પાર્ટીએ જિલ્લામાં વડાપ્રધાન મોદીના વતનમાં પગપેસારો કરી વડનગર તાલુકા પંચાયતની મોલિપુર અને વિસનગર તાલુકા પંચાયતની કાંસા બેઠક મળી કુલ 02 બેહકો હાંસલ કરી છે.

10 તાલુકા પંચાયતોના પરિણામ નીચે મુજબ

જોટાણા તાલુકા પંચાયત

  • કુલ બેઠક : 16
  • ચૂંટણી : 16
  • ભાજપ : 10
  • કોંગ્રેસ : 06

કડી તાલુકા પંચાયત

  • કુલ બેઠક :30
  • ચૂંટણી :28
  • ભાજપ: 21 (2 બિનહરીફ)
  • કોંગ્રેસ :09

ખેરાલુ તાલુકા પંચાયત

  • કુલ બેઠક : 18
  • ચૂંટણી :16
  • ભાજપ : 09
  • કોંગ્રેસ : 7 (1 બિનહરીફ)
  • મતદાન નથી થયેલ : 01

બેચરાજી તાલુકા પંચાયત

  • કુલ બેઠક :16
  • ચૂંટણી : 13
  • ભાજપ : 14 (3 બિનહરીફ)
  • કોંગ્રેસ :02

મહેસાણા તાલુકા પંચાયત

  • કુલ બેઠક : 32
  • ચૂંટણી : 32
  • ભાજપ : 23
  • કોંગ્રેસ: 09

ઊંઝા તાલુકા પંચાયત

  • કુલ બેઠક :18
  • ચૂંટણી : 18
  • ભાજપ : 12
  • કોંગ્રેસ : 05
  • અપક્ષ : 01

વડનગર તાલુકા પંચાયત

  • કુલ બેઠક : 18
  • ચૂંટણી :18
  • ભાજપ : 13
  • કોંગ્રેસ : 04
  • આપ : 01

સતલાસણા તાલુકા પંચાયત

  • કુલ બેઠક : 16
  • ચૂંટણી: 16
  • ભાજપ :07
  • કોંગ્રેસ : 08
  • અપક્ષ : 01

વિજાપુર તાલુકા પંચાયત

  • કુલ બેઠક : 28
  • ચૂંટણી : 27
  • ભાજપ : 19 (1બિનહરીફ)
  • કોંગ્રેસ : 08
  • અપક્ષ : 1

વિસનગર તાલુકા પંચાયત

  • કુલ બેઠક : 24
  • ચૂંટણી : 22
  • ભાજપ : 17 (2 બિનહરીફ)
  • કોંગ્રેસ : 06
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.