ETV Bharat / state

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં બીજી સરકારી લેબોરેટરી કાર્યરત કરાઈ, RTPCR ટેસ્ટિંગ થશે

author img

By

Published : May 26, 2021, 3:28 PM IST

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં બીજી સરકારી લેબોરેટરી કાર્યરત કરાઈ, RTPCR ટેસ્ટિંગ થશે
મહેસાણા સિવિલ હોસ્પિટલમાં બીજી સરકારી લેબોરેટરી કાર્યરત કરાઈ, RTPCR ટેસ્ટિંગ થશે

કોરોના મહામારીના નિયંત્રણમાં ટેસ્ટિંગની મોટી ભૂમિકા છે કારણ કે ટેસ્ટિંગ થકી જ જાણ થઇ શકે છે કે સંક્રમણ છે કે નહીં. ત્યારે લોકો કોરોનાના ટેસ્ટિંગ કરાવવા માટે કતારોમાં લાગેલાં જોવા મળતાં હોય છે. આવી કતારો મહેસાણા જિલ્લામાં ઓછી થશે કારણ કે મહેસાણા સિવિલ હોસ્પટિલમાં બીજી સરકારી ટેસ્ટિંગ લેબ શરુ થઈ ગઇ છે.

મહેસાણા જિલ્લામાં બીજી સરકારી લેબોરેટરી કાર્યરત કરાઈ

મહેસાણા સિવિલમાં રોજના 150થી 200 RTPCR ટેસ્ટિંગ

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં RTPCR ટેસ્ટિંગ શરૂ કરાયું

અદ્યતન મશીનરી સાથે 400 જેટલા ટેસ્ટિંગ કરવાની ક્ષમતા

જોટાણા, બેચરાજી, કડી અને મહેસાણા મળી કુલ 4 તાલુકાના રિપોર્ટ અહીં કરાશે

મહેસાણાઃ મહેસાણા જિલ્લામાં કોરોના મહામારી સમયે સરકારી હોસ્પિટલો દર્દીઓ અને તેમના સ્નેહીજનો માટે આશીર્વાદરૂપ સેવા આપી રહી છે. ત્યારે જિલ્લામાં વડનગર GMERS સરકારી હોસ્પિટલ બાદ મહેસાણા જિલ્લા મુખ્ય મથકે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની બીમારીમાં સારવાર માટે જરૂરી RTPCR સહિતના લેબોરેટરી ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં ગેંગરીનના કેસમાં વધારો, 15 દિવસમાં 10 દર્દીઓના પગ કાપવા પડ્યા

400 સેમ્પલના ટેસ્ટિંગ થઈ શકશે

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં રાજકોટ સહિતની જગ્યાએથી અદ્યતન લેબોરેટરી મશીનરી લાવી સરકાર દ્વારા સુપ્રત કરવામાં આવતા હાલમાં 400 સેમ્પલના ટેસ્ટિંગ માત્ર મહેસાણા સિવિલમાં થઈ શકે તેવી ક્ષમતા સાથેની વ્યવસ્થા કરાઈ છે. અહીં રોજના 150થી 200 કોરોના માટે RTPCR સેમ્પલના ટેસ્ટિંગ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.

આ પણ વાંચોઃ કોરોનામાં યોગ્ય સારવાર ન મળતા માતાનું મૃત્યુ, દીકરાએ કર્યું હતું PM કેર ફંડમાં 2.51 લાખ રૂપિયાનું દાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.