ETV Bharat / state

મહીસાગર જિલ્લાના સરહદી વિસ્તારમાં કોરોના રસીકરણનો પ્રારંભ

author img

By

Published : Jan 23, 2021, 1:33 PM IST

ds
dd

મહીસાગર જિલ્લાના અંતરીયાળ સરહદી વિસ્તારમાં સરસવા બ્લોક હેલ્થ ઓફીસ પર પણ કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 74 જેટલા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સનું કોરોના સામે રક્ષણ આપતી કોવિશિલ્ડ રસીનું રસીકરણ કરવામાં આવ્યુ હતું.

  • મહીસાગર જિલ્લાના અંતરીયાળ સરહદી વિસ્તારમાં રસીકરણ
  • સરસવા આરોગ્ય કેન્દ્ર ખાતે 74 ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને રસીકરણ
  • જિલ્લામાં અન્ય 3 જગ્યાએ 242 ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને રસીકરણ

મહીસાગરઃ ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલા મહીસાગર જિલ્લાના અંતરીયાળ સરહદી વિસ્તારમાં સરસવા બ્લોક હેલ્થ ઓફીસ પર પણ કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 74 જેટલા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સનું કોરોના સામે રક્ષણ આપતી કોવિશિલ્ડ રસીનું રસીકરણ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત જિલ્લામાં અન્ય 3 જગ્યાએ પણ 242 ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી.

મહીસાગર જિલ્લાના સરહદી વિસ્તારમાં કોરોના રસીકરણનો પ્રારંભ

કોરોના સામે રક્ષણ આપતી કોવિશિલ્ડ રસીનું પ્રથમ તબક્કાનું રસીકરણ પૂર્ણ થયા બાદ જિલ્લામાં બીજા તબક્કાનું કોરોના રસીકરણ અભિયાન મંગળવારથી શરૂ થયું ગયું છે. ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર આવેલા મહીસાગર જિલ્લાના અંતરીયાળ સરહદી વિસ્તારમાં રહેતા નાગરિકોમાં કોરોના રસી વિશે જાગૃતતા આવે તે માટે શુક્રવારે સરસવા આરોગ્ય કેન્દ્ર પર રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. સરસવા આરોગ્ય કેન્દ્ર ખાતે 74 ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને કોરોના સામે રક્ષણ આપતી કોરોના વેકસીનનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

તેમજ જિલ્લામાં લુણાવાડામાં 42, બાકોરમાં 100 અને બાલાસિનોરમાં 100 થઈ જિલ્લામાં આજે કુલ 242 ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને રસીકરણ કરવામાં આવશે. આમ જિલ્લામાં આજે કુલ 316 કોરોના વોરિયર્સનું કોરોના સામે રક્ષણ આપતી રસીનું રસીકરણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.



ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.