ETV Bharat / state

સખી વન સ્ટોંપ સેન્ટર મહિલા માટે બન્યું આશીર્વાદ રૂપ

author img

By

Published : Feb 23, 2021, 7:56 PM IST

મહીસાગર
મહીસાગર

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં વન સ્ટોપ સેન્ટર-સખી યોજના અમલમાં મૂકવામાં આવી છે. સખી વન સ્ટોપ સેન્ટરમાં મહિલાઓ સાથે કોઇપણ હિંસાના કિસ્સામાં તબીબી, કાયદાકીય, મનોવૈજ્ઞાનિક પરામર્શ જેવી વિવિધ સેવાઓ આ સેન્ટેર પરથી મળી રહે છે.

  • સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પ્રેમ, હૂંફ અને લાગણીભર્યા વાતાવરણનું નિર્માણ
  • બાળ વિકાસ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં વન સ્ટોપ સેન્ટર-સખી યોજના
  • મહિલાઓની તમામ સમસ્યા ઓના સમાધાન માટે સખી વન સ્ટોપ સેન્ટ

મહીસાગરઃ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં વન સ્ટોપ સેન્ટર-સખી યોજના અમલમાં મૂકવામાં આવી છે. સખી વન સ્ટોપ સેન્ટરમાં મહિલાઓ સાથે કોઇપણ હિંસાના કિસ્સામાં તબીબી, કાયદાકીય, મનોવૈજ્ઞાનિક પરામર્શ જેવી વિવિધ સેવાઓ આ સેન્ટેર પરથી મળી રહે છે. હિંસાથી પીડિત મહિલાઓની તમામ સમસ્યાઓના સમાધાન માટે એક માત્ર સ્થળ હોય તો સખી વન સ્ટોપ સેન્ટેર છે. જયાં મહિલાઓને આપાતકાલીન સેવા, કાયદાકીય સહાય, પોલીસ સહાય, તબીબી સહાય, સામાજિક સમસ્યામઓમાં પરામર્શ-માર્ગદર્શન, હંગામી ધોરણે આશ્રમ જેવી સહાય કરવામાં આવે છે.

સખી વન સ્ટોપ સેન્ટર પર કાઉન્સેલિંગ શરૂ

સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આ મુકવામાં આવેલા અજાણી માનસિક અસ્વસ્થ મહિલાનું કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું હતુ. કાઉન્સેલિંગ દરમિયાન આ મળી આવેલા અજાણી મહિલાએ તેનું નામ લીલાબેન જણાવ્યું હતુ. આમ બીજા દિવસે આ મહિલા પાસેથી જરૂરી વિગતો મળે તે હેતુથી સખી વન સ્ટોનપ સેન્ટર દ્વારા પ્રેમ, હૂંફ અને લાગણીભર્યા વાતાવરણનું નિર્માણ કરી તેણીને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુ‍ઓ સવાર-સાંજ ચા-નાસ્તોપ અને બે ટાઇમ જમવાનું આપવાની સાથે મેડિકલ સારવાર તેમજ તેણીનું કોરોના ટેસ્ટ અને પ્રેગનન્સી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમનો રિપોર્ટ નેગેટિંવ આવ્યો હતો.

સખી વન સ્ટોસપ સેન્ટર બન્યું સખી

પરિવારથી વિખૂટી પડેલી માનસિક અસ્વસ્થ બન્ને મહિલા માટે સખી વન સ્ટોપ સેન્ટર હેલ્પ લાઇન બન્યું હતુ. સાથે સાથે લુણાવાડા પોલીસ વિસ્તારમાંથી અજાણી માનસિક અસ્વસ્થ મહિલાને સખી વન સ્ટોટપ સેન્ટામાં મુકવામાં આવી હતી. તેમની પણ કાઉન્સેલિંગ કરી તમામ વિગતો મેળવી હતી તથા તેમનું નામ સુમિત્રાબેન હતું તેમનો પણ કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. આમ આ અજાણી માનસિક અસ્વસ્થ મહિલાનું અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટમાં રીફર કરવામાં આવ્યા હતા. આમ, માનસિક અસ્વસ્થતાના કારણે પરિવારથી વિખૂટી પડેલી બન્ને મહિલા માટે સાચા અર્થમાં સખી વન સ્ટોસપ સેન્ટર સખી બન્યુ હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.