મહિસાગર જિલ્લામાં ફરી વાઘ જોવા મળ્યો, લોકોમાં ફફડાટ

author img

By

Published : Aug 31, 2022, 10:44 PM IST

જિલ્લામાં ફરી વાઘ જોવા મળ્યો, લોકોમાં ફફડાટ

મહીસાગરમાં ફરી વાઘ હોવાના સમાચાર એક વાયરલ વિડિઓ સામે આવતા ગ્રામ જનોમાં ફફડાટ જોવા મળ્યો છે. જિલ્લામાં પશુઓના મારણથી પશુઓ પાર વાઘના દાંતના નિશાન મળી આવવાથી લોકોમાં ડર વધ્યો છે. આ વીડિયોની ઈ ટીવી ભારત કોઈ પુષ્ટિ કોઈ નથી. Tiger fear in Mahisagar People Mahisagar Tiger Social Media Video Viral Tiger teeth mark on Stray Cattle Prey

મહીસાગર જિલ્લામાં ફરી વાઘ હોવાના સમાચાર વાયરલ વિડીયોને (Mahisagar Tiger Social Media Video Viral) પગલે હાલ તો વન વિભાગ દ્વારા વાઘ હોવાના પુરાવા શોધવામાં લાગેલા જ્યાં જ્યાં વાઘ દ્વારા પશુનું મારણ(Tiger Prey Stray Cattle in Mahisagar) કરવામાં આવ્યું છે. તે પશુ પર દાંતના નિશાન (Tiger teeth mark on Stray Cattle Prey) સહિત વિસ્તારમાંથી પગના નિશાન અંગે વાઘ હોવાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

નીલગાય અને બકરાનું મારણ કર્યું મહીસાગર જિલ્લામાં ફરી એક વાર વાઘ હોવાના સમાચાર સોશિયલ મીડિયા થકી સામે આવ્યા છે. જોકે, ઇટીવી ભારત આ વાયરલ વિડીયો અંગે કોઈ પણ પુષ્ટિ કરતું નથી. જિલ્લાના ખાનપુરના જેઠોલા ગામે (Khanpur Jetola Village in Mahisagar) બકરાનું મારણ કર્યા બાદ એક બાદ એક વાઘ દ્વારા પશુઓના મારણ (Tiger Prey Stray Cattle in Mahisagar) કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી ગામની આસ પાસના જંગલમાં વાઘ હોવાનું ગામ લોકો દાવો કરી રહ્યા છે. ગામ લોકોને વાઘએ દેખાઈ પણ દીધો છે. ગતરાત્રીએ ફરી બકરા અને નીલગાયનું મારણ કરી ઘરની બહાર બાંધવામાં આવેલા બકરાનું પણ મારણ કર્યું હોવાનું હાલ ગામ લોકો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો રહેણાંક વિસ્તારમાં જોવા મળ્યો વાઘ, સીસીટીવી કેમેરામાં થયો કેદ

મારણને લઇ સ્થાનિકોની ઊંઘ હરામ બીજી તરફ એક બાદ એક પશુઓના મારણને લઇ સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. રાત પડે ને જાણે દિવસ જેવો માહોલ આ વિસ્તાર જોવા મળી રહ્યો છે. ગામ લોકોને વાઘએ દેખો દીધા બાદ ભય પણ ફેલાયો છે. પરિવાર બાળકો અને પશુઓની ચિંતા ગામ લોકોને છેલ્લા 15 દિવસથી સતાવી રહી છે ત્યારે ગ્રામજનો દ્વારા સમગ્ર બાબત વન વિભાગને જાણ કરી છે. વન વિભાગ દ્વારા વાઘની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ ખાનપુર વન વિભાગ દ્વારા જંગલ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું હાલ જણાવવામાં આવી રહ્યું છે.

સ્પષ્ટ વાઘ ફોટા જોકે, હાલમાં અહીં વાઘ હોવાનું પણ નકારી ન શકાય. તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જિલ્લાના મુખ્ય વન અધિકારી (Mahisagar Chief Forest Officer ) એન.વી.ચૌધરી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. અગાઉ પણ વાઘ હોવાની ગ્રામજનોએ વાત વહેતી કરી હતી. સ્પષ્ટ વાઘ ફોટા પાડીને પણ વન વિભાગને આપવામાં આવ્યા હતા, પરંતુ વન વિભાગ દ્વારા દીપડો હોવાનું રટણ કરવામાં આવી રહ્યું હતું. એવા સમયમાં લુણાવાડા તાલુકાના કંતારના જંગલમાંથી (Lunawada taluka Kantar forest) વાઘનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે મહીસાગર જિલ્લામાં ફરી વાઘ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે ફરી આવી બેદરકારી છતી ન થાય તે હેતુથી વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરી જતન કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી રહી છે.

આ પણ વાંચો VIDEO : વાઘે કર્યો હાઈવે બંધ, અને થયું જોવા જેવું...

વનવિભાગની ગંભીર બેદરકારી મહીસાગરમાં 2 વર્ષ અગાઉ લુણાવાડાના જંગલ વિસ્તારમાં વાઘ (Tiger in Lunawada Forest Area) જોવા મળ્યો હતો. તે સમયે પણ વનવિભાગે પુષ્ટિ પણ કરી ન હતી. વન વિભાગની ગંભીર બેદરકારીના (Negligence of Forest Department) કારણે અંતે તે વાઘનું મૃત્યું પણ નીપજ્યું હતું. પરંતુ સ્થાનિક લોકો દ્વારા વાઘ પરિવાર સાથે રહેતો હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. ત્યારે તાત્કાલિક ધોરણે જંગલમાં નાઈટ વિઝન કેમેરા (Night vision camera in forest) મૂકી સચોટ તપાસ કરવામાં આવે. કેમ કે મહીસાગરના જંગલોમાં ફરી વાઘ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.