ETV Bharat / state

મહીસાગરમાં 18થી 44 વર્ષ વયના 15,552 નાગરિકોને કોરોનાની વેક્સિનથી કરાયા સુરક્ષિત

author img

By

Published : Jun 12, 2021, 12:36 PM IST

મહીસાગરમાં 18થી 44 વર્ષ વયના 15,552 નાગરિકોને કોરોનાની વેક્સિનથી કરાયા સુરક્ષિત
મહીસાગરમાં 18થી 44 વર્ષ વયના 15,552 નાગરિકોને કોરોનાની વેક્સિનથી કરાયા સુરક્ષિત

કોરોના(Corona) વાયરસથી સમગ્ર વિશ્વ પ્રભાવિત થયું છે. કોરોના(Corona) મહામારીને નાથવા ભારત સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. મહીસાગર જિલ્લામાં રસીકરણ(Vaccination)ના અભિયાનને વેગવાન બનાવવા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવ્યા છે, ત્યારે જિલ્લા આરોગ્ય તંત્રએ પણ કોરોના સામે બાથ ભીડવા માટે 18થી 44 વર્ષની વયના યુવાનોને રસી(Vaccine)આપવાનો ઝુંબેશ 4 જૂનથી શરૂ કરવામાં આવ્યો છે.

  • 18થી 44 વર્ષની વયના યુવાનોને રસી આપવાની ઝુંબેશ
  • યુવાનો વેક્સિનેશન(Vaccination)અભિયાનમાં ઉમંગથી જોડાયા
  • સૌથી વધુ લુણાવાડા તાલુકામાં 4,028 નાગરીકોએ વેક્સિનેશન(Vaccination)કરાવ્યું

મહીસાગરઃ જિલ્લામાં યુવાનોમાં કોરોના(Corona)ની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાનો વેક્સિનેશન(Vaccination) અભિયાનમાં ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ(Vaccine)કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડ્યા હતા. યુવાનોમાં કોરોના(Corona) સામે ઘણી જાગૃતિ જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ વડોદરામાં રસીકરણ ઘટતા કોર્પોરેશન દ્વારા રીક્ષા ચાલકો અને વેપારીઓનું કરાઈ રહ્યું છે રજિસ્ટ્રેશન

કોરોના વેક્સિનેશન અભિયાનમાં યુવાનોનો સહયોગ મળ્યો જોવા

વેક્સિન(Vaccine)એ કોરોના(Corona) સામેનું અમોઘ શસ્ત્ર હોવાથી રાજ્ય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે. જેમાં આરોગ્ય ટીમ દ્વારા 18થી 44 વર્ષની વયના લોકોને કોરોના(Corona) વેક્સિન(Vaccine)નું સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવી રહ્યું છે.

મહીસાગરમાં 18થી 44 વર્ષ વયના 15,552 નાગરિકોને કોરોનાની વેક્સિનથી કરાયા સુરક્ષિત
મહીસાગરમાં 18થી 44 વર્ષ વયના 15,552 નાગરિકોને કોરોનાની વેક્સિનથી કરાયા સુરક્ષિત

જિલ્લાના કુલ 15,552 નાગરિકોને કોરોના વિરોધી રસી આપી સુરક્ષિત કરાયા

મહીસાગર જિલ્લામાં 10મી જૂન 2021 સુધીમાં લુણાવાડા તાલુકામાં 4,028, બાલાસિનોર તાલુકામાં 2,739, સંતરામપુર તાલુકામાં 2,420, ખાનપુર તાલુકામાં 1,824, કડાણા તાલુકામાં 2,054 અને વીરપુર તાલુકામાં 2,487 મળી જિલ્લાના કુલ 15,552 જેટલા 18થી 44 શહેરી અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને કોરોના(Corona) વિરોધી વેક્સિનેશન(Vaccine)નો ડોઝ આપી સુરક્ષિત કરાયા છે.

આ પણ વાંચોઃ ભાવનગર શહેરની આ કોલેજે વિદ્યાર્થી- વાલી માટે વેક્સિનેશન યોજયું : 700 લોકોએ લીધી રસી

વેક્સિન લીધા પછી પણ કાળજી રાખવી જરૂરી

જિલ્લા કલેક્ટર આર.બી.બારડેએ જણાવ્યું હતું કે, વેક્સિન(Vaccine) લીધા પછી કાળજી પણ એટલી જ રાખવાની છે. જેમ કે, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને જાહેર ભીડવાળી જગ્યા પર જવું નહીં, સેનિટાઈઝ કરવું, જ્યાં ત્યાં થુકવું નહીં અને ખૂબ જ કાળજી રાખી આ રોગની ગંભીરતાને સમજી આપણે બધા સાથે મળી રોગને નિયંત્રણમાં લાવવા તમામ સહયોગ કરે તેવી આશા વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.