ETV Bharat / state

મહીસાગરના ખેડૂતોને 23.59 કરોડ રૂપિયાની કૃષિ સહાય ચૂકવાતા સરકારનો માન્યો આભાર

author img

By

Published : Jan 2, 2020, 2:17 AM IST

મહીસાગરઃ
મહીસાગરઃ

મહીસાગર : રાજ્યમાં ખરીફ ઋતુમાં 15મી ઓક્ટોબરથી 20મી નવેમ્બર દરમિયાન કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોને ખેતીના પાકમાં નુકશાનનો સામનો કરવો પડ્યો હતો. વિવિધ પરિબળોને કારણે ઉદભવેલી આ પરિસ્થિતીને ધ્યાનમાં લઇ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા SDRF અને રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત મહીસાગર જિલ્લાના 36,419 ખેડૂતોને 23.59 કરોડ રૂપિયાની કૃષિ સહાય ચૂકવામાં આવતા કિસાનોએ સરકારનો આભાર માન્યો હતો.

ખરીફ ઋતુમાં 15મી ઓક્ટોબરથી 20મી નવેમ્બર દરમિયાન કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોને ખેતીના પાકમાં નુકશાનને ધ્યાનમાં લઇ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા SDRF અને રાજ્ય બજેટમાંથી કૃષિ સહાય પેકેજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

ખેડૂતોને 23.59 કરોડ રૂપિયાની કૃષિ સહાય ચૂકવાતા સરકારનો માન્યો આભાર

જિલ્લામાં આવેલા તમામ તાલુકાના ખેડૂતોને કૃષિ સહાય ગુજરાત સરકાર દ્વારા આપવાનું જાહેર બહાર પાડવામાં આવ્યું હતું. જે અંતર્ગત હેક્ટર દીઠ 6,800 રૂપિયા સહાય વધુમાં વધુ બે હેક્ટર સુધી એટલે કે વધુમાં વધુ 13,600 રૂપિયા તેમજ ઓછામાં ઓછી ચાર હજાર રૂપિયા કૃષિ સહાય મહીસાગર જિલ્લાના ખેડૂતોને મળવા પાત્ર હતી અને આ કૃષિ સહાય મેળવવા જિલ્લાના ખેડૂતોને ઓનલાઇન અરજી 31મી ડિસેમ્બર સુધી કરવાની હતી.

જે અંતર્ગત મહીસાગર જિલ્લાના 59,944 ખેડૂતો દ્વારા સરકારની સહાય મેળવવા ઓનલાઇન અરજી કરી હતી અને જેમાંથી 36,419 ખેડૂતોને 23.59 કરોડ રૂપિયાની સહાય સરકાર દ્વારા તેમના બેન્ક ખાતામાં જમા કરી દેવામાં આવી છે અને બાકીના ખેડૂતોને ટૂંકા સમયમાં સહાય ચૂકવી દેવામાં આવશે. ખેડૂતોને સહાય મળતા ખેડૂતો સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Intro:લુણાવાડા:-
રાજ્યમાં ખરીફ ઋતુમાં 15મી ઓક્ટોમ્બર થી 20મી નવેમ્બર દરમ્યાન કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોને ખેતીના
પાકોમાં નુકશાનનો સામનો કરવો પડ્યો હતો. વિવિધ પરિબળોને કારણે ઉદભવેલી આ પરિસ્થિતીને ધ્યાને લઇ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા SDRF અને રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત
મહીસાગર જિલ્લાના 36419 ખેડૂતોને 23.59 કરોડ રૂપિયાની કૃષિ સહાય ચૂકવામાં આવતા કિસાનોએ માન્યો સરકારનો
આભાર માન્યો છે.

Body: રાજ્યમાં ખરીફ ઋતુમાં 15મી ઓક્ટોમ્બર થી 20મી નવેમ્બર દરમ્યાન કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોને ખેતીના
પાકોમાં નુકશાનનો સામનો કરવો પડ્યો હતો. વિવિધ પરિબળોને કારણે ઉદભવેલી આ પરિસ્થિતીને ધ્યાને લઇ ખેડૂતોને રાજ્ય
સરકાર દ્વારા SDRF અને રાજ્ય બજેટમાંથી કૃષિ સહાય પેકેજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લામાં
આવેલ તમામ તાલુકાના ખેડૂતોને કૃષિ સહાય ગુજરાત સરકાર દ્વારા આપવાનું જાહેર કરવમાં આવ્યું હતું જે અંતર્ગત હેક્ટર
દીઠ 6800 રૂપિયા સહાય વધુમાં વધુ બે હેક્ટર સુધી એટલેકે વધુમાં વધુ 13600 રૂપિયા તેમજ ઓછામાં ઓછી ચાર હઝાર
રૂપિયા કૃષિ સહાય મહીસાગર જિલ્લાના ખેડૂતોને મળવા પાત્ર હતી અને આ કૃષિ સહાય મેળવવા જિલ્લાના ખેડૂતોને ઓનલાઇન અરજી 31મી ડિસેમ્બર સુધી કરવાની હતી Conclusion:અને જે અંતર્ગત મહીસાગર જિલ્લાના 59944 ખેડૂતો દ્વારા સરકારની સહાય મેળવવા ઓનલાઇન અરજી કરી છે અને જેમાંથી 36419 ખેડૂતોને 23.59 કરોડ રૂપિયાની સહાય સરકાર દ્વારા તેમના બેન્ક ખાતામાં જમા કરી દેવામાં આવી છે અને બાકીના ખેડૂતોને ટૂંકા સમયમાં સહાય ચૂકવી દેવામાં આવશે. ખેડૂતોને સહાય મળતા ખેડૂતો સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.

બાઈટ :- ૧ સમિત પટેલ (જિલ્લા ખેતીવાડી અધિકારી, મહીસાગર)
બાઈટ :- ૨ સુરેશભાઈ (ખેડૂત) -- કથ્થાઈ જર્સી
બાઈટ :- 3 પરભુભાઈ પરમાર (ખેડૂત) --- બ્લેક જેકેટ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.