ETV Bharat / state

મહીસાગરમાં તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત 86 મકાનને 22.20 લાખ રૂપિયાની સહાય

author img

By

Published : Jun 5, 2021, 1:49 PM IST

મહીસાગરમાં તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત 86 મકાનને 22.20 લાખ રૂપિયાની સહાય
મહીસાગરમાં તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત 86 મકાનને 22.20 લાખ રૂપિયાની સહાય

મહીસાગર જિલ્લામાં તૌકતે વાવાઝોડાના કારણે ખૂબ જ નુકસાન પહોંચ્યું હતું. ત્યારે જિલ્લા વહિવટી તંત્ર સરવે કર્યા પછી લાભાર્થી અસરગ્રસ્તોને સહાય આપી રહ્યું છે. સરવેની કામગીરી પૂર્ણ કરીને 86 અસરગ્રસ્ત લાભાર્થીઓને વાવાઝોડાની નુકસાની અંગે 22.20 લાખ રૂપિયાની સહાય પહોંચાડી છે. જિલ્લા વહિવટી તંત્ર ઘરઆંગણે જઈને અસરગ્રસ્તોને સહાય પહોંચાડી રહી છે.

  • મહીસાગરમાં તૌકતે વાવાઝોડાના કારણે અનેક મકાનોને નુકસાન
  • અસરગ્રસ્ત 86 મકાનોને રાજ્ય સરકારે 22.20 લાખ રૂપિયાની કરી સહાય
  • વહિવટી તંત્ર રાજ્ય સરકારે કરેલી સહાયને અસરગ્રસ્તો સુધી પહોંચાડી રહ્યું છે

લુણાવાડાઃ તૌકતે વાવાઝોડાએ મહીસાગર જિલ્લાને પણ ઘમરોળ્યું હતું. ત્યારે અહીં અનેક કાચા મકાનોને નુકસાન પહોંચ્યું હતું. જ્યારે રાજ્ય સરકારે આવા અસરગ્રસ્ત મકાનોને 22.20 લાખ રૂપિયાની સહાય કરી છે. અહીં કાચા મકાનના અંશત: નુકસાનમાં 25,000 રૂપિયા તથા કાચા મકાનના સંપૂર્ણ નુકસાનમાં 95,100 રૂપિયાની સહાય આપવામાં આવી હતી.

મહીસાગરમાં તૌકતે વાવાઝોડાના કારણે અનેક મકાનોને નુકસાન
મહીસાગરમાં તૌકતે વાવાઝોડાના કારણે અનેક મકાનોને નુકસાન

આ પણ વાંચો- ખેડૂતને શીખવાડવું બંધ કરી સહાય કરો અને વીજળી આપો- શંકરસિંહ


86 મકાનોને ગંભીર નુકસાન થતા વહિવટી તંત્રએ સરવે કરી સહાય પહોંચાડી

જિલ્લામાં 18 મેએ તૌકતે વાવાઝોડાના કારણે અનેક મકાનોને આંશિક તથા સંપૂર્ણ નુકસાની તેમ જ ઝારા ગામમાં દિવાલ પડતાં એક બળદનું મરણ થયું હોવાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જિલ્લા વહિવટી તંત્રએ સરવેની કામગીરી કરી 86 કેસ મંજૂર કર્યા હતા. એટલે આ તમામ મકાનોને નુકસાનનું વળતર આપવામાં આવ્યું હતું.

અસરગ્રસ્ત 86 મકાનોને રાજ્ય સરકારે 22.20 લાખ રૂપિયાની કરી સહાય
અસરગ્રસ્ત 86 મકાનોને રાજ્ય સરકારે 22.20 લાખ રૂપિયાની કરી સહાય

આ પણ વાંચો- વિશ્વ સાઇકલ દિવસ: રાજકોટ મનપા નવી સાઇકલ ખરીદનારને 1,000 રૂપિયાની આપશે સબસીડી

DBT મારફતે અસરગ્રસ્તોના ખાતામાં સહાયની રકમ જમા કરાઈ

આ સહાયની રકમ કાચા મકાનના અંશત: નુકસાનમાં 25,000 રૂપિયા લેખે તથા કાચા મકાનના સંપૂર્ણ નુકસાનમાં 95,100 રૂપિયા સહાય આ૫વામાં આવી છે. ૫શુ મરણનો 1 બનાવ નોંધાયો હતો, જેમાં 25,000 રૂપિયાની સહાય તેમના ખાતામાં DBT મારફતે જમા કરાવવામાં આવી છે.

લુણવાાડાના અસરગ્રસ્તે સહાયની રકમની મદદથી સમારકામ કરાવ્યું

લુણાવાડા તાલુકાના ભમરા ગામના મહેશ બારિયાએ જણાવ્યું હતું કે, વાવાઝોડામાં તેમના મકાનની દિવાલ પડી જતા તલાટી અને અધિકારીઓએ સરવે કર્યો હતો. ત્યારબાદ ઝડપથી અમને સહાયની 25,000 રૂપિયાની રકમ મળી હતી, જેનાથી અમે સમારકામ કર્યું હતું.

વહિવટી તંત્ર રાજ્ય સરકારે કરેલી સહાયને અસરગ્રસ્તો સુધી પહોંચાડી રહ્યું છે
વહિવટી તંત્ર રાજ્ય સરકારે કરેલી સહાયને અસરગ્રસ્તો સુધી પહોંચાડી રહ્યું છે

જિલ્લામાં 22,45,100 રૂપિયાની સહાય અસરગ્રસ્ત લાભાર્થીઓના ખાતામાં ચૂકવાઈ

સંતરામપુર તાલુકામાં 4 અસરગ્રસ્ત લાભાર્થીઓને અંશતઃ મકાન નુકસાન સહાય પેટે પ્રતિ લાભાર્થી 25,000 રૂપિયા લેખે મળી કુલ 1 લાખ રૂપિયા, કડાણા તાલુકામાં 4 લાભાર્થીઓને પ્રતિ લાભાર્થી 25,000 રૂપિયા લેખે મળી કુલ 1 લાખ રૂપિયા, બાલાસિનોર તાલુકામાં 3 અસરગ્રસ્ત લાભાર્થીઓને અંશતઃ મકાન નુકસાન સહાય પેટે પ્રતિ લાભાર્થી 25,000 લેખે મળી કુલ 75,000 રૂપિયા અને 1 મકાનને સંપૂર્ણ નુકસાન સહાય પટે 95,100 રૂપિયા મળી કુલ 1,70,100, વિરપુર તાલુકામાં 12 અસરગ્રસ્ત લાભાર્થીઓને અંશતઃમકાન નુકસાન સહાય પટે પ્રતિ લાભાર્થી રૂા25,000 લેખે મળી કુલ 3 લાખ રૂપિયા, લુણાવાડા તાલુકામાં 25 અસરગ્રસ્ત લાભાર્થીઓને અંશતઃ મકાન નુકસાન સહાય પેટે પ્રતિ લાભાર્થી 25,000 રૂપિયા લેખે મળી કુલ 6.25 લાખ રૂપિયા અને એક બળદ પશુ મરણ પેટે 25,000 રૂપિયા કુલ મળી 6.50 લાખ રૂપિયા અને ખાનપુર તાલુકામાં 20 અસરગ્રસ્ત લાભાર્થીઓ અંશતઃ મકાન નુકસાન સહાય પટે પ્રતિ લાભાર્થી 25,000 રૂપિયા લેખે મળી કુલ 5 લાખ રૂપિયા લાભાર્થીઓને DBT દ્વારા તેઓના ખાતામાં ચૂકવવામાં આવ્યા હતા. આમ, મહીસાગર જિલ્લામાં એક સંપૂર્ણ નુકસાન અને 85 અંશતઃ મકાન નુકસાન તેમ જ એક પશુ મરણ મળી કુલ 22,45,100 રૂપિયાની સહાય DBT મારફતે અસરગ્રસ્ત લાભાર્થીઓના ખાતામાં ચૂકવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.