કેન્દ્રિય પ્રધાન સર્બાનંદ સોનોવાલ કચ્છના પ્રવાસે, ગાંધીધામમાં આયૂષ વાનનું કર્યું ઉદ્ઘાટન, જાણો તેમનું સમગ્ર શેડ્યૂલ

author img

By

Published : Oct 19, 2021, 12:43 PM IST

કેન્દ્રિય પ્રધાને કચ્છના બીજા દિવસના પ્રવાસે ગાંધીધામમાં આયૂષ વાનનું ઉદ્ઘાટન કર્યું, વિવિધ પ્રોજેક્ટનું કરશે નિરીક્ષણ

કેન્દ્રિય પ્રધાન સર્બાનંદ સોનોવાલ ત્રણ દિવસીય કચ્છના પ્રવાસે છે. ત્યારે આજે (મંગળવારે) બીજા દિવસે તેઓ કચ્છના ગાંધીધામ પહોંચ્યા હતા. અહીં તેમણે ડીપીટી રોટરી ફોરેસ્ટમાં આયૂષ વાનનું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે જ તેમણે લોકો સાથે સંવાદ પણ કર્યો હતો. કેન્દ્રિય પ્રધાન સવારે 10.25 વાગ્યે સૌપ્રથમ કંડલા પોર્ટ પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે 11.55 વાગ્યે નેવિગેશનલ ચેનલ, વોટરફ્રન્ટ અને પોર્ટ ફેસિલિટીઝનું નિરીક્ષણ કર્યું હતું.

  • કેન્દ્રિય પ્રધાન સર્બાનંદ સોનોવાલ (Union Minister Sarbananda Sonowal) આજે બીજા દિવસે કચ્છના ગાંધીધામ પહોંચ્યા હતા
  • કેન્દ્રિય પ્રધાને ડીપીટી રોટરી ફોરેસ્ટમાં આયૂષ વાનનું (Ayush Van) ઉદ્ઘાટન કર્યું હતું
  • કેન્દ્રિય પ્રધાન સવારે 10.25 વાગ્યે સૌપ્રથમ કંડલા પોર્ટ પહોંચ્યા હતા

કચ્છઃ કેન્દ્રિય પ્રધાન સર્બાનંદ સોનોવાલ ત્રણ દિવસીય કચ્છના પ્રવાસે છે. ત્યારે આજે (મંગળવારે) બીજા દિવસે તેઓ કચ્છના ગાંધીધામ પહોંચ્યા હતા. તેમણે સવારે 10.25 વાગ્યે કંડલા પોર્ટ પહોંચીને બીજા દિવસના પ્રવાસની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે સવારે 11.55 વાગ્યે નેવિગેશનલ ચેનલ, વોટરફ્રન્ટ અને પોર્ટ ફેસિલિટીઝનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ હવે તેઓ 1 વાગ્યે કાર્ગો જેટ્ટી નંબર 16ની લાસ્ટ બર્થની મુલાકાત લેશે. ત્યાંથી તેઓ 2.15 વાગ્યે કંડલા પર વીટીએમએસ ફેસિલિટીઝનું નિરીક્ષણ કરશે. આ ઉપરાંત 3 વાગ્યે તેઓ સોલ્ડ પેન લેન્ડ્સની મુલાકાત લેશે અને છેલ્લે 4.10 વાગ્યે તેઓ તુના સેટેલાઈટ પોર્ટનું નિરીક્ષણ કરશે.

આ પણ વાંચો- વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી

કેન્દ્રિય પ્રધાને ટ્વિટર પર વીડિયો શેર કર્યો

કેન્દ્રિય પ્રધાન સર્બાનંદ સોનોવાલે આજે બીજા દિવસે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો તેઓ સવારે ગાંધીધામ પહોંચ્યા હતા ત્યારનો છે. અહીં તેમણે ડીપીટી રોટરી ફોરેસ્ટમાં આયૂષ વાનનું ઉદ્ઘાટન કર્યું હતું. તે અંગે તેમણે ટ્વિટર પર વીડિયો શેર કર્યો હતો.

કેન્દ્રિય પ્રધાન સોમવારે કંડલા બંદર પહોંચ્યા હતા

કેન્દ્રિય પ્રધાન સર્બાનંદ સોનોવાલે આ પહેલા સોમવારે કંડલા બંદરની મુલાકાત લીધી હતી અને તેઓ દિનદયાળ પોર્ટ ટ્રસ્ટની કામગીરીથી વાકેફ થયા હતા. કંડલા બંદર પર સાંસદ વિનોદ ચાવડા અને પોર્ટના ચેરમેન એસ. કે. મહેતાએ તેમનું સ્વાગત કર્યું હતું. અહીં તેમણે ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ નીમાબેન આચાર્ય સાથે પણ મુલાકાત કરી હતી. તે દરમિયાન તેમણે પોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, ટ્રાફિક અંદાજો, મેગા પોર્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સના પ્રોગ્રેસ અંગેનો પ્રેઝન્ટેશન આપ્યો હતો અને તે અંગે કેન્દ્રીય પ્રધાને સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો- કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનોવાલ ત્રણ દિવસ કચ્છની મુલાકાતે, બંદરોની સુવિધા અને વિકાસ કાર્યોનું કરશે નિરીક્ષણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા લોન્ચ થયેલ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન (Gati Shakti National Master Plan)નો ઉલ્લેખ કર્યો

દિનદયાળ પોર્ટ ટ્રસ્ટના (Deendayal Port Trust) વેપાર ભાગીદારોને સંબોધતા કેન્દ્રિય બંદરો, શિપિંગ અને જળમાર્ગો અને આયુષ પ્રધાન સર્બાનંદ સોનોવાલે પોર્ટ-લીડ વિકાસ અને મહત્વના માળખાના નિર્માણના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન લોન્ચ કરવામાં આવ્યો હતો તેનો ઉલ્લેખ પણ કર્યો હતો. ગતિશક્તિ કાર્યક્રમની પ્રસ્તાવિત યોજનામાં, એક જ પ્લેટફોર્મમાં મલ્ટીમોડલ કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે તમામ હાલના અને પ્રસ્તાવિત આર્થિક ઝોનને મેપ કરવામાં આવ્યા છે. વિવિધ યોજના મંત્રાલયોના વ્યક્તિગત પ્રોજેક્ટ્સની ચકાસણી કરવામાં આવશે અને ભવિષ્યમાં એકંદર યોજનાના પરિમાણો હેઠળ મંજૂરી આપવામાં આવશે, જે પ્રયત્નોના સુમેળ તરફ દોરી જશે. ગતિ શક્તિ ભારતમાં વર્લ્ડ ક્લાસ, સીમલેસ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ નેટવર્ક બનાવવા માટે સિનર્જી લાવશે.

નેશનલ માસ્ટર પ્લાન અંગે માહિતી અપાઈ

નેશનલ માસ્ટર પ્લાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સંકલિત આયોજન માટે આધુનિક ટેક્નોલોજી અને નવીનતમ IT સાધનોનો ઉપયોગ કરશે. GIS- આધારિત એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ સિસ્ટમ 200થી વધારે સ્તરો સાથે પુરાવા આધારિત નિર્ણય લેવા માટે એક ઉદાહરણ છે. મોનીટરીંગ માટે સેટેલાઈટ ઈમેજરીનો ઉપયોગ બીજો છે. સમયસર મંજૂરીઓ અને સંભવિત મુદ્દાઓને ચિહ્નિત કરવામાં અને પ્રોજેક્ટ મોનિટરિંગમાં ડિજિટાઇઝેશન મોટી ભૂમિકા ભજવશે.

માળખાકીય સુવિધાઓ વિકસાવવા વિવિધ પ્રયાસો પર પ્રકાશ પડાયો

કેન્દ્રિય પ્રધાન સર્બાનંદ સોનોવાલે વેપાર દ્વારા અવાજ ઉઠાવતા વિવિધ મુદ્દાઓને વધુ સંબોધતા જણાવ્યું હતું કે, પોર્ટ ઓપરેશન સાથે સંકળાયેલી વિવિધ એજન્સીઓ તેમજ લોજિસ્ટિક્સ ચેઇનની અન્ય કડીઓ વચ્ચે અસરકારક ભાગીદારી પર ભાર મૂકવો જોઈએ. MoSPW ના માર્ગદર્શન હેઠળ જહાજોના ટર્ન-અરાઉન્ડ ટાઈમ (TAT) ઘટાડવા અને ઈ-દૃષ્ટિ જેવા પ્રોજેક્ટ્સના અમલીકરણ જેવા વિવિધ પગલાઓને ધ્યાનમાં રાખીને દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે લીધેલા વિવિધ પ્રયાસો પર પણ પ્રકાશ પાડ્યો હતો. RFID આધારિત એક્સેસ કંટ્રોલ સિસ્ટમ, ક્લાઉડ આધારિત ERP નું અમલીકરણ જે DPT દ્વારા Ease of Doing Business (EoDB) ના લક્ષ્યને હાંસલ કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.