ETV Bharat / state

G20 Summit in Gujarat : કચ્છના રણમાં આ તારીખે પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગ, રોજગારી અને પ્રવાસન વધારવા ચર્ચા

author img

By

Published : Feb 3, 2023, 5:01 PM IST

ગુજરાતમાં G20 સમિટની 16 બેઠકો(16 meetings of G20 Summit in Gujarat ) યોજાશે. જેમાં કચ્છના રણ (Desert of Kutch )માં 7 થી 9 ફેબ્રુઆરીના પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટીંગ (Tourism Working Group Meeting in Kutch )નું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છમાં 20 દેશના ડેલીગેટ્સ અને અન્ય રાજ્યના ટુરિઝમ ક્ષેત્રના IAS અધિકારીઓ હાજરી આપશે જેના આયોજનની માહિતી (G20 Summit in Gujarat )આપવામાં આવી છે.

G20 Summit in Gujarat : કચ્છના રણમાં આ તારીખે પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગ, રોજગારી અને પ્રવાસન વધારવા ચર્ચા
G20 Summit in Gujarat : કચ્છના રણમાં આ તારીખે પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગ, રોજગારી અને પ્રવાસન વધારવા ચર્ચા

7 થી 9 ફેબ્રુઆરી પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટીંગ યોજાશે

ગાંધીનગર : ભારતે જી20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે અને તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. ત્યારે ગુજરાતમાં G20 ની 16 બેઠકો યોજાશે જેમાં 7 થી 9 ફેબ્રુઆરીના રોજ કચ્છના રણમાં પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે, કચ્છમાં 20 દેશના ડેલીગેટ્સ અબે અન્ય રાજ્યના ટુરિઝમ ક્ષેત્રના IAS અધિકારીઓ ગુજરાતની મુલાકતે આવીને G20 માં હાજરી આપશે.

વૈશ્વિક કક્ષાએ ગુજરાતને મુકવામાં આવશે : G20ના નોડલ અધિકારી મોના ખંધારે જણાવ્યું હતું કે 7 થી 9 ફેબ્રુઆરીના રોજ કચ્છના ધોરડો ખાતે ટુરિઝમ વર્કિંગ ની પ્રથમ બેઠક મળશે અને 7 ફેબ્રુઆરી ના રોજ દિલ્હીથી ડેલીગેસ્ટ ભુજ એરપોર્ટ પર આવશે. ત્યારબાદ 3 દિવસ સુધી ટુરિઝમ બાબતે ચર્ચા કરવામાં આવશે જેથી ગુજરાતના ટુરિઝમ ક્ષેત્રમાં ફાયદો થશે. ઉપરાંત ગુજરાત ટુરિઝમ વિસજવ ફલક પર મુકવામાં આવશે. આમ ગુજરાતમાં ટુરિસ્ટની સંખ્યામાં વધારો થશે. જેથી આવક અને રોજગરીમાં વધારો નોંધાશે. આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કચ્છને એક સમૃદ્ધ પ્રવાસન અર્થતંત્ર બનાવવાના તેમના વારસાને આગળ ધપાવી રહ્યા છે. આ પ્રયાસોને કારણે કચ્છે તેના વાયબ્રન્ટ પ્રવાસન અર્થતંત્ર અને સમૃદ્ધ સંસ્કૃતિ, કલા અને પરંપરાને કારણે વૈશ્વિક પ્રવાસન નકશા પર એક છાપ ઉભી કરી છે.

આ પણ વાંચો G20 Meeting 2023: દેશ અને વિદેશના ડેલિગેટ્સ ત્રણ દિવસ બનશે કચ્છના મહેમાન, જી20 બેઠકની તડામાર તૈયારી

ગ્રામ્ય પ્રવાસ અને ગરીબી નાબુદી પર ધ્યાન કેન્દ્રિત થશે : મોના ખંધારે વધુમાં જણાવ્યું હતું કે TWG હેઠળ વધુ બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 7 ફેબ્રુઆરીના રોજ આયોજિત સાઇડ ઇવેન્ટ-1 સમુદાયોના સશક્તિકરણ માટે ગ્રામ્ય પ્રવાસન અને ગરીબી નાબૂદી પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ કાર્યક્રમમાં માનનીય કેન્દ્રીય પ્રવાસનપ્રધાન જી. કિશન રેડ્ડી ઉપસ્થિત રહેશે. UNWTOના ટુરિઝમ માર્કેટ ઇન્ટેલિજન્સ અને કોમ્પિટીટીવનેસના વડા સાંદ્રા કારવાઓ આ કાર્યક્રમમાં પોતાનો અનુભવ અને જ્ઞાન શેર કરશે. UNWTO દ્વારા 'પ્રવાસન નીતિ ગ્રામીણ વિકાસમાં પ્રવાસનના યોગદાનને કેવી રીતે સમર્થન આપી શકે' તે વિષય પર એક પેનલ ડિસ્કશન કરશે. વક્તાઓમાં UNEP, ABD, ILO તેમજ ઇન્ડોનેશિયા, ઇટલી, સાઉથ આફ્રિકા, સ્પેન, જાપાન, સાઉદી અરેબિયા અને આર્જેન્ટિનાના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

5 મુદ્દા પર થશે ચર્ચા : G 20ના નોડલ અધિકારી મોના ખંધારે જણાવ્યું હતું કે કચ્છમાં આયોજીત ટુરિઝમ બેઠકમાં 5 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, આ કાર્યક્રમ માં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને માનનીય કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરીપ્રધાન પુરુષોત્તમ રૂપાલા 8 ફેબ્રુઆરી, 2023ના રોજ ટુરિઝમ વર્કિંગ ગ્રુપની મીટિંગનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ 5 મુખ્ય મુદ્દાઓ પર વર્કિંગ સેશન્સ યોજાશે જેમાં ગ્રીન ટુરિઝમ, ડિજિટલાઇઝેશન, કૌશલ્ય (સ્કિલ્સ), ટુરિઝમ MSMEs અને ડેસ્ટિનેશન મેનેજમેન્ટ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો G20 Meeting : B20 બેઠકમાં કેન્દ્રિય પ્રધાને કહ્યું, વિશ્વમાં તકલીફો છે તેની વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે

યોગ સેશનમાં ભાગ લેશે : 9 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ અને અન્ય પાર્ટિસિપન્ટ્સ કચ્છના સફેદ રણ ખાતે આયોજિત યોગ સેશનમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ હડપ્પન સંસ્કૃતિની યુનેસ્કો હેરિટેજ સાઇટ ધોળાવીરાની પણ મુલાકાત લેશે. 9 ફેબ્રુઆરીના રોજ આયોજિત સાઇડ ઇવેન્ટ-2 ‘પ્રમોશન ઓફ આર્કિયોલોજીકલ ટુરિઝમ: ડિસ્કવરિંગ શેર્ડ કલ્ચરલ હેરિટેજ’ (પુરાતત્વીય પ્રવાસનનો પ્રચાર: સંયુક્ત સાંસ્કૃતિ વારસાની શોધ) પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના સચિવ અરવિંદ સિંઘ આ બાબતે ઓપનિંગ રિમાર્ક્સ આપશે, જ્યારે મુખ્ય સંભાષણ યુનેસ્કો દ્વારા કરવામાં આવશે.

ડેલીગેટ્સને કચ્છના પ્રવાસન સ્થળોની મુલાકાત કરાવાશે : આ મીટિંગના છેલ્લા દિવસે એટલે કે 10 ફેબ્રુઆરી, 2023ના રોજ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગ માટે પધારેલા પ્રતિનિધિઓ સ્મૃતિવન મેમોરિયલ પ્રોજેક્ટની મુલાકાત લેશે. વર્ષ 2001માં આવેલા ભૂકંપ પછીના ભુજની સફર આ સ્મારકમાં , સમૃદ્ધ હડપ્પન સંસ્કૃતિ, ધરતીકંપનું વિજ્ઞાન તેમજ ગુજરાતનો વારસો, સંસ્કૃતિ અને કલાને દર્શાવતી પ્રસ્તુતિઓના રૂપમાં વર્ણવવામાં આવી છે. અહીંયા, કંટ્રોલ રૂમ મારફતે રિયલ ટાઇમ ઇમરજન્સીની પરિસ્થિતિઓને પણ વર્ણવવામાં આવી છે.

સફેદ રણમાં ગાલા ડિનર : G20 ના નોડલ અધિકારી મોના ખંધારે વધુમાં જણાવ્યું હતું કે 7 ફેબ્રુઆરીના રોજ કચ્છમાં પધારેલા પ્રતિનિધિઓને કચ્છના સફેદ રણની મુલાકાત લેવાનો મોકો મળશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પ્રતિનિધિઓ માટે કચ્છ વિસ્તારના સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમનું અને ગાલા ડિનરનું આયોજન કરશે. આ ગાલા ડિનરમાં જમવા બાબતે હરિત શુક્લાએ જણાવ્યું હતું કે ડેલીગેટ્સ માટે વિશેષ ગુજરાતી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ વિદેશી ડેલીગેટને ગુજરાત ભોજન પણ આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.