ETV Bharat / state

કચ્છમાં કમોસમી વરસાદથી નુકસાન, ખેડૂતોની અતિવૃષ્ટિ જાહેર કરવાની માગ

author img

By

Published : Nov 21, 2019, 9:21 PM IST

કચ્છના ખેડૂતોએ ખેતી થયેલી નુકસાની સામે ન્યાયી વળતર મેળવવા કરી માગ

કચ્છ: કમોસમી વરસાદના કારણે 30 હજાર હેક્ટર જમીનમાં નુકસાન થયું છે. જેથી જિલ્લાના જગતના તાતને નુકસાન થયું હતું. તંત્ર દ્વારા સર્વે કામગીરી ગોકળગાયની ગતિએ થઈ રહી છે. જેના પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. પરંતુ, ખેડૂતોને થયેલી નુકસાની સામે જાહેર કરેલું વળતર ઘણું ઓછું છે. જેથી ખેડૂતો ન્યાયિ ચૂકવણી અને પાક વીમાની રકમ વહેલી તકે મેળવવાની માગ કરી રહ્યાં છે.

કચ્છ જિલ્લામાં ખેડૂતો કમોસમી વરસાદમાં થયેલા નુકસાન લઈ ચિંતા છે. કારણે કે, તંત્ર દ્વારા હજુ સુધી જિલ્લાના 121 ગામમાંથી માત્ર 47 ગામોનો સર્વે કરવામાં આવ્યો છે. તંત્ર અત્યંત મંદ ગતિએ કામ કરી રહી છે. ખેડૂતોને માથે રવિ સિઝન આવીને ઉભી છે. પરંતુ પાકની વાવણી માટે તેમની પાસે પૈસા નથી.

કચ્છના ખેડૂતોએ નુકસાની સામે વળતર મેળવવા કરી માગ

આ વર્ષે કુદરતી આફતો અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને કપાસ, મગફળી, એરંડા, શાકભાજી અને બાગાયતી ખેતીમાં ભારે નુકસાન થયું છે. વીમા કંપનીઓ પોતાની જવાબાદારીમાંથી હાથ ખંખેરી રહી છે. વીમા કંપનીએ ખેડૂતોને ગત વર્ષની 70 કરોડ જેટલી વીમાની રકમ ચૂકવી નથી. બીજી તરફ સરકાર દ્વારા જાહેર કરાયેલું ખેડૂત બજેટ પણ પડ્યાં પર પાટા જેવું છે. જેનાથી ખેડૂતોના બિયારણનો ખર્ચ પણ નીકળી શકતો નથી. એટલે ખેડૂતો તંત્ર સામે યોગ્ય સહાય મેળવવાની માગ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં 121 ગામો અસરગ્રસ્ત પાક નુકસાનીમાં છે. સર્વેની 14 ટીમો દ્વારા 47 ગામોમાં સર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. એક હેક્ટર જમીન નુકસાનીમાં 723 ખેડૂત હોવાનો પ્રાથમિક અંદાજ મેળવ્યો છે. તેમજ વરસાદ કારણે થયેલાં નુકસાનની 5000 જેટલી અરજી તંત્રને કરાઈ છે.

Intro:. કચ્છમાં કમોસમી વરસાદથી અંદાજે ૩૦ હજાર હેક્ટરમાં નુકસાન થયું છે ખેડૂતો સરકાર સમક્ષ અતિવૃષ્ટિની જાહેરાતની માંગ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર જે સરકારી વિભાગના સર્વેના આધારે રાહત આપવા માંગે છે


Body:. તે તંત્ર હજુ કામગીરીમાં સર્વ સુધી જ પહોચવું છે તંત્ર હજુ સુધી માત્ર નુકસાન ગ્રસ્ત 121 ગામો પૈકી 47 ગામોમાં નુકસાની અંગેનું સર્વ કરી શકી છે ઓક્ટોબર મહિનાથી સતત પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોના વિવિધ પાકોને નુકસાન જઈ રહ્યું છે ખાસ કરીને કપાસ મગફળી એરંડા શાકભાજી અને બાગાયતી પાક દાડમ ને નુકસાન થયું છે દુષ્કાળ બાદ કમોસમી વરસાદથી હાલાકીનો સામનો કરી રહેલા ખેડૂતો માટે કિસાન સંઘે સિધુ વર્તન ખેડૂતોને આપવાની માંગ કરી છે કચ્છમાં ગયા વર્ષનું રૂપિયા ૭૦ કરોડનું વર્તમાન હજુ વીમા કંપનીએ ચૂકવ્યું નથી ત્યાં ફરી નુકશાની અંગે સરકારી સહાય કે વીમા કંપની ક્યારે નુકશાની અંગે વળતર ચૂકવશે તે એક સવાલ છે ત્યારે કચ્છ અને અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તાર જાહેર કરી ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવા કિસાન સંઘે માંગ કરી છે

બીજી તરફ ખેડૂતોને નુકસાની અંગેના વર્તન અંગે ની સહાય ક્યારે મળશે તેના અંગે ખેતીવાડી વિભાગ પાસે કોઈ યોગ્ય જવાબ નથી જો કે સર્વેની કામગીરી ચાલુ હોવાનું કઈ કચ્છમાં અત્યાર સુધી 121 ગામો અસરગ્રસ્ત પાક નુકસાની માં સમાયા છે જ્યારે સર્વેની કામગીરી ચાલુ છે 14 ટીમોએ અત્યાર સુધી ૪૭ ગામો માં સર્વ પૂર્ણ કર્યું છે અને એક હજાર હેક્ટરમાં ૭૨૩ ખેડૂતોને નુકસાની નો પ્રાથમિક અંદાજ મેળવ્યો છે તો અગાઉ થયેલા વરસાદ 5000 પાક નુકસાની અંગેની અરજીઓ આવી છે જે સરકારને રિપોર્ટ અપાયો છે


બાઈટ....01... વાય.એસ. સિહોરા
ખેતીવાડી અધિકારી

બાઈટ...02... શામજી આહિર
મહામંત્રી કિસાન સંઘ કચ્છ


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.