ETV Bharat / state

કચ્છના ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ આપવા તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ, જાણો વિગત

author img

By

Published : Feb 12, 2020, 2:33 PM IST

aa
કચ્છના ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ આપવા તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશની શરૂઆત

કચ્છ જિલ્લામાં આગામી એક સપ્તાહમાં પોણા 2 લાખ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવા માટે એક પખવાડિયાની વિશેષ ઝુંબેશના મંડાણ કરાયા છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે કેન્દ્ર સરકારે પી.એમ કિસાન સન્માન નિધિ યોજના અમલી બનાવી છે. જેના ભાગરૂપે આ ઝુંબેશ આદરવામાં આવી છે. કચ્છમાં જેમની નોંધણી કરવામાં આવી છે. એવા તમામ ખેડૂતોને આવરી લેવાશે.

કચ્છઃ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું કે, 8 મીથી શરૂ થયેલી આ વિશેષ ઝુંબેશ આગામી 23 ફેબ્રુઆરી સુધી ચાલનાર છે. કચ્છમાં અત્યાર સુધી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ અંતર્ગત 1,42,437 કિસાનોનો નોંધણી થઈ છે. જે પૈકી 1,13,000 ખેડૂત ખાતેદારોને આ કાર્ડ આપી દેવાયા છે. હવે જે બાકી રહી ગયા છે. તેમને આવરી લેવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરાઈ છે.

કચ્છના ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ આપવા તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશની શરૂઆત
ખેડૂતોને આ યોજના અન્વયે 3 લાખ સુધીની લોન માટેનો પ્રોસેસીંગ, ડોક્યુમેટેશન, જેવા તમામ પ્રકારના ચાર્જ નાબૂદ કરી દેવામાં આવ્યા છે. આ કાર્ડનો લાભ લેવા માટે ફકત 7-12 8-અ અને વાવણીની જમીનની માહિતી સાથે ફોર્મ ભરી બેન્કમાં રજૂ કરવાનું છે. આ માટે દરેક બેન્કોને અલાયદું કાઉન્ટર રાખવા તેમજ કિસાન યોજનાના લાભાર્થી કે, જેમણે કિસાન ક્રેડિટ કાર્ડ ન લીધું હોય તેમનું લિસ્ટ તૈયાર કરવા સહિતની સૂચના આપવામાં આવી છે. જિલ્લા ખેતીવાડી અધિકારી વાય.એ. શિહોરાએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની વિગતો આપી હતી. લીડ ડિસ્ટ્રીકટ મેનેજર સંજય સિન્હાએ કેસીસી અંતર્ગત શૂન્ય ટકા વ્યાજે ધિરાણ અપાતું હોવાનું જણાવી મહતમ ખેડૂતોને આવરી લેવાની તૈયારી દર્શાવી હતી. બેન્ક ઓફ બરોડાના એગ્રીકલ્ચરલ મેનેજર રૂદ્રેશ ઝુલાએ મોટા ભાડિયા અને ભચાઉમાં યોજનાના પ્રચાર પ્રસાર માટે ખાસ રાત્રી સભા યોજવાની માહિતી આપી હતી. બેન્ક ઓફ બરોડાના રિજિયોનલ મેનેજર એમ.પી.ગુપ્તા, BOB ગ્રામીણ બેન્કના રિજિયોનલ મેનેજર જે.પી.રાઠોડ, નાબાર્ડના ડેવલોપમેન્ટ મેનેજર રમેશ ચુગ, જિલ્લા પશુપાલન અધિકારી કૈલાસ બ્રહ્મક્ષત્રિય સહિત ઉપસ્થિત રહ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.