ETV Bharat / state

રણોત્સવનો નજારો માણવા પહોંચ્યા RBIના ગવર્નર

author img

By

Published : Dec 26, 2022, 10:26 PM IST

RBIના ગવર્નર કચ્છની મુલાકાતે
RBIના ગવર્નર કચ્છની મુલાકાતે

કચ્છના વિશ્વ વિખ્યાત રણોત્સવનું (Ranotsav in White Desert of Kutch) આયોજન 26મી ઓકટોબરથી 20મી ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે. દેશ-વિદેશમાંથી અનેક પ્રવાસીઓ રણોત્સવની મુલાકાતે આવતાં હોય છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે રણોત્સવની મુલાકાત (RBI Governor Shaktikant Das visits Ranotsav) લીધી હતી. તેમજ ધોરડો ગામના બાળકો સાથે મુલાકાત કરીને તેમને ગામને ઉપયોગી થાય તેવા કાર્યો કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

કચ્છ: કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા પંક્તિને સાર્થક કરતું અને વિશ્વના દરેક પ્રવાસીઓને આકર્ષતું સ્થળ એટલે સફેદ રણ. (Ranotsav in White Desert of Kutch) દર વર્ષે અનેક અધિકારીઓ તેમજ સેલિબ્રિટી સહિતના પ્રવાસીઓને સફેદ રણ આવકારે છે. ત્યારે આજે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ પરિવાર સાથે આજે રણની મુલાકાતે (RBI Governor Shaktikant Das visits Ranotsav) આવ્યા હતા.

RBIના ગવર્નર કચ્છની મુલાકાતે
RBIના ગવર્નર કચ્છની મુલાકાતે

RBIના ગવર્નર કચ્છની મુલાકાતે: સરહદી જિલ્લા કચ્છના વિશ્વ વિખ્યાત સફેદ રણમાં આ વખતે રણોત્સવનું આયોજન 26મી ઓકટોબરથી 20મી ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે.4 મહિના ચાલતા આ રણોત્સવમાં દર વર્ષે ભારતના જુદાં જુદાં રાજ્યોના તેમજ વિશ્વના ખૂણે ખૂણેથી અનેક લોકો અને મોટા મોટા અધિકારીઓ કુદરતનો અદભૂત નજારો જોવા ઉમટતા હોય છે ત્યારે દેશની સર્વોચ્ય બેક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના 25માં ગવર્નર શક્તિકાંત દાસે કચ્છની મુલાકાત (RBI Governor Shaktikant Das visits kutch) લીધી હતી.

આ પણ વાંચો: કચ્છ જિલ્લામાં શ્વેતક્રાંતિ બાદ મધ ક્રાંતિ માટે સરહદ ડેરીના મંડાણ

સ્થાનિકોએ ક્યું સ્વાગત: કચ્છના ખાવડા વિસ્તારના ધોરડો ખાતે યોજાતા રણોત્સવમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શકતિકાંત દાસે મુલાકાત લીધી હતી અને ધોરડો ગામના સરપંચ અને અન્ય ગ્રામજનો સાથે મુલાકાત લીધી હતી. ધોરડોના સરપંચ મિયા હુસેન અને ગામના અગ્રણીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો: કચ્છના આ વર્ષના ટોપ 5 નવા પ્રોજેક્ટ જે 2023ની હશે ભેટ

બાળકો સાથે મુલાકાત: ધોરડો ગામના સ્થાનિક સોહેબ મુત્વાએ ETV Bharat સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આજે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શકતિકાંત દાસે પરિવાર સાથે પહેલા ધોરડો ગામની મુલાકાત લીધી હતી. ગામના લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું, ત્યાર બાદ ગામની શાળાના બાળકો સાથે મુલાકાત કરીને અભ્યાસ પ્રત્યે ધ્યાન આપી આગળ આવી ગામના વિકાસ માટે તેમજ ગામને ઉપયોગી થાય તેવા કાર્યો કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. શક્તિકાંત દાસ કચ્છની સંસ્કૃતિ અને કચ્છના લોકોની મહેમાનગતિ તેમજ સ્વભાવથી પ્રભાવિત થયા હોવાનું પણ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.