કચ્છથી મુંબઈ જતા રૂપિયા 1.44 કરોડના પિસ્તાની લૂંટ કેસનો ભેદ ઉકેલાયો

author img

By

Published : Sep 16, 2020, 9:59 AM IST

kutch

કચ્છના મુન્દ્રા બંદરેથી રૂપિયા 1.44 કરોડના 25.110 કિલો પિસ્તા ભરીને મુંબઈ જવા નીકળેલા ટ્રકની લૂંટ કેસમાં અંતે પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જયારે અન્ય સાત આરોપીની શોધખોળ ચાલી રહી છે. આ કિસ્સામાં તોડનું સેટિંગ કરી લેનારા અંજાર પોલીસને જવાનોના નામ પણ સામે આવતા ભારે ચકચાર મચી છે.

કચ્છ : મુન્દ્રા બંદરેથી 9 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર CFSમાં એક ટ્રકમાં 25.110 કિલો કિંમતના 1.44 કરોડના પિસ્તાનો 463 બોરી જથ્થો લઈને ટ્રક ચાલક લવકુશ નિષાદ મુંબઈ જવા નીકળ્યો હતો. મધરાત્રે અંજાર મેઘપર બોરીચી પહોંચેલા આ ટ્રક ચાલકને એક સફેદ કારમાં આવેલા ચાર શખ્સોએ બંદુકની અણીએ ટ્રક અને જથ્થાની લૂંટ ચલાવી હતી. આરોપીઓએ મોબાઈલ ફોન છીનવી લઈને ટ્રકચાલકને કલાકો સુધી કારમાં ફેરવ્યો હતો. બીજી તરફ અન્ય આરોપીઓએ આ ટ્રકમાં રહેલા પિસ્તાના જથ્થાને સગેવગે કરી દીધો હતો. સમગ્ર લૂંટની કામગીરી પૂર્ણ થતા આરોપીઓએ ટ્રક ચાલકને અંજારથી થોડે દુર છોડી મૂકયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસે GPSના આધારે ટ્રકને ગાંધીધામના મીઠીરોહર ગામ પાસેથી શોધી કાઢયો હતો.

અંજાર નાયબ પોલીસ વડા ડી.એસ.વાઘેલાએ જણાવ્યું હતું કે, આ કેસમાં એક સગીર આરોપી અને મુખ્ય સૂત્રધાર રીકીરાજસિંહ લગધીરસિંહ સિંધલને ઝડપી લેવાયા છે. તેમજ આરોપીને સાત દિવસના રિમાન્ડ પર લેવાયો છે. લૂંટના મુદ્દામાલ પૈકી મહેસાણાના કડી અને દહેગામમાંથી રૂપિયા 1.33 કરોડની પિસ્તાના બોરીઓ પરીવહનમાં વપરાયેલી ટ્રક અને કાર કબ્જે લેવામાં આવી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આ લૂંટના કેસ બાદ પોલીસે એક સગીર આરોપીને ઝડપી લીધો હતો. જેની તપાસમાં રીકીરાજસિંહનું નામ ખુલ્યું હતું. મુન્દ્રા પોર્ટમાં કામ કરતા એક આરોપીએ આ ટ્રકની માહિતી આપી હતી અને રીકીરાજસિંહે અન્ય સાત આરોપીની ગેંગ બનાવીને આ લૂંટને અંજામ આપ્યો હતો.

kutch
કચ્છથી મુંબઈ જતા 1.44 કરોડના પિસ્તાની લૂંટ કેસનો ભેદ ઉકેલાયો
મળતી વિગતો મુજબ આરોપીઓએ ટ્રક લૂંટી લીધા પછી તેને અજારમાં ચાંપલમાના મંદિર પાસે લઈ ગયા હતા અને બીજી ટ્રકમાં પિસ્તાનો જથ્થો ભરી લીધો હતો. ધાર્યા કરતા વધુ બોરીઓ નીકળતા બીજી ટ્રક મંગાવીને તેમા માલ ભરીને કડી દહેગામના કોલ્ડ સ્ટોરેજમાં મોકલી દેવાયો હતો. હાલ પોલીસે વધુ આરોપીઓને શોધખોળ હાથ ધરી છે.
કચ્છથી મુંબઈ જતા 1.44 કરોડના પિસ્તાની લૂંટ કેસનો ભેદ ઉકેલાયો
આ વચ્ચે આ લૂંટનો માલ અન્ય ટ્રકમાં ભરાતો હતો, ત્યારે વિદેશી દારૂની બાતમીના આઘારે અંજાર પોલીસને ચાર જવાનો જયુભા જાડેજા, અનિલ ચૌધરી, દિલીપ ચૌધરી અને વનરાજસિંહ દેવલ ત્યાં પહોંચી ગયા હતા. આરોપીઓ પૈકી સગીર આરોપીઓ પોલીસ જોઈને પોતાના સંબંધી એવા અન્ય પોલીસ જવાન વિશ્વજીતસિંહ જાડેજાને સ્થળ પર બોલાવ્યો હતો અને પોલીસે સેંટિગ કરી લઈને કોઈ જ કાર્યવાહી કરી ન હતી. આ બાબત સ્પષ્ટ થયા બાદ હાલ તમામ પાંચેય પોલીસ જવાનો લાપતા છે અને તમામનો ફોન પણ બંધ છે. પોલીસે વધુમાં કહ્યું હતું કે, આ જવાનોની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે. તેમજ ઉચ્ચ અધિકારીઓએ કડક પગલા ભરવાના આદેશ આપ્યા છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.