ETV Bharat / state

કચ્છના મધ્યમ સિંચાઇ યોજનાના ડેમોમાં માત્ર 21.60 ટકા જ પાણી, ખેડૂતોને પડશે હાલાકી

author img

By

Published : Aug 18, 2021, 3:25 PM IST

Updated : Aug 18, 2021, 5:48 PM IST

કચ્છના મધ્યમ સિંચાઇ યોજનાના ડેમોમાં માત્ર 21.60 ટકા જ પાણી
કચ્છના મધ્યમ સિંચાઇ યોજનાના ડેમોમાં માત્ર 21.60 ટકા જ પાણી

કચ્છ જિલ્લામાં નાની સિંચાઇ અને મધ્યમ સિંચાઇ યોજના અંતર્ગત નાની સિંચાઇ યોજનાના 180 ડેમ આવેલા છે, જ્યારે મધ્યમ સિંચાઇ યોજનાના 20 ડેમ આવેલા છે. વરસાદ ખેંચાઈ જતા ડેમની સપાટી ધીમે ધીમે નીચે થતી જાય છે, કચ્છમાં અત્યાર સુધી માત્ર 32 ટકા વરસાદ પડયો છે. જેને કારણે જળાશયોમાં રાજ્યમાં સૌથી ઓછું 21.60 ટકા પાણી રહ્યું છે.

  • કચ્છમાં નાની સિંચાઇ યોજનાના 180 અને મોટી સિંચાઇના યોજનાના 20 ડેમો
  • જિલ્લાના ડેમોમાં હાલ 21.60 ટકા જેટલું પાણી ઉપલબ્ધ
  • જિલ્લામાં 1 ગેટેડ જ્યારે 19 અનગેટેડ ડેમો આવેલા

કચ્છ : મધ્યમ સિંચાઇ યોજનાના 20 ડેમો પૈકી ટપ્પર ડેમ છે તે ગેટેડ સ્કીમ છે અને તે પાણી પુરવઠા હસ્તકનો છે, જ્યારે બાકીના 19 ડેમો અનગેટેડ સ્કીમ છે. હાલ મધ્યમ સિંચાઇ યોજના અંતર્ગતના ડેમમાં 21.60 ટકા જેટલું પાણી ઉપલબ્ધ છે.

કચ્છના મધ્યમ સિંચાઇ યોજનાના ડેમોમાં માત્ર 21.60 ટકા જ પાણી

વર્તમાનમાં 21.60 ટકા જેટલું પાણી ઉપલબ્ધ

કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં 1, લખપત તાલુકામાં 4, રાપર તાલુકામાં 2, ભુજ તાલુકામાં 3, અબડાસા તાલુકામાં 4, નખત્રાણા તાલુકામાં 3, મુંદ્રા તાલુકામાં 2 અને માંડવી તાલુકામાં 1 મળીને કુલ 20 મધ્યમ સિંચાઇ યોજનાના ડેમ આવેલા છે. હાલ કચ્છના 20 મધ્યમ સિંચાઇ યોજનાના ડેમમાં વર્તમાન સપાટીનું લેવલ કુલ 958.25 મીટર છે, જેમાંથી આલેખન કરેલૂ કુલ સંગ્રહ 332.27 મિલિયન ક્યુબિક મીટર છે, એટલે કે 11724 ક્યુબિક ફૂટ અને વર્તમાનમાં કુલ 71.765 મિલિયન ક્યુબિક મીટરનો સંગ્રહ છે. સૌથી વધુ ગેટેડ ડેમ ટપ્પરમાં જળાશયની પૂર્ણ સપાટીએ 40.85 મીટર જેટલી છે, જેમાં હાલમાં 36.76 ટકા જળ સંગ્રહ છે અને જ્યારે લખપતમાં સાનધ્રો ડેમમાં માત્ર 1.99 ટકા જળસંગ્રહ છે.

કચ્છના મધ્યમ સિંચાઇ યોજનાના ડેમોમાં માત્ર 21.60 ટકા જ પાણી
કચ્છના મધ્યમ સિંચાઇ યોજનાના ડેમોમાં માત્ર 21.60 ટકા જ પાણી

આ પણ વાંચો: વરસાદ ખેંચાતા ભાદર ડેમ-1માં જળસંકટના એંધાણ

કચ્છ જિલ્લામાં વરસાદની જરૂર

જો હવે વરસાદ ન પડે તો કચ્છમાં પાણીની કટોકટી સર્જાઈ શકે તેવી સ્થિતિ જોવા મળી શકે છે. હાલમાં ઘણા ખેડૂતો પાણીના અભાવે ખેતીમાં વાવેલા મોલને પાણી પણ આપી શકતા નથી. પશુપાલકોએ હિજરત શરૂ કરી દીધી છે, આવા સમયે કચ્છ જિલ્લામાં વરસાદ વરસે તે જરૂરી છે, જો વરસાદ નહિ પડે તો આ વખતે પાણીની ગંભીર કટોકટી થશે.

કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ

જો આવી જ પરિસ્થિતિ રહી તો ઓક્ટોબરથી શરૂ થતી રવિ પાકની ખેતી માટે મોટાભાગના ડેમનું પાણી કામ નહિ આવે. આ અંગે કચ્છ સિંચાઇ વર્તુળના અધિકારીએ જણાવ્યું હતું કે, ઓક્ટોબરમાં ખેડૂતોની જરૂરિયાત મુજબ કેનાલ વાટે પાણી સિંચાઈ વિભાગ છોડે છે અને હાલ જે પરિસ્થિતિ છે અને 22 ટકા જેટલું પાણી સંગ્રહ છે એટલે ખેડૂતોને પાણી આપી શકીશું. આ ઉપરાંત, આવનારા સમયમાં કચ્છ જિલ્લામાં સારો વરસાદ થાય જેથી કચ્છના 20 ડેમોમાં પાણીની સારી આવક થાય. આ ઉપરાંત, વહીવટી તંત્ર અને સિંચાઇ વર્તુળ દ્વારા 24 કલાક કાર્યરત એક ફ્લડ સેલ ચાલુ કરી અવલોકન કરવામાં આવે છે, તેમજ આવી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે.

કચ્છના મધ્યમ સિંચાઇ યોજનાના ડેમોમાં માત્ર 21.60 ટકા જ પાણી
કચ્છના મધ્યમ સિંચાઇ યોજનાના ડેમોમાં માત્ર 21.60 ટકા જ પાણી

આ પણ વાંચો: ઉપરવાસમાં નહિવત વરસાદથી બનાસકાંઠાના ત્રણેય જળાશયોના દેખાયા તળિયા

જિલ્લામાં ડેમ સિવાય પાણીના નથી અન્ય કોઈ સ્ત્રોત

કચ્છમાં મધ્યમ સિંચાઈના કુલ 20 ડેમ આવેલા છે, જેના પર સમગ્ર જિલ્લો મુખ્યત્વે આધાર રાખે છે, પરંતુ આજની સ્થિતિએ આ ડેમોમાં માત્ર 22 ટકા જેટલું જ પાણી બચ્યું છે. જૂન મહિનામાં વરસાદનો એક રાઉન્ડ આવી ગયો હોવાથી આ પાણીનો સંગ્રહ થયો છે, જિલ્લામાં ડેમ સિવાય પાણીના અન્ય કોઈ સ્ત્રોત ન હોવાથી સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી.

Last Updated :Aug 18, 2021, 5:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.