ETV Bharat / state

Kutch News : સ્વ.અહેમદ પટેલની પુત્રી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે, પરીવાર જેવી લાગણીથી વારંવાર આવશે કચ્છ

author img

By

Published : Jul 8, 2023, 5:42 PM IST

કચ્છમાં વાવાઝોડના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કોંગ્રેસના નેતા સ્વ.અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે કરી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, કચ્છ સાથે પરિવાર જેવી લાગણી થાય છે. તેમજ ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તો બીજી તરફ વાવાઝોડા 20 દિવસ બાદ કચ્છની મુલાકાત લેવામાં આવી તે પણ જવાબ આપ્યો હતો.

Kutch News : સ્વ.અહેમદ પટેલની પુત્રી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે, પરીવાર જેવી લાગણીથી વારંવાર આવશે કચ્છ
Kutch News : સ્વ.અહેમદ પટેલની પુત્રી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે, પરીવાર જેવી લાગણીથી વારંવાર આવશે કચ્છ

સ્વ.અહેમદ પટેલની પુત્રી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે, પરીવાર જેવી લાગણીથી વારંવાર આવશે કચ્છ

કચ્છ : બિપરજોય વાવાઝોડાથી કચ્છ જિલ્લાની પ્રજાને ભારે નુકસાન થયેલુું છે. જેના કારણે જનજીવન પણ ખોરવાયું હતું તો સાથે જ જે લોકોને નુકશાની ભોગવવી પડી છે. તેવા ખેડૂત, માલધારી, માછીમાર, મીઠા કામદાર, સાગરખેડૂ નાના શ્રમજીવીઓ વગેરે માટે સરકાર દ્વારા હજુ સુધી રાહત પેકેજ જાહેર કરવામાં નથી આવ્યા, ત્યારે આજે કોંગ્રેસના નેતા સ્વ.અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ રાજકરણમાં સક્રિય થયા છે અને આજે તેમણે કચ્છની મુલાકાત લીધી હતી.

વિવિધ વિસ્તારની મુલાકાત : મુમતાઝ પટેલે કચ્છમાં આવેલા વાવાઝોડા બિપરજોયમાં થયેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. જે અંતર્ગત આજે બન્ની વિસ્તારમાં લોકોની લીધી મુલાકાત લીધી હતી. બન્નીમાં વાવાઝોડા બાદ સ્થિતિ વિશે માહિતી મેળવી હતી, ત્યાંના લોકો હજી પણ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમજ હજી સુધી સરકાર દ્વારા પણ કોઈપણ પ્રકારની સહાય આપવામાં નથી તે માટે વિપક્ષ દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવી હતી.

કચ્છની મુલાકાત પરિવાર જેવી : મુમતાઝ પટેલે કચ્છના વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારો ખાવડા, ભીરંડિયારાના ગામની મુલાકાત લીધી હતી, ત્યાર બાદ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શૈક્ષણિક સંસ્થાની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ સમગ્ર મુલાકાત અને સમીક્ષા બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમના પિતા સ્વ. અહેમદ પટેલના કચ્છના લોકો સાથેના સબંધો અંગે વાતચીત કરી હતી તેમજ કચ્છની મુલાકાત લઈને તેમને પોતાના પરિવાર જેવી લાગણી થઈ તેવું જણાવ્યું હતું.

મારા પિતાજીના કચ્છ વાસીઓ સાથેના જે સબંધ હતા તે નિભાવવા અહીં આવી છું. આજે કચ્છના બન્ની વિસ્તારના લોકોની મુલાકાત લીધી અને જાણ્યું કે હજી સુધી સમસ્યાઓ દૂર નથી થઇ રહી, ત્યારે અમે લોકો જવાબદાર વિપક્ષની દૃષ્ટિએ અવાજ ઉઠાવશું. પ્રાથમિક સુવિધાઓ છે જેમાં વીજળી અને પાણીની સેવાઓ પૂરી પાડવામાં સરકાર પાછળ રહી છે, ત્યારે આ સરકાર શું કામની. - મુમતાઝ પટેલ (ગુજરાત કોંગ્રેસ મહિલા આગેવાન)

આગામી સમયમાં ફરી કચ્છની મુલાકાતે આવશે : આ ઉપરાંત વાવાઝોડાના 20 દિવસ બાદ મુલાકાત લેવામાં આવી તે અંગે વાતચીત કરતા કરતા મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે, વાવાઝોડા બાદ સતત વાતાવરણ ખરાબ રહ્યું છે જેથી અહીં આવવું મુશ્કેલ હતું. હવામાન વિભાગ દ્વારા સતત વાતાવરણને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યા છે. આજે પણ રેડ એલર્ટ હતું છતાં પણ આજે અમુક સ્થળોની મુલાકાત લેવામાં આવી છે, જ્યારે અન્ય સ્થળોની મુલાકાત આગામી સમયમાં લેવામાં આવશે.

ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા : વર્ષ 2024માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી દાવેદારી અંગે વાત હિટ કરતા તેમને જણાવ્યું હતું કે, આગામી સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે પ્રચાર કરશે અને તેમના પિતાની પરંપરાગત બેઠક ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

  1. Kutch News : શું તમે વિચાર્યું છે કે પસ્તીથી કોઈને શિક્ષણ મળી શકે છે, દર વર્ષે આ ગ્રુપ પસ્તીથી અનેક બાળકોને ભવિષ્ય માટે કરે છે મદદ
  2. Teacher Transfer Camp : કચ્છ જિલ્લામાં 1652 શિક્ષકોની છે ઘટ, તો કેટલાક શિક્ષકોની આંતરિક બદલી થઈ
  3. Adani Port : અદાણી પોર્ટે મહાકાય જહાજ લાંગરવાનો વિક્ર્મ સર્જાયો, 4 ફૂટબોલના મેદાન જેવડું જહાજ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.