ETV Bharat / state

કચ્છમાં ભૂકંપ News: દુધઈ નજીક 3.0ની તીવ્રતાનો આંચકો નોંધાયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 12, 2023, 2:55 PM IST

magnitude-3-dot-0-earthquake-struck-near-dudhai-in-east-kutch
magnitude-3-dot-0-earthquake-struck-near-dudhai-in-east-kutch

સરહદી જિલ્લા કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરત પણે ચાલુ રહ્યો છે. પૂર્વ કચ્છના દુધઈ નજીક 3.0ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. પૂર્વ કચ્છના અનેક વિસ્તારમાં આ આંચકો અનુભવાયો હતો.

કચ્છ: વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના મોટા આફટર શોક નોંધાઈ રહ્યા છે. નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. આજે બપોરના સમયે 2:07 કલાકે 3.0ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના ભચાઉ, દુધઈ અને રાપર વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનો આંચકો દુધઈથી 25 કિલોમીટર દૂર નોર્થ-નોર્થ ઈસ્ટમાં નોંધાયો હતો. જોકે કોઈ નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. બપોરના 2:07 કલાકે આ ભૂકંપનો આંચકો નોંધાયો (magnitude 3.0 earthquake) હતો.

ભચાઉ પાસેની ફોલ્ટ લાઈન વધુ સક્રિય: પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં આવેલ ભૂકંપની ફોલ્ટ લાઈન પર અવારનવાર 1.5 થી 4.5 સુધીની તીવ્રતાના આંચકાઓ નોંધાતા આવ્યા છે. ખાસ કરીને ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે. જ્યારે પશ્ચિમ કચ્છમાં ભાગ્યે જ આંચકાઓ નોંધાતા હોય છે. આજે બપોરે ફરી વાગડ વિસ્તારમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. પશ્ચિમ કચ્છમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર પણ આંચકાઓ નોંધાતા હોય છે.

4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે લોકોમાં ભય: કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈનની સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા.પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.

  1. ગુજરાતની ધરા છેલ્લા એક વર્ષમાં હજાર વાર ધણધણી, જાણો આ ખાસ અહેવાલમાં ભૂકંપ વિજ્ઞાનનું ગણિત
  2. Earthquake Tremors in Amreli : વારંવાર ભૂકંપના આંચકાઓ અનુભવાતા ગ્રામ્ય જીવનના લોકોમાં ભયનો માહોલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.