ETV Bharat / state

Kutch Multilingual Singer: કચ્છની 13 વર્ષીય કેશ્વી ગાઈ શકે છે 5 ભાષાઓમાં ગીત, 80 ગીતો છે કંઠસ્થ

author img

By

Published : Mar 30, 2022, 7:17 PM IST

Updated : Mar 30, 2022, 8:53 PM IST

કચ્છના નખત્રાણા તાલુકાના(Nakhtrana taluka of Kutch) નાના અંગિયા ગામની 13 વર્ષીય કિશોરી કેશ્વી પટેલ 5 ભાષાઓમાં ગીત ગાઈ શકે છે. તે 5 ભાષાઓમાં ગાઈ શકે છે અને તેને 80 ગીતો યાદ છે. તેણીએ 3 વર્ષની ઉંમરથી તેણીની ગાયકીની શરૂઆત કરી હતી. તેણીનું સ્વપ્ન છે કુખ્યાત ટીવી સિંગિંગ કાર્યક્રમોમાં ભાગ લેવાનું છે.

Kutch Multilingual Singer
Kutch Multilingual Singer

કચ્છ: મન હોય તો માળવે જવાય એ ઉક્તિને કચ્છના નખત્રાણાની 13 વર્ષીય બાળકલાકાર કેશ્વી પટેલે સાર્થક કરી બતાવ્યું છે. તે 13 વર્ષની ઉંમરે જ 80 ગીતો કંઠસ્થ છે ઉપરાંત તે જુદી જુદી 5 ભાષામાં ગીત ગાઈ શકે છે. કેશ્વિનું સપનું ટેલિવિઝન ક્ષેત્રના વિવિધ સંગીત કાર્યક્રમોમાં ભાગ લેવાનું છે.

મન હોય તો માળવે જવાય એ ઉક્તિને કચ્છના નખત્રાણાની 13 વર્ષીય બાળકલાકાર કેશ્વી પટેલે સાર્થક કરી બતાવ્યું છે.

13 વર્ષની ઉંમરે 80 ગીતો કંઠસ્થ અને જુદીજુદી 5 ભાષાઓમાં ગઈ શકે છે ગીતો - કચ્છના નખત્રાણા તાલુકાના નાના અંગિયા ગામની 13 વર્ષીય કિશોરીએ અલગ અલગ પાંચ ભાષામાં ગીત ગાઈ અનોખી ઓળખ બનાવી છે. 13 વર્ષની ઉંમરે કેશ્વીને 80 ગીતો કંઠસ્થ છે. કેશ્વીએ ત્રણ વર્ષની ઉંમરથી જ ગીત ગાવાની શરૂઆત કરી હતી. 13 વર્ષની કેશ્વી પટેલે 3 વર્ષની ઉંમરે તેમના જ્ઞાતિના પ્રોગ્રામમાં શ્યામ તેરી બંસી બજાયે ઘનશ્યામ ભજનથી પોતાની ગાયનની શરુઆત કરી હતી. ત્યારબાદ કેશ્વીના માતા પિતાને જ્ઞાતિના લોકોએ તેમજ અન્ય સગા વ્હાલાઓએ કેશ્વીને સંગીત ક્ષેત્રે આગળ વધાવવા વાત કરી હતી.

13 વર્ષની ઉંમરે જ 80 ગીતો કંઠસ્થ છે ઉપરાંત તે જુદી જુદી 5 ભાષામાં ગીત ગાઈ શકે છે.
13 વર્ષની ઉંમરે જ 80 ગીતો કંઠસ્થ છે ઉપરાંત તે જુદી જુદી 5 ભાષામાં ગીત ગાઈ શકે છે.

આ પણ વાંચો: અમદાવાદનો બાળકલાકાર સ્મિત જેઠવા નવી વેબ સિરીઝમાં ચમક્યો

3 વર્ષની ઉંમરથી જ ગાવાનું શરૂઆત કરી હતી - કેશ્વીને એના માતા પિતાએ સંગીત ગુરુ પાસે સંગીતના પાઠો શીખવાડયા હતા. કેશ્વી આઠમા ધોરણ સુધી પાંચ ભાષાઓમાં ગીતો ગાઈને પોતાની પ્રતિભાનો પરિચય આપી રહી છે. સ્થાનિક સ્તરે યોજાતા દરેક ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં તે પોતાની ગાયકી રજૂ કરી લોકોની સરાહના પ્રાપ્ત કરી રહી છે.

કેશ્વીના પિતા બંગાળના,બંગાળી ગીત ખૂબ જ સારી રીતે ગાઇ શકે છે - સંગીતની સાથે સાથે કેશ્વીને ચિત્રકામ, રમત ગમત, બ્યુટી પાર્લર, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું(Making best out of West), ભરતનાટ્યમનો પણ શોખ(Hobby of Bharatnatyam) હોવાનું તેના માતાપિતાએ જણાવ્યું હતું . કેશ્વીના પિતા હર્ષદ પટેલનો જન્મ કલકત્તામાં થયો હોવાથી બંગાળી ભાષા(Bengali language) ગળથૂથીમાં મળતા આશા ભોંસલેએ જે ગીતને કંઠ આપ્યો છે તેવા બંગાળી ગીત(Bengali song) ખૂબ જ સારી રીતે ગાઇ શકે છે.

કેશ્વીને સ્કેચ ચિત્ર તેમજ ભરતનાટ્યમનો પણ શોખ - કેશ્વીની માતા લક્ષ્મીબેન પટેલે ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કેશ્વીને ગુજરાતી, હિન્દી, બંગાળી, અંગ્રેજી અને કોરીયન ભાષાના(Korean language) કુલ 80 જેટલા ગીતો કંઠસ્થ છે. આ માટે તેના મમ્મી લક્ષ્મીબેન પોતાની દીકરીને સંગીતના રિયાઝ(Music Practice) માટે જરૂરી સાધન સુવિધાઓની(Required equipment) સાથે ગાયન મહાવરા માટે પ્રોત્સાહન(Encouragement for singing rehearsals) પૂરું પાડે છે. કેશ્વી ગાયન ક્ષેત્રની સાથે કેશ્વી સ્કેચ ચિત્ર તેમજ ભરતનાટ્યમનો પણ શોખ ધરાવે છે.

આ પણ વાંચો: ગુજરાત ખેડૂતની 19 વર્ષીય દીકરી કોમર્શિયલ પાયલોટ બની

દરરોજ દોઢ કલાક જેટલો સમય સંગીત મહાવરા માટે ફાળવે છે - ધંધાર્થે ભુવનેશ્વર સ્થાયી હોવાથી પ્રારંભિક શિક્ષણ ધોરણ 1 થી 4નું ભુવનેશ્વર ખાતે મેળવી ધોરણ 4 થી 8 નું શિક્ષણ નખત્રાણા ખાતે મેળવી રહી છે. 2018માં મધર ટેરેસા ડ્રોઈંગ કોમ્પીટીશનમાં(Mother Teresa Drawing Competition) સમગ્ર ભારતમાં ચોથુ સ્થાન અને ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવીને કલા ક્ષેત્રે એક ઓલરાઉન્ડરની જેમ પોતાનું પદાર્પણ કર્યું છે. આ વિશે કેશ્વીનો પોતાનો અભ્યાસ ન બગડે તેનું ખાસ ધ્યાન રાખીને દરરોજ દોઢ કલાક જેટલો સમય સંગીત મહાવરા માટે ફાળવે છે.

દીકરો હોય કે દીકરી બન્ને એક સમાન - કેશ્વીના પિતાએ ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સંગીત માટે જે જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ હોય તે કેશ્વીને એને એના જન્મદિવસ પર ગિફ્ટ આપવામાં આવ્યું છે. આજના આ આધુનિક યુગમાં પણ અનેક લોકો એવા છે જે કંઈ રહ્યા હતા કે શું કરશો દીકરીને સંગીતમાં આગળ લઈ આવીને, દીકરી છે આને આમ ના કરાય પરંતુ હર્ષદભાઈએ તો દીકરો હોય કે દીકરી બન્ને એક સમાન એવું કહ્યું હતું.

કેશ્વીના માતાપિતા તેને ભવિષ્યમાં ઈન્ડિયન આઈડોલમાં ભાગ લેતી જોવા માંગે છે - કેશ્વીના માતાપિતા તેને ભવિષ્યમાં ઈન્ડિયન આઈડોલમાં ભાગ લેતી જોવા માંગે છે. કેશ્વીના માતાપિતા પોતાની દીકરીની મનની ઈચ્છા અને ગાયન શોખને પૂર્ણ કરવા માટે પોતાનાથી બનતું તમામ સપોર્ટ કરી રહ્યા છે સાથે સાથે અન્ય લોકોને પણ તેમની દિકરીને સપોર્ટ કરવા માટે અપીલ કરી રહ્યા છે.

Last Updated :Mar 30, 2022, 8:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.