ETV Bharat / state

Gram Panchayat Election Result 2021: પાકિસ્તાનના સમર્થનમાં નારા સાથે વીડિયો વાઈરલ, ગૃહપ્રધાને આપ્યા તપાસના આદેશ

author img

By

Published : Dec 22, 2021, 2:05 PM IST

Updated : Dec 22, 2021, 3:21 PM IST

Kutch Gram Panchayat Election Result 2021: પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવનારાનો વીડિયો વાઈરલ, પોલીસે તપાસ શરૂ કરી
Kutch Gram Panchayat Election Result 2021: પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવનારાનો વીડિયો વાઈરલ, પોલીસે તપાસ શરૂ કરી

પૂર્વ કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મંગળવારે પરિણામ (Kutch Gram Panchayat Election Result 2021) જાહેર થયું હતું. અહીં અંજાર તાલુકાના દુધઈ ગામમાં મત ગણતરી પૂર્ણ થયા પછી જીતની ખુશીમાં ઉમેદવારોના સમર્થકોએ વિજય સરઘસ કાઢ્યું હતું. તે દરમિયાન પાકિસ્તાનના સમર્થનમાં નારા લાગતા વિવાદ (Slogans in support of Pakistan in Kutch) સર્જાયો છે, ત્યારે આ મામલે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ પોલીસે દ્વારા નારા લગાવનારા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

કચ્છઃ જિલ્લાના પૂર્વ કચ્છમાં અંજાર તાલુકાના દુધઈ ગામ ખાતે ગઈ કાલે ગ્રામ પંચાયતની ચૂંટણીની મત ગણતરી પૂર્ણ થઈ હતી. ત્યારબાદ જીતની ખુશીમાં ઉમેદવારો અને સમર્થકોએ વિજય સરઘસ કાઢ્યું હતું, પરંતુ તે દરમિયાન કેટલાક લોકોએ પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવતા વિવાદ સર્જાયો હતો. ત્યારે પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવનારા (Slogans in support of Pakistan in Kutch) લોકોનો વીડિયો વાઈરલ (Video of slogans in support of Pakistan goes viral) થયો હતો. આ બાબતે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તમામ લોકો સામે યોગ્ય પગલા લેેવા પોલીસને તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો- Protest of Inflation: એ દિવસ દૂર નથી કે લોકોએ સાઈકલ લઈને જવું પડશે, રાજકોટમાં મહિલા કોંગ્રેસે મોંઘવારીનો વિરોધ કર્યો

ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ઘટનાને ગણાવી ગંભીર

વીડિયો વાઇરલ (Video Viral Of Kutch) થતા જ આ માહિતી રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પાસે પહોંચી હતી, આ બાદ તેમણે જણાવ્યું હતું કે, રેન્જ IG અને SP સાથે આ બાબતે વાતચીત કરીને તાત્કાલિક આ મામલે પગલાં ભરવામાં આવે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, આજે (બુધવાર) વહેલી સવારે ગુનો દાખલ કરી લેવામાં આવ્યો છે. તમામ લોકોને પકડવામાં આવશે. વધુમાં કહ્યું કે, "હું આપને વિશ્વાસ અપાવું છું કે, જે લોકો નારા લગાડવામાં સામેલ હતા, તે તમામ લોકોની ધરપકડ કરવામાં આવશે."

પોલીસ નારા લગાવનારાની ઓળખ કરી રહી છે

પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવનારાઓનો વીડિયો વાઈરલ

પૂર્વ કચ્છના 4 ગામનો સમન્વય ધરાવતી દુધઈ જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ઉમેદવારોની પેનલ વચ્ચે યોજાયો હતો. મંગળવારે સાંજે ચૂંટણીનું પરિણામ (Kutch Gram Panchayat Election Result 2021) આવ્યું હતું, જેમાં સરપંચ પદે રિનાબેન રાંઘુભાઈ કોઠિવારને વિજેતા જાહેર કરાયાં હતાં,ત્યારબાદ જીતની ઉજવણી કરતા તેમના સમર્થકો મતદાન મથકની ભીડ વચ્ચેથી નીકળ્યા હતા. આ દરમિયાન તેમાંથી કોઈએ પાકિસ્તાન તરફી નારા (Slogans in support of Pakistan in Kutch) લગાવ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ (Video of slogans in support of Pakistan goes viral) થયો છે.જો કે સ્પષ્ટ દેખાતું નથી કે કોણ નારો લગાવી રહ્યા છે.

આ પણ વાંચો- માર્શલ અને સાંસદો વચ્ચે થઈ ઝપાઝપી, વીડિયો સામે આવ્યો

પોલીસ નારા લગાવનારાની ઓળખ કરી રહી છે

આ સમગ્ર બાબત અંગે પૂર્વ કચ્છ પોલીસે નારા લગાવનારાની ઓળખ કરવા માટે તપાસ હાથ ધરી છે. આ મામલે દુધઈના PSI ગોહિલ સાથે કરતા તેમણે જણાવ્યું હતું કે, આવો એક વીડિયો અમારી સામે આવ્યો છે. તે વીડિયોમાં ખરેખર કોઈ બોલી રહ્યું છે. એ કોણ બોલ્યું છે. તેની ઓળખ માટેના પ્રયાસો શરૂ કર્યા છે. તેના બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને આ બાબતે ફરિયાદ પણ નોંધવામાં આવશે તથા નારા લગાવનારાઓની (Slogans in support of Pakistan in Kutch) ઓળખ SOG, દુધઈ પોલીસ, ગાંધીધામ એલસીબી, અંજાર પોલીસ કરી રહી છે.

Last Updated :Dec 22, 2021, 3:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.