ETV Bharat / state

Kutch Charas Case: BSFની ટુકડીને પેટ્રોલિંગ દરમિયાન કચ્છનાં જખૌ બંદર પાસેથી બિનવારસુ ચરસના વધુ 2 પેકેટ મળતા ચકચાર

author img

By

Published : Apr 7, 2022, 7:32 PM IST

Kutch Charas Case: BSFની ટુકડીને પેટ્રોલિંગ દરમિયાન કચ્છનાં જખૌ બંદર પાસેથી બિનવારસુ ચરસના 2 પેકેટ મળતા ચકચાર
Kutch Charas Case: BSFની ટુકડીને પેટ્રોલિંગ દરમિયાન કચ્છનાં જખૌ બંદર પાસેથી બિનવારસુ ચરસના 2 પેકેટ મળતા ચકચાર

કચ્છના દરિયાકાંઠાના જખૌ બંદરેના ઈબ્રાહીમ પીર પાસેથી BSFની ટુકડીને(BSF team) પેટ્રોલિંગ(BSF Patrolling ) દરમિયાન ચરસના બે પેકેટ મળી આવ્યા છે. અગાઉ પણ BSFની બટાલિયનને સર્ચ ઓપરેશન દરમિયાન ઓગસ્ટ મહિનામાં પણ જખૌના લુણા બેટ નજીક આવા બે પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટો પોલીસને સોપવામાં આવશે.

કચ્છ: સરહદી જિલ્લા કચ્છમાં દરિયાઈ સીમાથી વારંવાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ બન્યા છે. કચ્છના જખૌ બંદરના ઇબ્રાહિમ પીર બેટ પાસેથી બિનવારસુ ચરસના 2 પેકેટ મળતા દોડધામ મચી ગઈ છે.આ પેકેટને તપાસણી માટે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરાઇ છે.

BSFની ટુકડીને પેટ્રોલિંગ દરમિયાન બપોરના 1:25 વાગ્યે જખૌ બંદર નજીક ઇબ્રાહિમ પીર બેટ પાસેથી બે ચરસના પેકેટો મળી આવ્યા હતા.
BSFની ટુકડીને પેટ્રોલિંગ દરમિયાન બપોરના 1:25 વાગ્યે જખૌ બંદર નજીક ઇબ્રાહિમ પીર બેટ પાસેથી બે ચરસના પેકેટો મળી આવ્યા હતા.

બોર્ડર પરથી BSFને વારંવાર ડ્રગ્સનો જથ્થો મળ્યો છે - કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ભારત પાકિસ્તાનની બોર્ડર(India Pakistan border) પરથી વારંવાર ડ્રગ્સનો જથ્થો તેમજ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. આ ઉપરાંત પાકિસ્તાની બોટો અને માછીમારો પણ ઝડપાયા છે. આજે(ગુરુવારે) BSFની ટુકડીને પેટ્રોલિંગ દરમિયાન બપોરના 1:25 વાગ્યે જખૌ બંદર નજીક ઇબ્રાહિમ પીર બેટ પાસેથી બે ચરસના પેકેટો મળી આવ્યા હતા.

BSFની ટુકડીને બિનવારસુ ચરસના 2 પેકેટ મળ્યા - ઉલ્લેખનીય છે કે કચ્છના દરિયાઈ સીમા પાસેથી લાંબા સમય બાદ 3 દિવસ અગાઉ લકી ક્રિકમાંથી પણ ચરસના 2 પેકેટ મળી આવતા વિવિધ એજન્સીઓ અને BSF દ્વારા સર્ચ ઓપરેશન(BSF Battalion Search Operation) હાથ ધર્યું હતું. ત્યારે આજે ફરી BSFની ટીમને જખૌ બંદરના ઇબ્રાહિમ પીર બેટ પાસેથી(Ibrahim Pir Bat of Jakhau Port) ચરસના 2 પેકેટ મળી આવ્યા હતા. આ વિસ્તારમાંથી અગાઉ પણ ચરસના પેકેટો મળી આવ્યા છે. આ દરમિયાન પણ આવા જ પેકેટો મળી આવ્યા છે.

જખૌના લુણા બેટ નજીક આવા બે પેકેટ મળી આવ્યા હતા.
જખૌના લુણા બેટ નજીક આવા બે પેકેટ મળી આવ્યા હતા.

આ પણ વાંચો: Charas case Ahmedabad: યુવાધનને નશાના રવાડે ચઢાવનાર બે કાશ્મીરી આરોપીઓની ધરપકડ

ચરસના પેકેટની કિંમત હજી જાહેર કરાઈ નથી - BSFની બટાલિયનને સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવેલ પેકેટોની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત( packets price in international market) કેટલી છે તે હજી જાહેર કરવામાં આવ્યું નથી. અગાઉ ઝડપાયેલા બિનવારસુ ચરસના જથ્થા પૈકીનો જથ્થો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે અને વધુ તપાસ માટે આ પેકેટો પોલીસને સોંપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સાતેક માસ પહેલા ગત ઓગસ્ટ મહિનામાં પણ જખૌના લુણા બેટ નજીક BSF 102 બટાલીયનની ટીમને સર્ચ ઓપરેશન સમયે બે પેકેટ મળી આવ્યા હતા.

આ પણ વાંચો: Liquor In Vadodara: વડોદરામાં કબ્રસ્તાનમાં દફનવિધી કરવા ગયેલા લોકોને મળી આવી દારૂની પેટી

જુદી જુદી એજન્સીઓએ 1432 ચરસના પેકેટ જપ્ત કર્યા છે - અગાઉ BSF, ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ દ્વારા જખૌ બંદર અને ક્રિક વિસ્તારમાંથી આવા જ ચરસના પેકેટો મળી આવ્યા છે. પાકિસ્તાન તરફથી આવતા દરિયાઈ લહેરથી ધોવાઈ ગયેલા આ ચરસના પેકેટ ભારતમાં પ્રવેશે છે, જેને BSF અને અન્ય એજન્સીઓએ રિકવર કરી લીધા છે. 20 મે, 2020થી BSF અને અન્ય તમામ એજન્સીઓ દ્વારા કુલ 1432 ચરસના પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.