ETV Bharat / state

Rubik's Cube : બાળકે આંખે પટ્ટો બાંધીને ગેમ કરી સોલ્વ, વર્લ્ડ રેકોર્ડ નોંધતા કચ્છની ધરાનું નામ કર્યું રોશન

author img

By

Published : Apr 7, 2023, 4:43 PM IST

ભુજના 9 વર્ષીય બાળકે આંખે પટ્ટો બાંધીને ગેમ રમીને ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. આ બાળકે આંખે પટ્ટો બાંધીને 59 સેકન્ડમાં Rubik's cube સોલ્વ કર્યું છે. બાળકે રેકોર્ડ માટે 4 વખત પ્રયત્ન કર્યા હતા. ત્યારે હાલ રેકોર્ડના માહોલને લઈને કચ્છની ધરાનું નામ રોશન કર્યું છે.

Rubik's Cube : બાળકે આંખે પટ્ટો બાંધીને ગેમ કરી સોલ્વ, વર્લ્ડ રેકોર્ડ નોંધતા કચ્છની ધરાનું નામ કર્યું રોશન
Rubik's Cube : બાળકે આંખે પટ્ટો બાંધીને ગેમ કરી સોલ્વ, વર્લ્ડ રેકોર્ડ નોંધતા કચ્છની ધરાનું નામ કર્યું રોશન

આંખે પટ્ટો બાંધીને બાળકે Rubik's cube સોલ્વ કરીને નોંધ્યો રેકોર્ડ

કચ્છ : આજે વિશ્વમાં નાના બાળકથી માંડીને વૃદ્ધો અનેક રીતે પોતાની આવડત વડે વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. વખતો વખત સફળતા મેળવીને વર્લ્ડ રેકોર્ડ પણ સર્જતા હોય છે, ત્યારે ભુજનો નવ વર્ષીય કિઆન રુતુલ શાહે પોતાના ટેલેન્ટ વડે ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન મેળવ્યું છે.

9 વર્ષીય બાળકે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ : સોશિયલ મીડિયાના સમયમાં રોજ લોકો પોતાના ટેલેન્ટ થકી કંઈક ને કંઈ અલગ કરીને રાતોરાત ચર્ચામાં આવી જતા હોય છે અને ફેમસ થઈ જતાં હોય છે. જેમાં હાલમાં ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર ચાલી રહેલા અવનવી રીલના ટ્રેન્ડ અને યુટ્યુબ શોર્ટ વિડિયો માટે લોકો ખૂબ જ મહેનત કરીને કન્ટેન્ટ બનાવી રહ્યા છે. એવી જ રીતે ભુજના 9 વર્ષીય કિઆને આંખે પટ્ટો બાંધીને સ્કેટિંગ કરીને 59 સેકન્ડમાં 3×3 સાઈઝનો Rubik's cube સોલ્વ કર્યું છે અને ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન મેળવ્યું છે.

આંખે પટ્ટો બાંધીને solve કરે છે ગેમ : કિઆન છેલ્લા 2 વર્ષથી સ્કેટિંગ કરી રહ્યો છે અને છેલ્લા 6 મહિનાથી 3×3 સાઈઝનો rubik's cube સોલ્વ કરી રહ્યો છે. 7 મહિનાથી આંખે પટ્ટો બાંધીને વસ્તુઓ ઓળખવાનો અભ્યાસ કરી રહ્યો છે અને સતત ઝડપથી rubik's cube સોલ્વ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. કિઆનને બાળપણથી જ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં રસ હોવાનું તેના માતાપિતાએ જણાવ્યું હતું. આ ઉપરાંત કિઆનને તેના દાદા-દાદી અને માતા-પિતા આ ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન પણ પૂરું પાડે છે.

માતાપિતાના પ્રોત્સાહન થકી આગળ વધ્યો : કિઆન જે ક્લાસીસમાં સ્કેટિંગની પ્રેક્ટિસ કરવા જાય છે, ત્યાંના શિક્ષકે કિઆનના આંખે પટ્ટો બાંધીને 3×3 સાઈઝનો rubik's cube ઉકેલવાના ટેલેન્ટને ધ્યાનમાં રાખીને તેને આંખે પટ્ટો બાંધીને સ્કેટિંગ કરતાં કરતાં ઝડપથી rubik's cube solve કરવાનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટે પ્રયત્ન કરવા જણાવ્યું હતું. જે માટે કિઆનના માતા ધારાબેન અને પિતા રુતુલ ભાઈએ તેને સતત માર્ગદર્શન અને સહકાર આપ્યો હતો.

ઉત્સાહ અને ખુશીની લાગણી
ઉત્સાહ અને ખુશીની લાગણી

વર્લ્ડ રેકોર્ડ માટે કર્યા 4 પ્રયત્નો : કિઆનના માતા ધારાબેને કિઆનને વર્લ્ડ રેકોર્ડ માટે અરજી કરવાની તમામ ઓનલાઇન પ્રક્રિયા કરી હતી અને ત્યાર બાદ ભુજના એરપોર્ટ રોડ પર કિઆને આંખે પટ્ટો બાંધીને સ્કેટિંગ કરતા કરતા 3×3 સાઈઝનો rubik's cube ઉકેલવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં તેણે થોડો વધારે સમય લીધો હતો અને ફરી પ્રયત્ન તે કરતો ગયો તેમજ 3 વખત તેને પ્રયત્ન કર્યા બાદ ચોથા પ્રયત્ને તેને 59 સેકન્ડમાં 3×3 સાઈઝનો rubik's cube ઉકેલ્યો હતો. તેનો વિડીયો તેના માતા પિતાએ રેકોર્ડ કરીને ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે મોકલ્યો હતો.

52 સેકન્ડમાં કરેલા રેકોર્ડ નિષ્ફળ ગયો : ઉલ્લેખનીય છે કે, આમ તો કિઆને અગાઉ કરેલા 3 પ્રયત્નમાં એક વખત આંખે પટ્ટો બાંધીને સ્કેટિંગ કરતા કરતા 52 સેકન્ડની અંદર rubik's cube solve કર્યો હતો, પરંતુ તેમાં તેને સતત સ્કેટિંગના કરતા તેને વર્લ્ડ રેકોર્ડ માટે ફરીથી પ્રયત્ન કરવો પડ્યો હતો અને ત્યાર બાદ ચોથા પ્રયત્ને તેને વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો.

કિઆને પરિવારની સાથે કચ્છનું નામ રોશન કર્યું : કિઆને એક જ સમયે આંખે પટ્ટો બાંધીને સાથે સ્કેટિંગ કરીને એમ એક સાથે બે પ્રવૃત્તિઓ કરીને સૌથી ઝડપી 59 સેકન્ડમાં rubik's cube solve કરીને ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવીને સિદ્ધિ હાંસલ કરી હતી. કિઆનના નાની વયે પોતાના ટેલેન્ટ અને વર્લ્ડ રેકોર્ડથી ના માત્ર કિઆનના પરિવાર પરંતુ સમગ્ર ભુજની સાથે સાથે કચ્છનું પણ નામ રોશન કર્યું છે. તેના આ વર્લ્ડ રેકોર્ડથી તેના પરિવારમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી.

ઉત્સાહ અને ખુશીની લાગણી : કિઆને જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષથી તે સ્કેટિંગ અને છેલ્લા 6 મહિનાથી આંખે પટ્ટો બાંધીને rubik's cube solve કરી રહ્યો છે. તેને તેના શિક્ષકના માર્ગદર્શનથી એક જ સમયે આંખે પટ્ટો બાંધીને અને સાથે સ્કેટિંગ કરીને સૌથી ઝડપી 59 સેકન્ડમાં rubik's cube solve કરીને ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. જોકે તેને આ રેકોર્ડ માટે 4 વખત પ્રયત્ન કર્યો હતો, પરંતુ રેકોર્ડ સ્થાપિત કરતા ઉત્સાહ અને ખુશીની લાગણી અનુભવે છે.

આ પણ વાંચો : Surat News : એક બાદ એક પાંચ ફ્રેકચર છતાં મલેશિયામાં આયર્નમેન ટ્રાયથ્લોનમાં હાંસલ કર્યો દસમો ક્રમ

એક જ સમયે 2 પ્રવૃતિઓ કરીને સ્થાપ્યો રેકોર્ડ : કિઆનના પિતા રુતુલ શાહે જણાવ્યું હતું કે, નાની વયમાં તેણે એક સાથે બે પ્રવૃત્તિઓ કરીને સૌથી ઝડપી 59 સેકન્ડમાં rubik's cube solve કરીને બે જગ્યાએ તેને ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવીને તેને નામ રોશન કર્યું છે.

આ પણ વાંચો : World Record: મેન્ટલ હેલ્થ અવેરનેસ અભિયાન પર સૌરાષ્ટ્ર યુનિ.ના વિભાગનું વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

માતા તરીકે ખૂબ જ ગૌરવ : કિઆનના માતા ધારા શાહે જણાવ્યું હતું કે, ઘણા સમયથી તે પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને જ્યારે વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે નક્કી કરવામાં આવ્યું ત્યારે તેની નોંધણીની તમામ પ્રક્રિયા ઓનલાઇન કર્યા બાદ તેને 4 વખત આ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા માટે પ્રયત્ન કર્યો હતો. સ્કેટિંગની સાથે સાથે તેને આંખે પટ્ટો બાંધીને સૌથી ઝડપી rubik's cube solve કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેની ખુશી પૂરા પરિવારને છે અને માતા તરીકે મને તેના પર ગૌરવ છે. કિઆને તેના દાદાનું સપનું પૂર્ણ કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.