Ice Cream Business In Kutch: કોરોનાકાળ બાદ વેપારીઓને આઇસ્ક્રીમના સારા વેપારની આશા, ઉત્પાદન અને વેચાણ વધ્યું

author img

By

Published : Mar 19, 2022, 3:45 PM IST

Updated : Mar 19, 2022, 6:52 PM IST

Ice Cream Business In Kutch: કોરોનાકાળ બાદ વેપારીઓને આઇસ્ક્રીમના સારા વેપારની આશા, ઉત્પાદન અને વેચાણ વધ્યું

આઇસ્ક્રીમ ઉત્પાદકોએ ઉત્પાદનમાં 30થી 50 ટકાનો વધારો કર્યો છે. આઇસ્ક્રીમના વેચાણમાં 40થી 50 ટકા જેટલો વધારો નોંધાયો છે. કોરોનાકાળના 2 વર્ષ બાદ આ વખતે વેપારીઓને સારા વેપાર (Ice Cream Business In Kutch)ની આશા છે. જો કે કાચામાલના ભાવમાં વધારો થવાના કારણે વેપારીઓએ થોડીક મુશ્કેલી પડી રહી હોવાનું જણાવ્યું હતું.

કચ્છ: ઉનાળા (Summer Season 2022)ની શરૂઆત થઇ ચૂકી છે અને હવામાનમાં પણ પલટો આવ્યો છે. મહત્તમ તાપમાન (temperature in kutch bhuj) પણ 40 ડિગ્રી જેટલું નોંધાયું છે. લોકો પોતાના શરીરના તાપમાનને ઠંડુ રાખવા માટે અવનવા પ્રયત્નો કરતા હોય છે. ઉનાળાની ઋતુમાં લોકો આઇસ્ક્રીમ ખૂબ ખાતા હોય છે. કોરોનાકાળ (Corona In Gujarat) બાદ આ વખતે વેપારીઓને પણ સારા વેપારની આશા છે. રાજ્યમાં બપોર સુધીમાં ધોમધખતા તાપથી તાપમાનનો પારો 39 ડિગ્રીથી 42 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતથી ભારે તાપ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં બપોર સુધીમાં ધોમધખતા તાપથી તાપમાનનો પારો 39 ડિગ્રીથી 42 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યો છે.

કોરોનાના કારણે છેલ્લાં 2 વર્ષથી વેપાર નહોતો થયો

ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે શેરડી, નારિયેળ તથા લીંબુનો જ્યુસ પીતાં (summer drinks in gujarat) જોવા મળી રહ્યા છે. ઉપરાંત લોકો જુદાં જુદાં સ્વાદની આઇસ્ક્રીમ પણ ખાતા હોય છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાકાળમાં દર વર્ષે જે વેપાર થતો હોય છે તે નહતો થયો, ત્યારે ચાલું વર્ષે ગરમીના દિવસો પણ માર્ચની શરૂઆતથી જ શરૂ થઈ ચૂક્યા છે. ગ્રાહકોની માંગ (consumer demand ice cream in gujarat)ને ધ્યાનમાં રાખીને આઈસ્ક્રીમ ઉત્પાદકોએ પણ 30થી 50 ટકા જેટલા ઉત્પાદનમાં વધારો કર્યો છે. તો વેચાણમાં પણ 40થી 50 ટકા જેટલો વધારો નોંધાયો છે, તેવું આઇસ્ક્રીમ વિક્રેતાઓએ જણાવ્યું હતું.

ઉત્પાદકોએ પણ 30થી 50 ટકા જેટલા ઉત્પાદનમાં વધારો કર્યો છે.
ઉત્પાદકોએ પણ 30થી 50 ટકા જેટલા ઉત્પાદનમાં વધારો કર્યો છે.

આ પણ વાંચો: Mango Cultivation in Kutch : ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં કેરીનું થશે મબલક ઉત્પાદન, જાણો ક્યાં કેટલું વાવેતર છે

કાચા માલના ભાવોમાં વધારો

આ વર્ષે ગરમીનું પ્રમાણ વધતાં લોકોની આઇસ્ક્રીમની દુકાનો (ice cream Shops In Kutch Bhuj) પર દિવસભર અવરજવર ચાલું છે તેવું આઇસ્ક્રીમ વેચતા વેપારીઓએ જણાવ્યું હતું. તો આ વર્ષે વેપારીઓમાં પણ સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ મોંઘવારી વધી જતાં કાચા માલના ભાવો પણ વધ્યા છે. પરિણામે વેપારીઓને થોડીઘણી હાલાકી પણ ભોગવવી પડે છે. ડ્રાય ફ્રુટ, પ્લાસ્ટિક, ચોકલેટ સીરપ વગેરે ચીજવસ્તુઓના ભાવોમાં વધારો થયો છે.

મોંઘવારી વધી જતાં કાચા માલના ભાવો પણ વધ્યા.
મોંઘવારી વધી જતાં કાચા માલના ભાવો પણ વધ્યા.

આઇસ્ક્રીમના ભાવોમાં કોઈપણ પ્રકારનો ભાવ વધારો નહીં

છેલ્લાં 20 વર્ષોથી અજય આઇસ્ક્રીમના નામે વેપાર કરતાં મુકેશભાઈ ધોળુંએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, માર્કેટમાં કોમ્પિટિશન વધી ગઇ છે અને દરેક કંપનીઓ પોતાની પ્રોડક્ટના ભાવોમાં વધારો-ઘટાડો લાવે છે. જેથી કરીને અન્ય કંપનીઓની પ્રોડક્ટ પર અસર પડે છે અને ગ્રાહકો પણ ભાવવધારાને કારણે આઈસ્ક્રીમ લેવાનું પસંદ કરતા નથી. પરિણામે એ ને એજ જૂનાં ભાવ રાખવા પડે છે મોંઘવારી હોવા છતાં પણ.

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી, આગામી દિવસોમાં હિટવેવની શકયતા

સીઝનિંગ ધંધો છે માત્ર 4 મહિનામાં જ કમાણી કરવાની હોય છે: વેપારી

ડ્રાય ફ્રુટ, પ્લાસ્ટિક, ચોકલેટ સીરપ વગેરે ચીજવસ્તુઓના ભાવોમાં વધારો
ડ્રાય ફ્રુટ, પ્લાસ્ટિક, ચોકલેટ સીરપ વગેરે ચીજવસ્તુઓના ભાવોમાં વધારો

વધુમાં મુકેશભાઈએ જણાવ્યું હતું કે, આઇસ્ક્રીમનો ધંધો સીઝનિંગ ધંધો (Seasoning business in gujarat) છે. માત્ર 4 મહિનામાં જ કમાણી કરવાની રહેતી હોય છે. છેલ્લાં 2 વર્ષમાં જે કોરોનાકાળમાં ધંધામાં માર પડી છે તે આ વર્ષે ધંધો સારો મળી રહ્યો છે. તેમાં ભરપાઈ થઈ જાય તેવી આશા છે, પરંતુ મોંઘવારી એટલી છે કે ધંધો કરવો અઘરો પડી રહ્યો છે. કાચા માલનો ભાવ વધારે હોવાથી વેપારીઓ સ્ટોક પણ નથી જમા કરી શકતા.

ઘરાકીમાં 60 ટકા જેટલો વધારો

ભુજના મેઈન બજારમાં સાંઈ આઇસ્ક્રીમ પાર્લર ચલાવતા ધર્મેન્દ્ર ચહેરાએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ વખતે 15થી 20 દિવસ અગાઉથી જ ગરમી શરૂ થઈ ચૂકી છે અને ઘરાકી ખૂબ સારા પ્રમાણમાં મળી રહી છે. સવારથી મોડી રાત સુધી ગ્રાહકો આઇસ્ક્રીમ ખાવા માટે આવતા હોય છે. છેલ્લાં 2 વર્ષ કોરોનાકાળમાં ઘરાકી નહોતી. હવે 60 ટકા જેટલી ઘરાકીમાં વધારો થયો છે અને આશા છે કે, આ વખતે ઉનાળાની ઋતુમાં સારો વેપાર થશે. ઉપરાંત મોંઘવારીના કારણે થોડીક તકલીફ પણ પડી રહી છે તેવું વેપારીએ જણાવ્યું હતું.

Last Updated :Mar 19, 2022, 6:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.