ETV Bharat / state

Today Gujarat Weather : રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, શીત-લહેરને લઈ એલર્ટ

author img

By

Published : Jan 25, 2023, 12:36 PM IST

Updated : Jan 25, 2023, 3:21 PM IST

Gujarat Weather today: રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, હવામાન વિભાગે વધુ એક દિવસ શીતલલહેરની ચેતવણી જારી કરી
Gujarat Weather today: રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, હવામાન વિભાગે વધુ એક દિવસ શીતલલહેરની ચેતવણી જારી કરી

ગુજરાતમાં ભારે ઠંડી પડી રહી છે. હજુ પણ હવામાન વિભાગએ શીતલહેરની આગાહી જાહેરાત કરી છે. નલિયામાં સૌથી ઓછું 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 2 દિવસ હજુ પણ ઠંડી પડવાની સંભાવના હવામાન વિભાગએ વ્યક્ત કરી છે. જોકે, ઠંડીને કારણે જીનજીવન પર સીધી અસર પડી રહી છે. ખાસ કરીને મોડી રાત્રે પરત ફરનારા અને વહેલી સવારે કામ હેતું જનારા લોકો રીતસરના ઠુંઠવાઈ રહ્યા છે.

કચ્છ: રાજ્યમાં બર્ફીલા પવન સાથે ડંખીલો ઠાર દિવસેને દિવસે લોકોની દાઢી ધ્રુજાવી રહ્યો છે. જનજીવન પર તેની અસર થઈ રહી છે. તો રાજ્યમાં લઘુતમ તાપમાન 5 ડિગ્રીથી 15 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. હવામાન વિભાગે વધુ એક દિવસ શીતલલહેરની આગાહી કરી છે. જોકે, દિવસ કરતા રાતની ઠંડી વધારે અનુભવાઈ રહી છે. શહેરના રસ્તાઓ પર 10 વાગ્યા બાદ જાણે કુદરતી કર્ફ્યૂ લાગ્યો અને રોડ જાણે પહોળા થતા હોય એવો માહોલ છેલ્લા ચાર દિવસથી જોવા મળે છે.

આ પણ વાંચો વિદ્યાર્થીઓને રાહત, તંત્રએ ઠંડીને લઈને શાળાના સમયમાં કર્યો ફેરફાર

કડકડતી ઠંડી: રાજ્યમાં ઠંડીના ઠારના માર સાથે પવનની તીવ્રતા વધુ રહેતાં લોકોને ધોળા દિવસે પણ તાપણું કરી કડકડતી ઠંડી સામે રક્ષણ મેળવવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો દિવસભર ઠંડા પવનના કારણે ગરમ વસ્ત્રો પહેરવા પડી રહ્યા છે. છેલ્લાં ત્રણેક દિવસોથી પવનની ગતિ પણ વધી રહી છે અને જનજીવન ખોરવાઈ રહ્યું છે.

હવામાન વિભાગે વધુ એક દિવસ શીતલલહેરની ચેતવણી જારી કરી
હવામાન વિભાગે વધુ એક દિવસ શીતલલહેરની ચેતવણી જારી કરી

પવન ફૂંકાયો: રાજ્યના શીતમથક નલિયામાં લઘુતમ પારો ફરી ગગડતા 6 ડિગ્રીએ પહોંચતાં રાજ્યના મોખરાનાં શીતમથકમાં સ્થાન મેળવ્યું હતું. હવામાન વિભાગે વધુ એક દિવસ શીત-લહેરની આગાહી કરતાં કચ્છના વહીવટી તંત્ર દ્વારા આવશ્યક તકેદારીનાં પગલાં ભરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરાઇ હતી. 10થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનના પગલે લઘુત્તમ તાપમાનનો પારો ગગડેલો રહેતાં આખો દિવસ ઠંડીનો ઠાર અનુભવાયો છે. લોકોને ગરમ વસ્ત્રો આખો દિવસ પહેરી રાખવા પડયા હતા.

આ પણ વાંચો પાટણમાં આપણા વચ્ચે તાપણાં, પવન સાથે ઠંડીના સુસવાટાથી જનજીવન પ્રભાવિત

બર્ફીલા પવનો: આગામી બે દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે. પછી તબક્કાવાર પારો બેથીચાર ડિગ્રી તાપમાન ઊંચકાતાં ઠંડીમાં આંશિક રાહત મળશે. કોલ્ડવેવ એટલે કે શીત-લહેરની આગાહીને ધ્યાને લઇ કચ્છના અધિક નિવાસી કલેકટર મિતેશ પંડયાએ તકેદારીના ભાગરૂપે કોલ્ડવેવથી કોઇ જાનહાનિ ન થાય તે માટે રેન બસેરામાં વ્યવસ્થાની ચકાસણી કરવા, કોઇ માનવ મૃત્યુ થાય તો તાત્કાલિક કન્ટ્રોલ રૂમમાં જાણ કરવા, મોટી ઉંમરના વડીલો, નાનાં બાળકોને ઠંડીથી બચવા માટે કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવા, વધુ કેલેરીવાળો પોષક આહાર લેવા સહિતની સૂચના પણ આપવામાં આવી છે.

કયા શહેરમાં કેટલું તાપમાન? નલિયામાં 6 ડિગ્રી, અમદાવાદમાં 10 ડિગ્રી, વડોદરામાં 11.6 ડિગ્રી, સુરતમાં 14 ડિગ્રી, રાજકોટમાં 10, અમરેલી 9.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Last Updated :Jan 25, 2023, 3:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.