Unseasonal Rain in Kutch : કચ્છ જિલ્લામાં આગામી 5 દિવસોમાં વરસી શકે છે કમોસમી વરસાદ

author img

By

Published : Jan 18, 2022, 11:21 AM IST

Unseasonal Rain in Kutch : કચ્છ જિલ્લામાં આગામી 5 દિવસોમાં વરસી શકે છે કમોસમી વરસાદ
Unseasonal Rain in Kutch : કચ્છ જિલ્લામાં આગામી 5 દિવસોમાં વરસી શકે છે કમોસમી વરસાદ ()

ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો(Weather of Gujarat Today) આવવાની સંભાવનાઓને વર્તાઈ રહી છે. આગામી 5 દિવસોમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ઠંડીનો ચમકારો પણ અનુભવાય તેવી પૂરી સંભાવના છે. તેમજ રાજ્યના કચ્છ સહિત અનેક વિસ્તારમાં માવઠાની (Unseasonal Rain in Kutch) આગાહી સામે આવી રહી છે.

કચ્છઃ ગુજરાતના વાતાવરણમાં (Temperature in Gujarat) ફરી એકવાર મોટો પલટો આવવાની સંભાવનાઓને વર્તાઈ રહી છે. આગામી 5 દિવસોમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ઠંડીનો (Cold Temperature in Gujarat) ચમકારો પણ અનુભવાય તેવી પૂરી સંભાવના છે. આ દરમિયાન વિષમ હવામાનની વિપરીત અસરને કારણે માવઠુ થવાની સંભાવના પણ રહેલી છે. ત્યારે આગામી 5 દિવસોમાં કચ્છ જિલ્લામાં પણ કમોસમી વરસાદ (Unseasonal Rain in Kutch) વરસી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ઠંડીમા ક્રમશ ઘટાડો

આગામી બે દિવસ પછી ઠંડીમા ક્રમશ ઘટાડો જોવા મળશે. કચ્છ જિલ્લામાં 18થી 22 જાન્યુઆરી સુધીના 5 દિવસ દરમ્યાન છુટોછવાયો વરસાદ (Non Seasonal Rain in Gujarat) તેમજ વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. તારીખ 20થી 25 જાન્યુઆરી દરમિયાન દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં છેક રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગ સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશેને કરા પણ પડવાની (Forecast of Unseasonal Rain in Kutch) સંભાવના છે. જેના પગલે જિલ્લાના સંબધિત વિભાગો, મુખ્ય પોર્ટ, ખરીદ કેન્દ્ર અને ખેડૂતોને સચેત કરવામાં આવ્યા છે.

એપીએમસી, પોર્ટ અને ખેડૂતોને કરાયા એલર્ટ

ડિઝાસ્ટર મામલતદાર નીરવ બ્રહ્મભટ્ટ દ્વારા કચ્છના જિલ્લા પુરવઠા અધિકારી, નાયબ બાગાયત, જિલ્લા ખેતીવાડી અધિકારી અને કંડલા, માંડવી, મુન્દ્રા, જખૌ પોર્ટ અધિકારીને સંબોધીને સ્ટેટ ઇમરજન્સી સેવાને સતર્ક કરવામાં આવી છે. તો કમોસમી વરસાદની આગાહીના (Unseasonal Rainfall Forecast) પગલે જિલ્લામાં શાકભાજી, બાગાયતી પાકોને ઉતારી લેવા તેમજ ઘાસચારાને સલામત સ્થળે ખસેડી લેવા અને એપીએમસી, ખરીદ કેન્દ્ર વગેરે સ્થળોએથી ખેત જણસો, જથ્થાને સલામત રીતે સુરક્ષિત સ્થળે ખસેડી લેવા જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત કમોસમી વરસાદ વરસ્યા બાદ ઠંડીના પ્રમાણમાં પણ વધારો જોવા મળશે.

આ પણ વાંચોઃ Gujarat Weather Report : રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું, જાણો આજનું તાપમાન

આ પણ વાંચોઃ Cold wave in Gujarat: જાણો શિયાળામાં પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી રાખવા શું કરવું !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.