Folk musical instrument Surando : કચ્છી લોકસંગીત વાદ્ય સુરંદો લુપ્ત થઇ જાય એ પહેલાં જાણો કઈ રીતે બને છે અને શું છે મહત્વ

author img

By

Published : Feb 25, 2022, 6:12 AM IST

Folk musical instrument Surando

કચ્છ જિલ્લામાં સંગીત ક્ષેત્રના અનેક શ્રેષ્ઠ વાદ્યો છે જેમાંનું એક વાદ્ય 'સુરંદો' છે. જે હવે કચ્છ જિલ્લામાંથી લુપ્ત થઈ રહ્યું છે. સુરંદો (Folk musical instrument Surando) કેવી રીતે બનાવાય છે અને શેમાંથી બને છે તે વિશે જાણો આ વિશેષ અહેવાલમાં.

કચ્છઃ ગુજરાતનો કચ્છ જિલ્લો અનેક પ્રકારની કલા કારીગરી તેમજ કલાકારો માટે પ્રખ્યાત છે. કચ્છ જિલ્લામાં સંગીત ક્ષેત્રના અનેક શ્રેષ્ઠ વાદ્યો છે, જેમાંનું એક વાદ્ય 'સુરંદો' (Folk musical instrument Surando)છે. સુરંદો કચ્છ, સિંધ, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનનું લોકપ્રિય વાદ્ય છે. જે હવે કચ્છ જિલ્લામાંથી લુપ્ત (Surando becomes extinct) થઈ રહ્યું છે. 'સુરંદો' એ કચ્છનું એક પ્રાચીન લોકસંગીત (Kutchi folk musical instrument Surando) વાદ્ય છે. તારવાળા આ તંતુવાદ્યને ગઝ અથવા ગાઝીથી વગાડવામાં આવે છે. સારંગી જેવું લાગતું આ વાદ્ય આમ તો બધા જ લાકડામાંથી બની શકે, પણ લાહિરો લાકડાને સુરંદો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સુરંદો બનાવવા માટે લાકડાને મોર જેવો આકાર આપવામાં આવે છે.

Folk musical instrument Surando

સુરંદો રોહીડાનાં લાકડામાંથી બનાવવામાં આવે છે

સુરંદોનો (Folk musical instrument Surando) ઉદભવ પાકિસ્તાનમાં થયો છે. કચ્છમાં આ વાદ્ય ફકીરાણી જત સમાજમાં જોવા મળે છે. જે આ કલા વંશપરંપરાગત ઊતરી આવી છે. સુરંદો પાંચ તારનું તંતુ વાદ્ય છે. જે રોહીડાનાં લાકડામાંથી બનાવવામાં આવે છે. અને તેને પણછથી વગાડાય છે. આ પણછ ઘોડાની પૂછડીના વાળમાંથી બનાવાય છે. સુરંદાનો કલાકાર જયારે સુરંદો વગાડવા બેસે છે ત્યારે સૌ પ્રથમ પણછને ઝીણા પાતળાં પળ અથવા ‘બીચ્ચો’’ સાથે ઘસાય છે. જે સરગુના ઝળનું રસ હોય છે, ત્યાર બાદ પણછને તાર પર ઘસવાથી સુરંદોના સૂ૨ પેદા થાય છે. સુરંદો ખાસ કરીને ચોમાસામાં વધારે વગાડતાં હોય છે.

Folk musical instrument Surando
Folk musical instrument Surando

સુરંદોને ગડા–ગમેલા સાથે સંગત કરવામાં આવે છે

સુરંદોને (Folk musical instrument Surando) ગડા–ગમેલા સાથે સંગત કરવામાં આવે છે. એટલી જ સારી રીતે તેના સાથે બૈત આલાપે છે. પશુપાલકો જયારે એકલા અટુલા પોતાના ઢોરઢાંખર સાથે હોય ત્યારે ઘણા સમયે બધાં ભેગા થાય છે. સુરંદોને પેઢી દર પેઢી કલાવારસાને આપતા ગયાં. આમ, બાપથી દીકરા સુધી પરંપરામાં ઉતર્યો. આજે વર્તમાન સમયમાં સુરંદોને વગાડનારા માત્ર બેથી ત્રણ લોકો જ (Artist of folk music instruments of Kutch ) બચ્યા છે. જેમાંના ઓસમાણ સોનુ જત જે તેના પિતાજી પાસેથી શીખ્યો અને સ્વરપૂર્વકના અવલોકનથી આ કલાને જાળવી છે.

Folk musical instrument Surando
Folk musical instrument Surando

કચ્છ જિલ્લામાં માત્ર 2થી 3 સુરંદોવાદકો જ

ઓસમાણ જત એ કચ્છનાં સુરંદોવાદક પૈકી એક છે. તેઓ અબડાસા તાલુકાનાં મોહાળી ગામમાં રહે છે. તેમણે નાનપણથી જ પિતાને સુરંદો (Folk musical instrument Surando) વગાડતા જોયાં અને તેમને જોઈને પોતે પણ શીખ્યાં. તેઓ પોતાનું તેમજ ઘરનાં સભ્યોનું ગુજરાન ચલાવવા ટ્રક ચલાવવાનું કામ કરી રહ્યાં છે. તે પોતાના પિતા તરફથી મળેલી કલાને સાચવવા પ્રયત્નો કરી રહ્યા છે.

Folk musical instrument Surando
Folk musical instrument Surando

હાલમાં કચ્છમાં એક પણ પરંપરાગત સુરંદો બનાવનાર નથી રહ્યાં

ઓસ્માણ જત પાસે જે સુરંદો (Folk musical instrument Surando)છે તે તેના દાદાના દાદાનો છે. તેને અંદાજિત 150 વર્ષ જેટલા વર્ષ થયાં છે. આ સંગીતની પ્રથા બીજી ઘણી કચ્છી કળાની જેમ આજનાં સમાજમાંથી કમનસીબે પોતાનું સ્થાન ગુમાવી રહી છે. હાલમાં કચ્છમાં એક પણ પરંપરાગત સુરંદો (craft of Surando stringed instrument ) બનાવનાર નથી રહ્યાં. એક માત્ર વગાડનાર કલાકાર બાકી રહ્યો છે. જે કલાને જાણે જેનાથી તેનો જીવનનિવાહ ટકી રહે.

Folk musical instrument Surando
Folk musical instrument Surando

આ પરંપરાને ચાલુ રાખવા માટે સમય અને પૈસા અવરોધો

સંગીત પોતે આ પ્રથાને ટકાવવા માટે આવકનો સ્ત્રોત ઊભું નથી કરી શકયું, સમયના અભાવે તેઓ જેમને શીખવાનો રસ છે તેવા લોકોને આ (Folk musical instrument Surando) વાદ્ય પરંપરા આપવામાં સમર્થ નથી. જયારે બીજા ઘણા એવા છે જે આ વાદ્યને શીખવા અને આ પરંપરાને ચાલુ રાખવા માટે આતુર છે પણ સમય અને પૈસા જે તેને જાળવવા અને ટકાવવા માટે મોટો અવરોધો છે.

સરકારનો જોઈએ એવો સહકાર કે પ્રોત્સાહન નથી મળતું

કચ્છ જિલ્લામાં આ વાદ્ય લુપ્ત થઈ રહ્યું છે. ઉપરાંત આ વાદ્યને વગાડનારા માત્ર (Artist of folk music instruments of Kutch ) ગણેલા કલાકારો છે. ઉપરાંત આવા વાદ્ય વગાડનારા કલાકારો રાજસ્થાનમાં પણ છે. પરંતુ ત્યાં પ્રવાસીઓ, સ્થાનિક લોકો ઉપરાંત સરકાર તરફથી પૂરતો સહકાર મળી રહે છે અને પ્રોત્સાહિત પણ કરવામાં આવતા હોય છે. જ્યારે કચ્છના કલાકારોને સરકારનો જોઈએ જોઈએ એવો સહકાર કે પ્રોત્સાહન નથી મળતું. જો સરકાર કલાકારને પૂરતું પ્રોત્સાહન પુરું પાડે તો કલાકારોને રોજગારી પણ મળે અને દેશવિદેશમાં પોતાની કલાનું પ્રદર્શન પણ કરી શકે.

સરકાર કચ્છમાં પ્રવાસનની સાથે સાથે કચ્છના કલાકારો માટે પણ પ્રયત્નો કરે

કચ્છ જિલ્લામાં જેમ સરકાર પ્રવાસનને વેગ આપવા માટે અથાગ પ્રયત્નો કરે છે તે જ રીતે કલાકારો માટે પણ પ્રયત્નો કરે તો કચ્છના કલાકારો વિશ્વસ્તરે પોતાની ઓળખ ઊભી કરી શકે છે. ઉપરાંત કચ્છના સફેદ રણમાં યોજાતા રણોત્સવમાં પણ અનેક કલાકારો બહારથી અહીંયા પરફોર્મન્સ કરવા માટે આવતા હોય છે. જે સારી વાત છે પરંતુ કચ્છના સ્થાનિક કલાકારોને પણ જો તક આપવામાં આવે તો સરકારનું આ પગલું કલાકાર માટે પ્રોત્સાહન (Folk musical instrument Surando) સમાન છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.