એક એવી ઈલેક્ટ્રીક કાર કે જેના ફિચર્સ જાણશો તો તમે પણ કહેશો, અરે વાહ...

author img

By

Published : Jul 12, 2021, 10:54 PM IST

Updated : Jul 16, 2021, 2:32 PM IST

પર્યાવરણપ્રેમી મહારાવ પ્રાગમલ ત્રીજાએ ઇલેક્ટ્રોનિક કાર ખરીદી

કચ્છના સ્વર્ગીય મહારાવ પ્રાગમલજી ( late Maharao Pragmalji ) ત્રીજા ખૂબ પર્યાવરણ પ્રેમી( environmentalist ) હતા અને પર્યાવરણને જાળવી રાખવા તથા તેને બચાવવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હતા. હાલના આધુનિક યુગમાં પ્રદૂષણનો ખુબ ફેલાવો થઈ રહ્યો છે, જેને કારણે પર્યાવરણને ખુબ નુકસાન પહોંચ્યું છે. જ્યારે સ્વર્ગીય મહારાવ પ્રાગમલજી ત્રીજા હયાત હતા, ત્યારે વાહનથી થતા પ્રદૂષણ ( Pollution )ને લઈને ખૂબ ચિંતિત હતા. આથી, તેમણે જર્મની સ્થિત મર્સિડીઝ બેન્ઝ ( Mercedes Benz )ની કંપનીને ઈલેક્ટ્રીક કાર ( Electric car )નો ઓર્ડર આપ્યો હતો, જે કાર આજે અષાઢી બીજના દિવસે ભુજના રણજીત વિલાસ પેલેસ પર આવી પહોંચી હતી.

  • પર્યાવરણપ્રેમી મહારાવ પ્રાગમલ ત્રીજાએ ઈલેક્ટ્રીક કાર ખરીદી
  • ગુજરાત તથા કચ્છની સૌપ્રથમ મર્સિડીઝ બેન્ઝની ઈલેક્ટ્રીક કાર
  • આ ઈલેક્ટ્રીક કારની કિંમત 1 કરોડથી પણ વધુ

કચ્છ : સ્વર્ગીય મહારાવ પ્રાગમલજી ત્રીજા ( late Maharao Pragmalji ) વિન્ટેજ કાર અને ઓટોમોબાઈલ ( Automobile )ના ખૂબ પ્રેમી હતા. આથી તેમણે પર્યાવરણ ( environmentalist )ને ધ્યાનમાં રાખીને મર્સિડીઝ બેન્ઝની EQC 400 ઈલેક્ટ્રીક કારને જર્મની સ્થિત મર્સિડીઝ બેન્ઝ ( Mercedes Benz )કંપનીને ઓર્ડર આપીને આ કાર મંગાવી હતી. જે આજે તેમના રણજીત વિલા પેલેસ ( Ranjit Villa Palace ) પર આવી પહોંચી હતી.

એક એવી ઈલેક્ટ્રીક કાર કે જેના ફિચર્સ જાણશો તો તમે પણ કહેશો, અરે વાહ...

અન્ય ઇલેક્ટ્રિક કાર કરતાં ખૂબ સારી

આ ઓટોમેટિક કારમાં 408 હોર્સપાવર, આધુનિક ફિચર્સ, 785 bhpનો પીકપ પાવર તેમજ પાવરફુલ એક ઇલેક્ટ્રિક મોટર પણ છે, જે બીજી અન્ય ઈલેક્ટ્રીક કાર કરતા ખૂબ જ સારી છે.

આ પણ વાંચો: અષાઢી બીજ (Ashadhi Bij) નિમિતે રાજકોટમાં ગાડીઓનું થયું ધૂમ વેંચાણ

આ ઇલેક્ટ્રિક કારની કિંમત 1 કરોડથી વધુ

મર્સિડીઝ બેન્ઝ ( Mercedes Benz ) EQC 400 એ મર્સિડીઝની સર્વપ્રથમ સંપૂર્ણ ઓટોમેટિક ઇલેક્ટ્રિક કાર ( Automatic electric car ) છે, જેની કિંમત 1 કરોડથી પણ વધારે છે. આ કારમાં દરેક પેસેન્જર સીટમાં પર્સનલ મસાજનું ફિચર્સ પણ છે. જેમાં જુદા-જુદા મસાજ ગાડીમાં બેઠેલા દરેક વ્યક્તિને આપી શકાય છે. આ ઉપરાંત, કારમાં 7 એરબેગ છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ સારી છે. આ ગાડી એક વખત ચાર્જ કર્યા પછી 450 કિલોમીટર ચાલે છે અને ફૂલ ચાર્જ થતાં 7.30 કલાકનો સમય લાગે છે.

જાણો કારના આધુનિક ફિચર્સ

ઈલેક્ટ્રીક કારની અંદર 64 રંગની ઇન્ટેરિયર લાઇટિંગ સેટ કરી છે. આ કાર સંપૂર્ણ ઓટોમેટિક છે, જેમાં એક્ટિવ બ્રેક એસિસ્ટ તથા બ્લાઈન્ડ સ્પોટ એસિસ્ટ ફિચર્સ પણ છે. આ ઉપરાંત 10.25 ઇંચની ડિજિટલ ટચસ્ક્રિન પણ છે તથા કોઈ પણ વ્યક્તિ ડ્રાઇવર સીટ પર બેસે તો તેની ઉંચાઈ અને બોડી પ્રમાણે તે સીટ ઓટોમેટીક એડજસ્ટ થાય છે. આ કારમાં વોઈસ આસિસ્ટન્ટ, સનપ્રૂફ તથા થ્રી ઝોન ક્લાઇમંટ કન્ટ્રોલ જેવાં અનેક આધુનિક ફિચર્સ આવેલાં છે.

રાજાશાહીના સમયથી મર્સિડીઝ બેન્ઝ રાજાઓની પ્રથમ પસંદગી

મર્સિડીઝ બેન્ઝની આ EQC 400 ઈલેક્ટ્રીક કાર ભારતમાં ચોથી અને ગુજરાત તથા કચ્છમાં પ્રથમ કાર છે. આમ તો રાજાશાહી સમયથી જ મર્સિડીઝ બેન્ઝ જેવી લક્ઝરી કાર બ્રાન્ડ રાજા રજવાડાઓની હમેંશા પ્રથમ પસંદગી રહી છે.

આ પણ વાંચો: લેમ્બોર્ગિનીએ ભારતમાં હ્યુરાકન ઈવીઓ રિયર-વ્હીલ ડ્રાઈવ સ્પાઈડર કરી લોન્ચ, કિંમત 3.54 કરોડ રૂપિયા

સ્વર્ગીય મહારાવજીની ઈલેક્ટ્રીક કારની ઇચ્છા આજે પૂર્ણ થઈ

હાલ આપણા દેશમાં પર્યાવરણને લઈને બદલાવ લાવવા જરૂરી બન્યા છે, ત્યારે આવી પેટ્રોલ અને ડીઝલ વગરની ઇલેક્ટ્રિક કાર દ્વારા આપણે પ્રદૂષણ ફેલાવાતો રોકી શકીશું તથા પર્યાવરણને નુકસાન થતાં અટકાવી શકીશું. આથી, કચ્છના સ્વર્ગીય મહારાવ પ્રાગમલજી ત્રીજાની ઈચ્છા હતી કે, તેઓ આવી ઈલેક્ટ્રીક કાર લે માટે તેમણે આ કારનો ઓર્ડર આપ્યો હતો. આજે સોમવારે તે ભુજ આવી પહોંચી હતી અને તેમની ઇચ્છા પૂર્ણ થઈ હતી, પરંતુ આજે મહારાવ પ્રાગમલજી ત્રીજા પોતે હયાત નથી, એવી લાગણી તેમના પરિવારોજનોએ વ્યક્ત કરી હતી.

જાણો શું કહ્યું મહારાવના ઓટોમોબાઈલ ઇન્ચાર્જએ?

મહારાવ સાહેબ પર્યાવરણ અને ઓટોમોબાઇલના પ્રેમી હતા, આથી તેમણે મર્સિડીઝ બેન્ઝની કાર ઈમ્પોર્ટ કરી હતી. આ કાર ફુલ્લી ઓટોમેટિક છે અને જર્મનીમાં બની છે, જેમાં વિવિધ જાતના આધુનિક ફિચર્સ પણ છે.

જાણો શું કહ્યું કુંવરે?

નાનપણથી હું જોતો આવ્યો છું મહારાવને વિન્ટેજ કારનો ઘણો શોખ હતો અને તેઓ મને અવારનવાર જુદી જુદી કારના હોસપાવર, સ્ટેરિંગ વ્હીલ જેવા જુદા જુદા ફિચર્સ અંગે જણાવતા હતા. મહારાવે ઇલેક્ટ્રિક કાર લઈને પ્રજાજનોને પર્યાવરણને જાળવી રાખવા માટેનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે, પર્યાવરણને જાળવવા આપણે પરિવર્તન લાવવું પડશે.

Last Updated :Jul 16, 2021, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.