લમ્પી વાયરસને કારણે પશુઓમાં ખાવા પીવાની ઈચ્છા ઘટી, દૂધ ઉત્પાદનમાં થયો ઘટાડો

author img

By

Published : Aug 3, 2022, 7:25 PM IST

Updated : Aug 3, 2022, 8:58 PM IST

Etv Bharatપશુઓમાં લમ્પી બીમારીને કારણે લોકોમાં ખાવા પીવાની ઈચ્છા ઘટી, દૂધ ઉત્પાદનમાં થયો આટલો ઘટાડો
Etv Bharatcdપશુઓમાં લમ્પી બીમારીને કારણે લોકોમાં ખાવા પીવાની ઈચ્છા ઘટી, દૂધ ઉત્પાદનમાં થયો આટલો ઘટાડો ()

કચ્છમાં લમ્પી વાયરસનો કહેર(Lumpy virus in Kutch) વધ્યો છે. આ લમ્પી વાયરસ જિલ્લાના પાશુપાલકોની સામે ખતરાની જેમ મંડરાઈ રહ્યો છે. જિલ્લામાં લમ્પી વાયરસને કારણે ગાયોનું દૂધ ઉત્પાદન ઘટી(Milk production of cows decreased) ગયું છે. લમ્પી રોગથી ગાયોમાં ખાવા પીવાની ઈચ્છા ઘટી છે. જેથી દૂધ ઉત્પાદનમાં ઘટાડો થયો છે.

કચ્છ: સરહદી જિલ્લા કચ્છમાં લમ્પી વાયરસનો(Lumpy virus in Kutch) કહેર વધી રહ્યો છે. જિલ્લાના ગૌવંશો પર પણ ખતરો વધી રહ્યો છે અને તેની અસર પણ ધીરે ધીરે દૂધ ઉત્પાદન પણ દેખાઈ રહી છે. જિલ્લામાં અગાઉ દરરોજના 3 લાખ કિલો દૂધ ઉત્પાદન થઈ રહ્યું હતું, જ્યારે હાલમાં લમ્પી રોગના કારણે 02.80 લાખ કિલો જ ઉત્પાદન થઈ રહ્યું છે. દૂધ ઉત્પાદનમાં 6.66 ટકા જેટલો ઘટાડો(Milk production in Kutch) નોંધાયો છે.

કચ્છ જિલ્લામાં દૂધ ઉત્પાદકો સહકારી ડેરીમાં 3.20 લાખ કિલો દૂધ આપતા હતા પણ તે 20,000 કિલો ઘટ્યું છે

આ પણ વાંચો: રસી આપ્યા બાદ પણ ગાયોમાં લમ્પી, પશુપાલકોમાં ડરનો માહોલ

ઓછા ખોરાકને કારણે ગાયોનું વજન સતત ઘટે છે - પશુઓમાં રોગના લીધે ખાવા પીવાની ઈચ્છા ઘટી છે. જેને કારણે દૂધ ઉત્પાદન પણ ઘટ્યું હતું. લમ્પી વાયરસને કારણે કચ્છ જિલ્લાની ડેરીઓમાં(Dairies of Kutch District) દૂધના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. ગાયોમાં પણ લમ્પી રોગને લઈને તણાવ જોવા મળ્યો છે. જેથી કરીને ગાયોમાં ખાવા પીવાની ઈચ્છા પણ ઓછી થઈ જતી હોય છે. પરિણામે ઓછા ખોરાકને કારણે ગાયોનું વજન સતત ઘટે છે. તેના કારણે દૂધ ઉત્પાદનમાં ઘટાડો પણ થાય છે. આ રોગને કારણે પશુઓમાં દૂધ ઉત્પાદન તો ઘટે છે. આ સાથે સાથે ફરી ગર્ભાધાનમાં સમસ્યા(Insemination problems in cows) થાય છે, તેમજ ગાય ગર્ભવતી હોય તો ગર્ભપાત પણ થાય છે.

પશુઓનું ખરીદ અને વેચાણ હાલ ન કરવું, જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામું - કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ(Kutch District Cooperative Milk Producers Union) લી. સરહદ ડેરી ડેરીના ચેરમેન(Chairman of Sarhad Dairy Dairy) વલમજી હુંબલે ETV Bharat સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, લમ્પી રોગના કારણે પશુઓમાં આવેલા રોગચાળાના કારણે દૂધમાં થોડો ઘટાડો આવ્યો છે, તેમજ લમ્પી વાયરસના કારણે નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર કોઈ દૂધ ઉકાળીને પીવાથી કોઈ નુકશાન થતું નથી. હાલમાં પશુપાલકોએ પશુઓનું ખરીદ વેચાણ કરવું હિતાવહ નથી.જેને કારણે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા પ્રમાણે પાલન કરી પશુઓનું ખરીદ અને વેચાણ હાલ ન કરવું જોઈએ. કોઈપણ પશુપાલકે રસીકરણ તેમજ સારવારની જરૂરિયાત હોય તો તાત્કાલિક સરહદ ડેરીનો સંપર્ક કરવા જણાવ્યું છે.

આ પણ વાંચો: લમ્પી વાયરસના કારણે સાબર ડેરી બની સતર્ક, 2 દિવસમાં કર્યું આ કામ

લમ્પી રોગના લીધે દૂધના ઉત્પાદનમાં 20,000 કિલો ઘટાડો - કચ્છ જિલ્લામાં દૂધ ઉત્પાદકો સહકારી ડેરીમાં 3.20 લાખ કિલો દૂધ આપતા હતા પણ તે 20,000 કિલો ઘટ્યું છે. હાલમાં 3 લાખ કિલો દૂધ આવી રહ્યું છે. દૂધની સહકારી મંડળીઓ અને ડેરીમાં દૈનિક 20,000 કિલો દૂધ ઉત્પાદન ઘટ્યું છે. જે મૂળ આવકના 8 ટકાથી 10 ટકા થવા જાય છે. જો લમ્પી વાયરસ કાબુમાં ન આવ્યો તો આ દૂધ ઉત્પાદનના આવકનો આંક હજુ પણ ઘટી શકે છે.

Last Updated :Aug 3, 2022, 8:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.