કચ્છ : 1980ના દાયકામાં દાણચોરી માટે કુખ્યાત કચ્છનો દરિયાકાંઠો હવે સૌથી વધુ સંવેદનશીલ બની ગયાની વિગતો જાણવા મળી રહી છે 1500 કરોડના હેરોઇન કાંડમાં આરોપીની ધરપકડ બાદ સામે આવેલી વિગતોમાં કચ્છ કનેકશન અને કચ્છના દરિયાકાંઠાનો ઉપયોગ સ્પષ્ટ થઈ ગયો છે ત્યારે કચ્છની દરિયાઇ સીમાએ વધુ સુરક્ષિત કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
દરિયાની મધ્યમાં સુરક્ષા ચોક્કસ થાય છે પરંતુ કાંઠાળ વિસ્તારોમાં પેટ્રોલીંગ નામ માત્રનું પણ ન હોવાનું જાણવા મળે છે ત્યારે કચ્છના સાગરકાંઠે તમામ સુરક્ષા એજન્સીઓ દરિયાઈ પેટ્રોલિંગની સુરક્ષાના પગલાં ભરે તે સમયની માગ છે નાર્કો ટેરરિઝમ માટે જ્યારે કચ્છના દરિયાકાંઠાના ઉપયોગનો સ્પષ્ટ રીતે પ્રાથમિક સ્તરે સ્વીકાર થઈ ચૂકયો છે, ત્યારે દરિયાઈ સલામતી વ્યવસ્થા વધુ મજબુત કરવાની અનિવાર્યતા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.