ETV Bharat / state

Director General of BSF: ગુજરાત ફ્રન્ટિયરના ત્રણ દિવસની મુલાકાતે અને આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા વધુ મજબૂત બનાવશે

author img

By

Published : Mar 23, 2022, 10:24 PM IST

Director General of BSF: ગુજરાત ફ્રન્ટિયરના ત્રણ દિવસની મુલાકાતે અને આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા વધુ મજબૂત બનાવશે
Director General of BSF: ગુજરાત ફ્રન્ટિયરના ત્રણ દિવસની મુલાકાતે અને આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા વધુ મજબૂત બનાવશે

BSFના ડાયરેકટર જનરલ IPS પંકજ કુમાર સિંઘ BSF ગુજરાત ફ્રન્ટિયરની(BSF Gujarat Frontier) ત્રણ દિવસીય મુલાકાતે આવેલ છે ત્યારે તેઓ ગુજરાત ફ્રન્ટિયરની આંતરરાષ્ટ્રીય સરહદ(International Frontier of Gujarat Frontier) પર ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરશે તેમજ ગુજરાત સરહદની આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે તેમના મૂલ્યવાન સૂચનો પણ આપશે.

કચ્છ: બુધવાર 23 માર્ચ 2022ના રોજ BSFના ડાયરેકટર જનરલ IPS પંકજ કુમાર સિંઘ BSF ગુજરાત ફ્રન્ટિયરની ત્રણ દિવસીય મુલાકાતે આવ્યા છે. ત્યારે કચ્છના તેઓ ગાંધીધામમાં પહોંચ્યા હતા. ડાયરેક્ટર જનરલ તેમની 23થી 25 માર્ચ સુધી ચાલનારી મુલાકાત દરમિયાન ગુજરાત સરહદની ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષાની(Security India-Pakistan international border) વિગતવાર સમીક્ષા કરશે.

ડાયરેક્ટર જનરલ ગુજરાત ફ્રન્ટિયરની આંતરરાષ્ટ્રીય સરહદ પર ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરશે.
ડાયરેક્ટર જનરલ ગુજરાત ફ્રન્ટિયરની આંતરરાષ્ટ્રીય સરહદ પર ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરશે.

આ પણ વાંચો: BSF IG Press Conference Gandhinagar: સરહદ પર નિષ્ફળ કરી દુશ્મનોની અનેક ચાલ, IGએ BSFની થપથપાવી પીઠ

આંતરરાષ્ટ્રીય સરહદ પર ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરશે - ડાયરેક્ટર જનરલ ગુજરાત ફ્રન્ટિયરની આંતરરાષ્ટ્રીય સરહદ પર ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા(Review of development works) કરશે. ડાયરેક્ટર જનરલને BSF ગુજરાતના IG, IPS, GS મલિક દ્વારા ગુજરાત ફ્રન્ટિયરના વહીવટી, લોજિસ્ટિકલ અને ઓપરેશનલ મુદ્દાઓ(Logistical and operational issues) પર ઊંડાણપૂર્વકની બ્રિફિંગ પણ આપવામાં આવશે.

BSFના ડાયરેકટર જનરલ IPS પંકજ કુમાર સિંઘ BSF ગુજરાત ફ્રન્ટિયરની(BSF Gujarat Frontier) ત્રણ દિવસીય મુલાકાતે આવેલ છે
BSFના ડાયરેકટર જનરલ IPS પંકજ કુમાર સિંઘ BSF ગુજરાત ફ્રન્ટિયરની(BSF Gujarat Frontier) ત્રણ દિવસીય મુલાકાતે આવેલ છે

આ પણ વાંચો: Nadabet Border Banaskantha: BSFના જવાનો દ્વારા નવા વર્ષની ઉજવણી, કોરોના સંક્રમણને જોતા દેશવાસીઓને કરી ખાસ અપીલ

ડાયરેક્ટર જનરલ ફિલ્ડ કમાન્ડરો અને સૈનિકો સાથે વાર્તાલાપ કરશે - આ કાર્યક્રમ અંતર્ગત ડાયરેક્ટર જનરલ BSF ગુજરાતના તમામ ફિલ્ડ કમાન્ડરો અને સૈનિકો(Field commanders and soldiers) સાથે વાર્તાલાપ કરશે અને ગુજરાત સરહદની આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે તેમના મૂલ્યવાન સૂચનો પણ આપશે. તેથી આ ગુજરાતના તમામ ફિલ્ડ કમાન્ડરો અને સૈનિકોને એક બહુમુલ્ય માર્ગદર્શન મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.