ETV Bharat / state

kutchh mines: કચ્છમાં 3 સ્થળેથી ઝડપાઈ ગેરકાયદે ખનીજ ચોરીની પ્રવૃતિ, ખાણ ખનીજ વિભાગની ટીમ મોટી કાર્યવાહી

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 4, 2023, 7:30 AM IST

કચ્છમાં 3 સ્થળેથી ઝડપાઈ ગેરકાયદે ખનીજ ચોરીની પ્રવૃતિ
કચ્છમાં 3 સ્થળેથી ઝડપાઈ ગેરકાયદે ખનીજ ચોરીની પ્રવૃતિ

કચ્છમા ફરી એક વાર ખનીજ ચોરી કરવા માટે લાંબા સમયથી કેટલાક તત્વો સક્રિય થયા છે, પરંતુ ગેરકાયદે થતી ખાણ ખનીજની પ્રવૃતિ સામે ફરી ખાણ ખનીજ વિભાગે લાલ આંખ કરી છે અને કડક કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે ખનીજ ચોરીના પ્રયત્નો કરનાર તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખાણ ખનીજ વિભાગની ટીમે 3 સ્થળે ચાલતી ગેરકાયદે ખનન પ્રવૃતિ ઝડપી પાડી છે.

કચ્છ: કુદરતી ખનીજ સંપત્તીથી ભરપુર એવા કચ્છ પંથકમાં ખાણખનીજ વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીધામ, ભુજ અને અબડાસા વિસ્તારમાં થતી ખનીજ ચોરી પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગાંધીધામ તાલુકાના શીણાઈ ગામે રોયલ્ટી પાસ વિના 37.29 મેટ્રીક ટન બ્લેક ટ્રેપ ખનીજ વહન કરવા બદલ, ભૂજ તાલુકામાં 06.01 મેટ્રીક ટન સાદી રેતી ઓવરલોડ તથા રોયલ્ટી પાસ વિના 38.97 મેટ્રિક ટન સિલિકા ભરવા બદલ અને અબડાસાના રાયધણઝર વિસ્તારમાં ખનીજના બીનધિકૃત સંગ્રહમાંથી બેન્ટોનાઈટ ભરવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી હતી. ઝડપાયેલ વાહનો સીઝ કરીને ખનીજના બીનઅધિકૃત સંગ્રહ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

ખનીજ અને વાહનો સીઝ: મળતી માહિતી અનુસાર મદદનીશ નિયામક મેહુલ શાહના માર્ગદર્શન હેઠળ ફ્લાઈંગ સ્કવોર્ડ માઇન્સ સુપરવાઇઝર મનોજકુમાર ઓઝા દ્વારા ગાંધીધામ તાલુકાના શીણાઈ ગામે રોયલ્ટી પાસ વિના 37.29 મેટ્રીક ટન બ્લેક ટ્રેપ ખનીજનું વહન કરવા બદલ એક વાહન રજીસ્ટ્રેશન નંબર GJ-39-T-0474 ને સિઝ કરી આદિપુર પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવ્યુ છે.

ગેરકાયદે ધમધમતી ખનીજ પ્રવૃતિ: બીજું બાજુ ભૂજ તાલુકામાં 06.01 મેટ્રીક ટન સાદી રેતી ઓવરલોડ તથા 1 ડમ્પર રોયલ્ટી પાસ વિના 38.97 મેટ્રિક ટન સિલિકા ભરવા બદલ 1 ટ્રેઇલર રજીસ્ટ્રેશન નમ્બર GJ-12-BZ-6505 અને એક રજિસ્ટ્રેશન નમ્બર GJ 12-BY-8537 ડમ્પર સિઝ કરી ભુજના સરકારી ગોદામ ખાતે કસ્ટડીમાં રાખવામાં આવ્યુ છે. આ ઉપરાંત અબડાસાના રાયધણઝર વિસ્તારમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખુશાલી ગરવા તથા સર્વેયર વિક્રમસિંહ રાઠોડ દ્વારા એક હ્યુન્ડાઇ કંપનીના એક્સકેવેટર મશીન દ્વારા બેન્ટોનાઈટ ખનીજના બીનધિકૃત સંગ્રહમાંથી ગેરકાયદેસર બેન્ટોનાઈટ ભરાતું ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં ડમ્પર રજીસ્ટ્રેશન નંબર GJ-12-BT-3469માં પકડાયેલ મશીન અને ડમ્પર ને સિઝ કરી કોઠારા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવ્યુ છે. સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજના બીનઅધિકૃત સંગ્રહ અંગે વધુ કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

  1. Kutch News : પૂર્વ કચ્છ ખાણ ખનીજ ખાતાએ સરકારી તિજોરી છલકાવી, રોયલ્ટી વધવાનું આ છે કારણ
  2. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ બોલાવ્યો સપાટો, 50 લાખનો મુદ્દામાલ સીઝ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.