ETV Bharat / state

Kutch News : કચ્છની દરિયાઇ સીમામાં ફરી ઝડપાઈ પાકિસ્તાની બોટ, માછીમારો નાસી છુટયા

author img

By

Published : Apr 7, 2023, 8:19 PM IST

bsf-seizes-pakistani-fishing-boat-in-derelict-condition-from-sir-creek-area-of-lakhpat
bsf-seizes-pakistani-fishing-boat-in-derelict-condition-from-sir-creek-area-of-lakhpat

લખપતના કોટેશ્વર નજીકના દરિયાઈ સિરક્રિક વિસ્તારમાંથી સીમા સુરક્ષા દળ (BSF)ને પેટ્રોલિંગ દરમિયાન એક પાકિસ્તાની માછીમારી બોટ બિનવારસી હાલતમાં મળી આવી છે. બોટમાંથી કે તેમના કબજામાંથી કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી.

કચ્છ: કચ્છના સરહદી લખપતના દરિયાઈ વિસ્તારમાથી બીએસએફે એક પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. લખપતના સિરક્રિક વિસ્તારમાંથી BSFએ બિનવારસી હાલતમાં પાકિસ્તાની માછીમારી બોટ ઝડપી પાડી છે જો કે કોઈ પાકિસ્તાની માછીમાર નાશી છુટયા છે અને તેને પગલે જ બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામા આવ્યું છે.

કંઈ પણ શંકાસ્પદ નથી મળ્યું: લખપતના કોટેશ્વર નજીકના દરિયાઈ સિરક્રિક વિસ્તારમાંથી સીમા સુરક્ષા દળ (BSF)ને પેટ્રોલિંગ દરમિયાન એક પાકિસ્તાની માછીમારી બોટ બિનવારસુ હાલતમાં મળી આવી છે.જપ્ત કરાયેલી બોટની બીએસએફ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી પરંતુ બોટમાંથી કે તેમના કબજામાંથી કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી.

આ પણ વાંચો RJ News : ટ્રેનમાં વિદેશી મહિલાની છેડતી, રેલવે પ્રધાનને ટ્વીટ કરીને કોચ એટેન્ડન્ટ પર લગાવ્યો આરોપ, બાદમાં કહ્યું થઈ ગેરસમજ

હાલમાં જ ડીજીએ લીધી હતી મુલાકાત: ઉલ્લેખનીય છે કે હાલમાં જ સીમા સુરક્ષા દળના ડાયરેક્ટર જનરલ વડા ડો. થાઉસેન કચ્છ સરહદની ત્રણ દીવસની મુલાકાતે આવ્યા હતા અને જવાબો સાથે ચર્ચા કરીને જરૂરી સુચનો પણ આપી ગયા છે તેના બરાબર એક દીવસ બાદ આજે ક્રીક વિસ્તારમાંથી એક પાકીસ્તાની બોટ ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે.આ રીતે કચ્છ સરહદેથી બિનવારસુ પાકીસ્તાની બોટ, માદક પદાર્થો તેમજ ઘૂસણખોરો પણ સમયાંતરે ઝડપાતાં જ રહે છે.

આ પણ વાંચો Punjab Police : પંજાબમાં હાઈ એલર્ટના કારણે પંજાબ પોલીસના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી

તપાસ ચાલુ: હાલ આ બોટ કેવી રીતે અહીં સુધી પહોંચી અને તેમાં કોણ અને કેટલા લોકો સવાર હતા તે સહિતના સવાલોના જવાબ મેળવવા સલામતી દળ તપાસ ચલાવી રહ્યાનું જાણવા મળ્યું છે. દરિયાઈ સિરક્રિક વિસ્તારમાંથી સીમા સુરક્ષા દળ (BSF)ને પેટ્રોલિંગ દરમિયાન એક પાકિસ્તાની માછીમારી બોટ બિનવારસી હાલતમાં મળી આવી છે.

આ પણ વાંચો West Bengal News : પશ્ચિમ બંગાળમાં પ્રેમ પ્રકરણનો વિરોધ કરવા બદલ ત્રણની હત્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.