ETV Bharat / state

અદાણી મુન્દ્રા પોર્ટને OSH ઈન્ડિયા 2022 દ્વારા શ્રેષ્ઠ પર્યાવરણીય વ્યવસ્થાપન માટે બે ઍવોર્ડ એનાયત

author img

By

Published : Dec 5, 2022, 7:35 PM IST

અદાણી મુન્દ્રા પોર્ટને OSH ઈન્ડિયા 2022 દ્વારા શ્રેષ્ઠ પર્યાવરણીય વ્યવસ્થાપન માટે બે ઍવોર્ડ એનાયત
અદાણી મુન્દ્રા પોર્ટને OSH ઈન્ડિયા 2022 દ્વારા શ્રેષ્ઠ પર્યાવરણીય વ્યવસ્થાપન માટે બે ઍવોર્ડ એનાયત

કચ્છના APSEZ મુન્દ્રા પોર્ટને (Adani APSEZ Mundra Port) પ્રતિષ્ઠિત સન્માન આપવામાં આવ્યું છે. ઉત્તમ સલામતી અને શ્રેષ્ઠ પર્યાવરણ વ્યવસ્થાપન માટે પોર્ટને બે ઍવોર્ડથી નવાજવામાં આવ્યું છે. પર્યાવરણના સંરક્ષણ ( Best Environmental Management) માટે APSEZ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે. સરકારના સ્વચ્છ ભારત મિશનને આગળ ધપાવતા કંપનીએ કચરા વ્યવસ્થાપનના (5-C) સિદ્ધાંતો રિડ્યુસ રિપ્રોસેસ રિયુઝ રિસાયકલ અને રિકવરનું પ્રમાણિક પ્રયત્નો થકી ધાર્યા પરિણામો પ્રાપ્ત કર્યા છે.

કચ્છ APSEZ મુન્દ્રાને વધુ એક પ્રતિષ્ઠિત સન્માન પ્રાપ્ત થયું છે. OSH ઈન્ડિયા ઍવોર્ડ 2022માં (OSH India Award 2022) મુન્દ્રા પોર્ટને બે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. મુંબઈ ખાતે આયોજીત OSH કોન્ફરન્સ એવોર્ડ સમારંભમાં આ પુરસ્કાર અપાયો છે. ઉત્તમ સલામતી અને શ્રેષ્ઠ પર્યાવરણ વ્યવસ્થાપન (Excellent safety and best environmental management) માટે પોર્ટને બે ઍવોર્ડથી નવાજવામાં આવ્યું છે. OSH ઈન્ડિયાને મળેલા 347 નોમિનેશનમાંથી 19ને વિવિધ કેટેગરી હેઠળ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

ઉત્તમ સલામતી અને શ્રેષ્ઠ પર્યાવરણ વ્યવસ્થાપન માટે પોર્ટને બે ઍવોર્ડથી નવાજવામાં આવ્યું છે.
ઉત્તમ સલામતી અને શ્રેષ્ઠ પર્યાવરણ વ્યવસ્થાપન માટે પોર્ટને બે ઍવોર્ડથી નવાજવામાં આવ્યું છે.

ઉત્તમ સલામતી અને શ્રેષ્ઠ પર્યાવરણીય વ્યવસ્થાપન APSEZના ફાયર સેફ્ટીમાં એસોસિએશન મેનેજર (Association Manager in Fire Safety of APSEZ) તરીકે ફરજ બજાવતા રાકેશ ચતુર્વેદી અને ટીમને સેફ્ટી એન્ડ એક્સેલેન્સ માટે એવોર્ડ (Award for Safety and Excellence) મળ્યો છે. ટ્રક ડ્રાઈવર્સની ટીમને બચાવવા માટે રાકેશ ચતુર્વેદી અને ટીમને એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે પર્યાવરણ વ્યવસ્થાપનમાં હેલ્થ એન્ડ સેફ્ટીમાં ઉત્તમ કામગીરી બદલ વિભાગના (Department of Environmental Management) સિનીયર મેનેજર ભાગવત સ્વરૂપ શર્મા અને ટીમને ઍવોર્ડ મળ્યો છે.

જ્યારે પર્યાવરણ વ્યવસ્થાપનમાં હેલ્થ એન્ડ સેફ્ટીમાં ઉત્તમ કામગીરી બદલ વિભાગના સિનીયર મેનેજર ભાગવત સ્વરૂપ શર્મા અને ટીમને ઍવોર્ડ મળ્યો છે.
જ્યારે પર્યાવરણ વ્યવસ્થાપનમાં હેલ્થ એન્ડ સેફ્ટીમાં ઉત્તમ કામગીરી બદલ વિભાગના સિનીયર મેનેજર ભાગવત સ્વરૂપ શર્મા અને ટીમને ઍવોર્ડ મળ્યો છે.

પર્યાવરણના સંરક્ષણ માટે APSEZ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ પર્યાવરણના સંરક્ષણ માટે APSEZ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે. જેમાં રિન્યુએબલ એનર્જી, વેસ્ટવોટર ટ્રીટમેન્ટ કરી તેનો હોટ્રીકલ્ચરમાં ઉપયોગ કરવો, શુદ્ધ પાણીનો બચાવ કરવો, મેન્ગ્રોવ (ચેર)ના જંગલોમાં વધારો કરવો, ફ્યુલ વપરાશમાં ઘટાડો કરવો, સોલર સિસ્ટમ ઈન્સ્ટોલ કરી સૌરઉર્જાનો મહત્તમ ઉપયોગ કરવો, વેસ્ટ મેનેજનેન્ટ થકી કચરાનો બળતણમાં ઉપયોગ કરવો, નેચરલ રિસોર્સીઝનું સંરક્ષણ જેવી અનેક નવતર પહેલો માટે તેમને ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

APSEZને પર્યાવરણ સંરક્ષણ મામલે ગોલ્ડ એવોર્ડ ઉલ્લેખનીય છે કે, અગાઉ APSEZને પર્યાવરણ સંરક્ષણ મામલે ઉત્કૃષ્ટ કામગીરી બદલ કેન્દ્રીય પ્રધાન ડો. જિતેન્દ્ર સિંહના હસ્તે ગોલ્ડ એવોર્ડ એનાયત થયો હતો. સરકારના સ્વચ્છ ભારત મિશનને આગળ ધપાવતા કંપનીએ કચરા વ્યવસ્થાપનના (5-C) સિદ્ધાંતો રિડ્યુસ રિપ્રોસેસ રિયુઝ રિસાયકલ અને રિકવરનું પ્રમાણિક પ્રયત્નો થકી ધાર્યા પરિણામો પ્રાપ્ત કર્યા છે.

પ્રદૂષણ નિવારણ, પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (Adani Ports and Special Economic Zone) કંપનીની એન્વાયરમેન્ટ પોલીસી હંમેશા પ્રદૂષણ નિવારણ, પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ પર કેન્દ્રિત રહી છે. 2019થી અત્યાર સુધીમાં પાણીના ફેર વપરાશમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે ઉત્સર્જિત વાયુ પ્રદૂષણમાં ભારે પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. દક્ષિણ એશિયાની સૌથી મોટી OSH ઇન્ડિયા એક્સ્પો, એ વ્યવસાયિક સલામતી અને આરોગ્ય ઇવેન્ટ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પ્રદર્શકો, સલાહકારો, વ્યવસાય નિષ્ણાતો અને ઉચ્ચ સરકારી અધિકારીઓને એક એક મંચ પર લાવે છે. આ શો દુનિયાભરની શ્રેષ્ઠ પ્રથાઓના આદાનપ્રદાનની સુવિધા આપે છે અને કાર્યસ્થળની સલામતી અને આરોગ્યને જાળવી રાખવામાં આવતા પડકારો સામે ઉકેલો શોધે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.