ETV Bharat / state

Migratory birds in Kutch: કચ્છમાં પક્ષીઓનો કલરવ, જળ પ્લાવિત વિસ્તારોમાં દેશી-વિદેશી પક્ષીઓનો જામ્યો મેળાવળો

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 28, 2023, 7:14 AM IST

કચ્છમાં દેશી વિદેશી પક્ષીઓનો કલરવ
કચ્છમાં દેશી વિદેશી પક્ષીઓનો કલરવ

દર વર્ષે શિયાળાની ઋતુમાં કચ્છમાં વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે. ડિસેમ્બર મહિનાના અંતમાં શિયાળો બરાબર જામતા કચ્છમાં અનેક પ્રજાતિના પક્ષીઓનો મેળાવડો જામે છે. જોકે, દર વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રમાણમાં ઓછા પક્ષીઓ આવ્યા છે. પરંતુ આ વર્ષે ફ્લેમિંગોની સંખ્યામાં વધારો થયો છે.

કચ્છમાં દેશી વિદેશી પક્ષીઓનો કલરવ

કચ્છ: કચ્છના રણમાં તેમજ જળાશયો અને બેટમાં દર વર્ષે અનેક યાયાવર પક્ષીઓ સેંકડો કિલોમીટરનું અંતર કાપીને શિયાળાની ઋતુ દરમિયાન અહીં આવતા હોય છે. પક્ષીવિદોના જણાવ્યા મુજબ પક્ષીઓ માટે કચ્છનું વેરાન અને વિશાળ રણ એક સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે. કચ્છમાં દર વર્ષે સાઉદી અરેબિયાથી સફેદ અને ગુલાબી લેસર અને ગ્રેટર ફ્લેમિંગો ઉપરાંત અનેક પ્રજાતિના વિદેશી પક્ષીઓ અહીં આવે છે.જો કે છેલ્લાં કેટલાક વર્ષોથી આ પ્રવાસી પક્ષીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

કચ્છમાં પક્ષીઓનો કલરવ
કચ્છમાં પક્ષીઓનો કલરવ

કચ્છમાં પક્ષીઓનો કલરવ: ડિસેમ્બર મહિનાના મધ્ય ભાગ જ કચ્છ જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધતાં સુંદર વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે જેમાં ગ્રેટ વ્હાઈટ પેલિકન, બ્રાઉન પેલિકન ડેલમટિયન પેલિકન, પેઈન્ટેડ સ્ટ્રોક, ગ્રે હેરોન, લિટલ બ્લૂ હેરોન, ગ્રેટ ઈગ્રેટ, લિટલ ઈગ્રેટ, સ્પોટેડ વ્હસલિંગ ડક, માર્બેલ્ડ ડક, પ્લોવર, રેડ વટ્ટલેડ લેપલિંગ, રેડ નેપેડ લ્બીસ, ગ્રેટર ફ્લેમિંગો, લેઝર ફ્લેમિંગો વગેરે જેવા પક્ષીઓ કચ્છના વિવિધ વિસ્તારોમાં જોવા મળે છે.

કચ્છમાં પક્ષીઓનો કલરવ
કચ્છમાં પક્ષીઓનો કલરવ

અસંખ્ય વિદેશી મહેમાનો: કચ્છમાં અનેક જુદી જુદી જાતની વનસ્પતિઓ જોવા મળે છે, જેને આરોગવા માટે દર વર્ષે શિયાળાની ઋતુમાં રશિયા અને સાઉદી અરેબિયા સહિતના ઠંડા પ્રદેશોમાંથી વિવિધ જાતના પક્ષીઓ આવે છે. જાણીતા પક્ષીવિદ નવીન બાપટે જણાવ્યું હતું કે, 142 જાતના પક્ષીઓ કચ્છમાં આવે છે. અગાઉ આ આંકડો 350 જેટલો હતો. નવીનભાઈ બાપટ ઉમેરે છે કે, દર વર્ષે રશિયન વેટલેન્ડ બ્યુરો તરફથી પૂરા એશિયામાં પક્ષી ગણતરી કરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે દર વર્ષે તેઓ કચ્છના વિવિધ જળાશયોમાં જોવા મળતા વિવિધ પ્રજાતિઓના પક્ષીઓની ગણતરી કરતાં હોય છે. ગ્રેટ પેલિકન પક્ષીઓ 5000 કિલોમીટરનું અંતર કાપી કચ્છ આવતા હોય છે અને ઉનાળા દરમિયાન પોતાના પ્રદેશ પરત ઈંડા આપવા જતા હોય છે. કચ્છમાં ખાસ કરીને આ પક્ષીઓ કચ્છના જળાશયોમાં માછલી ખાવા માટે પણ આવતા હોય છે.

કચ્છમાં પક્ષીઓનો કલરવ
કચ્છમાં પક્ષીઓનો કલરવ

આ વર્ષે સંખ્યા ઓછી: કચ્છના જળાશયોમાં બે જાતના પેલિકન, 13 જાતના બતકો, 8 જાતના બગલા જોવા મળે છે, શિકારી પક્ષીઓ તેમજ કાંઠાના પક્ષીઓ અને સ્થાનિક પક્ષીઓ પણ અહીં જોવા મળે છે. આ પક્ષીઓને પોતાના વતન જેવો ખોરાક અને વાતાવરણ અહીં મળી રહે છે. તેવું જ ખોરાક અને વાતાવરણ કચ્છમાં પણ મળતાં તે દર વર્ષે શિયાળાની ઋતુ દરમિયાન 3 માસ માટે કચ્છની મુલાકાત લે છે. આ વર્ષે ઓછા પ્રમાણમાં પક્ષીઓ આવ્યા હોવાનું કારણ જણાવતા નવીનભાઈ બાપટે જણાવ્યું હતું કે, પર્યાવરણમાં થતાં ફેરફારના કારણે પણ સંખ્યા વિદેશી પક્ષીઓની સંખ્યા ઘટી હોય તેવું લાગી રહ્યું છે, અથવા તો સારા વરસાદના પગલે ઠેર ઠેર ભરાયેલા જળાશયોમાં પક્ષીઓની વહેંચણી થઈ ગઈ હોય અને ઓછા પ્રમાણમાં સામે દેખાતા હોય તેવું પણ બની શકે છે.

કચ્છમાં પક્ષીઓનો કલરવ
કચ્છમાં પક્ષીઓનો કલરવ

ફ્લેમિંગોની માત્રા વધારે: કચ્છમાં ઠેર ઠેર સૌથી વધારે લાખો કિલોમીટરનો પ્રવાસ ખેડીને ફ્લેમિંગો કચ્છ આવતા હોય છે. ખાસ કરીને પૂર્વ કચ્છના વિસ્તારોમાં ધ ગ્રેટર ફ્લેમિંગો એટલે કે સુરખાબ દર વર્ષે લાખોની સંખ્યામાં કચ્છના મહેમાન બને છે, અને કચ્છમાં વિવિધ જગ્યાએ રોકાય છે અને તેમના બ્રિડિંગ વિસ્તારોમાં ઈંડા આપે છે. કચ્છમાં આ વર્ષે 7.5 લાખ જેટલા ફ્લેમિંગો જોવા મળ્યા છે.

કચ્છ પંથકને વિદેશી પક્ષીઓએ બનાવ્યું ઘર: જિલ્લાના પક્ષીવિદો પણ કચ્છના જુદા જુદા વિસ્તારોમાં સુરખાબના રહેઠાણને શોધી તેમને આનંદપૂર્વક નિહાળતા હોય છે. પૂર્વ કચ્છના ધોળાવીરા પાસે આવેલું ખડીર ચારે બાજુથી રણ વચ્ચે આવેલું એક બેટ પ્રદેશ છે, જ્યાં વધુ માત્રામાં ફ્લેમિંગો જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં ફ્લેમિંગોના રહેવા તેમજ ખોરાક માટે એક સાનુકૂળ વાતાવરણ હોય છે. આ ઉપરાંત ફ્લેમિંગો માટે કચ્છ એ સ્વર્ગ સમાન છે. ખાસ કરીને અંડાબેટ સાઈટ છે, ત્યાં પુષ્કળ માત્રામાં ફ્લેમિંગો જોવા મળે છે. તો વનવિભાગ દ્વારા કુડા ખાતે ઊભી કરેલી આર્ટિફિશિયલ સાઈટ છે, ત્યાં ફ્લેમિંગો બ્રીડિંગ કરે છે અને ઈંડા મૂકતા હોય છે, વિદેશી મહેમાન આ પક્ષીઓને કોઈ હેરાનગતિ ના થાય તેની પણ કાળજી રાખે છે.

  1. મધ્યપ્રદેશથી 36 રિક્ષામાં 108 એનઆરઆઈએ કચ્છના સફેદ રણ સુધી રિક્ષા યાત્રા યોજી, હેતુ ઉમદા
  2. Kutch Gulabpak Mithai: કચ્છને વિશેષ ઓળખ આપતી શાહી મીઠાઈ; જાણો કેવી રીતે બને છે ગુલાબપાક ?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.