કુદરતનો કરિશ્મા : ભુજમાં માત્ર 9 મહિનાની વાછરડી દૂધ આપતા આશ્ચર્ય સર્જાયું

author img

By

Published : Aug 22, 2021, 4:55 PM IST

ભુજમાં 9 મહિનાની વાછરડી આપે છે દૂધ

ભુજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, લોકો આ ઘટનાને કુદરતનો કરિશ્મા કહે છે. માતાનું દૂધ પીતી 9 મહિનાની વાછરડી પોતે પણ દૂધ આપતી હોવાની ઘટના સામે આવી છે. ભુજમાં પશુપાલન અને દૂધનો વ્યવસાય કરતાં માલધારી પરિવારને 9 મહિના અગાઉ જન્મેલ ગાયની વાછરડી દૂધ આપતી થઈ જતા આશ્ચર્ય સર્જાયું હતું.

  • 9 મહિનાની વાછરડી દૂધ આપતા આશ્ચર્ય સર્જાયું
  • વાછરડી ખરીદવા માટે 55000 થી 70,000 રૂપિયાની કરાઈ ઓફર
  • માલધારી પરિવારના સભ્યો પણ કુદરતના કરિશ્માથી આશ્ચર્યચકિત

ભુજ : સામાન્ય રીતે કોી પણ ગાય 4 વર્ષ બાદ વાછરડી વાછરડાને જન્મ આપવા લાયક બને છે અને વાછરડી કે વાછરડું જનમ્યા બાદ એકથી દોઢ વર્ષ સુધી ગાય દૂધ આપતી હોય છે, પરંતુ ભુજમાં પશુપાલન અને દૂધનો વ્યવસાય કરતા અને સરપટ નાકા પાસે ગાયોનો વાડો ધરાવતા રાશિદ સમા નામના માલધારી પાસે 9 મહિના પહેલા જન્મેલી એક વાછરડી છેલ્લા 1.5 મહિનાથી દૂધ આપતી થઈ જતાં આશ્ચર્ય સર્જાયું છે. આ ઉપરાંત, પશુપાલનનો વ્યવસાય કરતા માલધારી પાસે 25 જેટલી દેશી કાંકરેજ નસલની ગાયો પણ છે.

આ પણ વાંચો: બનાસકાંઠામાં પશુપાલન વિભાગ દ્વારા પશુઓ માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઝુંબેશ શરૂ કરાઇ

ક્યારેક એક વાટકો તો ક્યારેક બે વાટકા આપે છે દૂધ

આ વાછરડીનું નામ કાબર રાખવામાં આવ્યું છે, તેની માંનું દૂધ આ વાછરડી પીવે છે, આ સાથે પોતે પણ દૂધ આપે છે. આ વાછડી ક્યારેક એક વાટકો તો ક્યારેક બે વાટકા દૂધ આપે છે. આ વાછરડીને જોવા માટે અનેક લોકો આવી રહ્યા છે.

વાછરડી ખરીદવાની ઓફર આવી

આ વાછરડીની પશુ તબીબો તપાસ પણ કરી ચૂક્યા છે અને 9 મહિનાની વાછરડીને દૂધ આપતી જોઈ તેઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા છે. કુદરતના કરિશ્મારૂપ આ ઘટના અંગે માલધારી એવા રાશિદ સમાએ જણાવ્યું હતું કે, તેની આ વાછરડી ખરીદવા માટે 55000 થી 70,000 રૂપિયાની ઓફર પણ આવી છે, પરંતુ તે કોઇપણ કાળે આ વાછરડીને વેંચવા માંગતા નથી.

આ પણ વાંચો: મહેસાણામાં પક્ષીઓના મોતના વાઇરલ મેસેજ ખોટા, કલેકટરે કર્યો ખુલાસો

માલધારી પરિવાર પણ કુદરતના કરિશ્માથી આશ્ચર્યચકિત

પશુચિકિત્સક પણ આ કુદરતના કરિશ્મા અંગે કંઈ જવાબ આપી શક્યા નહોતા તથા 60 વર્ષથી આ પશુપાલન સાથે સંકળાયેલા માલધારી પરિવારના સભ્યો પણ કુદરતના કરિશ્માથી આશ્ચર્યચકિત થયા છે.

જાણો શું કહ્યું માલધારીએ ?

રાશિદ સમાએ કહ્યું હતું કે, આ કુદરતનો કરિશ્મા છે અને અમને પોતાને પણ આશ્ચર્ય થયું કે, જે વાછરડી પોતે માતાનું દૂધ પીવે છે અને તે પોતે પણ દૂધ આપે છે. છેલ્લાં 60 વર્ષથી આ પશુપાલન સાથે સંકળાયેલા છીએ અને આવી ઘટના ક્યારેય નથી બની. આ ઉપરાંત, અમે આ વાછરડી કોઈ પણ કાળે વેંચવા નથી માંગતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.